SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 143 Vol. XXXv, 2012 સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઇતિહાસ પરમાત્માનું દ્વિભુજ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ ઐતિહાસિક દૃષ્ટિએ એક વિશેષ વાત કરે છે. વૈષ્ણવસંપ્રદાયોનો ૨૦૦૦ વરસનો ઇતિહાસ તપાસતાં ઉપાસ્ય સ્વરૂપ ચાર હાથવાળા (ચતુર્ભુજ) અથવા બે હાથવાળા (દ્વિભુજ) છે તે વાત બદલાતી રહી છે. પંચરાત્ર આગમો વૈષ્ણવ સંપ્રદાયોનું મૂળ છે. તેમાં સૌથી પ્રાચીન પહેલી સદીથી છઠ્ઠી સદીની સાત્વતસંહિતા વગેરેમાં મૂળસ્વરૂપ પરમાત્માને દ્વિભુજ કહ્યા છે. અને તેમના અવતારસ્વરૂપોને ચતુર્ભુજ જણાવ્યા છે. કાળાંતરે લગભગ ૧૦મી-૧૧મી સદીમાં યામુનાચાર્ય તથા રામાનુજાચાર્યે શ્રીવૈષ્ણવ સંપ્રદાયને શાસ્ત્રીયરૂપ આપ્યું, ભક્તિનું મોજું સમગ્ર ભારતમાં તેમણે ફેલાવ્યું ત્યારે તેમણે પરમાત્માના મૂળ સ્વરૂપને અર્થાત્ વૈકુંઠમાં બિરાજમાન સ્વરૂપને તથા અવતારસ્વરૂપને ચતુર્ભુજ વર્ણવ્યું. સમગ્ર શ્રીવૈષ્ણવ સંપ્રદાયમાં આ માન્યતા દઢ થઈ. તેથી જ ગીતામાં પણ અર્જુન દ્વિભુજ શ્રીકૃષ્ણને સંબોધતા તેનૈવ રૂપે વતુર્ભુગેન' (ગીતા-૧૧/૪૬) “તે ચતુર્ભજરૂપે તમે જણાવ' તેમ કહે છે. ૧૨મીથી ૧૩મી સદીમાં નિબાર્કચાર્ય તથા ૧૫મી સદીમાં જ વલ્લભાચાર્યો, ત્યારબાદ ચૈતન્ય મહાપ્રભુએ ૫૫ શ્રીકૃષ્ણભગવાનને જ ઉપાસ્ય સમજી દ્વિભુજસ્વરૂપ જ ગોલોકમાં તથા આ લોકમાં છે તેવી વાત પ્રવર્તાવી હતી. ભગવાન સ્વામિનારાયણ પોતાને જ પરમાત્મા કહી ધામની મૂર્તિ તથા પૃથ્વી પર વિચરતી મૂર્તિ પોતે : બંનેને વચનામૃત ગઢડા મ.૧૩, ગઢડા અં.૩૧ તથા વચ.ગઢડા અં.૩૮માં એક અને દ્વિભુજ કહે છે. જે અહીં શિક્ષાપત્રીમાં પણ ૧૧૨મા શ્લોકમાં દ્વિભુજ સ્વરૂપ પર ભાર મૂકીને જણાવે છે કે ચતુર્ભુજ અથવા સહસ્રભુજપણું તે તેમનું ઐશ્વર્યરૂપ (ટેમ્પરરી રૂપ) સમજવું અને નિત્યરૂપ (પરમેનન્ટ રૂ૫) તો દ્વિભુજ જ છે. શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે આ સિવાયની ઘણી બાબતો તેમણે આ નવી આવૃત્તિમાં ઉમેરી છે, જે ધર્મમર્યાદાના સંદર્ભમાં તથા ધ્યાનના સંદર્ભમાં વિશેષ ઉપયોગી બની રહે છે. શિક્ષાપત્રીના ઉપસંહારમાં તેમણે ચાર શ્લોકો ઉમેર્યા છે. તેમાં શિક્ષાપત્રી કોને આપવી અને કોને ન આપવી તે બાબત ઉમેરી છે. અંતિમ મંગલાચરણનો શ્લોક ઉમેર્યો છે. આ સિવાયના બે શ્લોકો શિક્ષાપત્રીના મહિમારૂપે તેમણે જણાવ્યા છે. તેઓ લખે છે કે “તમામ શાસ્ત્રોનો સાર કાઢીને આ શિક્ષાપત્રી લખી છે. આ શિક્ષાપત્રી તે મારુ સ્વરૂપ છે.” (શ્લોક-૨૦૪, ૨૦૫) આમ ભગવાન સ્વામિનારાયણ પોતે લખેલ શિક્ષાપત્રીને પોતાના સ્વરૂપ તરીકે સ્વીકારે છે. સંપ્રદાયમાં એવી માન્યતા છે કે તેમણે શિક્ષાપત્રી લખ્યા બાદ એક એવો આદેશ આપેલો કે હવે પછી ભવિષ્યમાં થનાર મંદિરોમાં મારી મૂર્તિના સ્થાને શિક્ષાપત્રી પધરાવજો . વચનામૃત ગઢડા અં.૧માં શિક્ષાપત્રીને દરરોજ વાંચવાની આજ્ઞા કરે છે અને ન વંચાય તો એક ઉપવાસ કરવારૂપ પ્રાયશ્ચિત્ત જણાવે છે. શિક્ષાપત્રીને તેમણે પોતાના વામય સ્વરૂપ તરીકે સ્વીકારી તેવી
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy