________________
142 સાધુ શ્રુતિપ્રકાશદાસ
SAMBODHI ભગવાન સ્વામિનારાયણે આ બીજી આવૃત્તિરૂપ શિક્ષાપત્રીમાં આ વાત જણાવતાં કહ્યું
स श्रीकृष्णः परंब्रह्म भगवान् पुरुषोत्तमः ।
उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणः ॥ १०८ ॥ ‘પૂર્વે જણાવેલ શ્રીકૃષ્ણ ભગવાન પુરુષોત્તમનારાયણરૂપે જ તમામ અવતારોની ઉત્પત્તિના કારણ છે અને તે જ આપણા ઈષ્ટદેવ છે.' અહીં ભગવાન સ્વામિનારાયણ “:' શબ્દ દ્વારા પ્રથમપુરુષરૂપે પરમાત્માને જણાવે છે. વચ.ગ.એ.૩૮માં પોતાને જ અવતારોના કારણરૂપે જણાવતાં કહે છે, “એવા જે એ પ્રત્યક્ષ (શ્રોતાઓની સામે બિરાજેલ, વાર્તા-ઉપદેશ આપનાર, સ્વયં શ્રીજીમહારાજ) પુરુષોત્તમ ભગવાન સર્વ કારણના કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારની અવતારી છે અને તમારે સર્વેને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.” આમ તેમણે અહીં સર્વોપરીપણાની વાત બીજરૂપે દર્શાવી છે, જે વાત તત્ત્વજ્ઞાનના પ્રારંભમાં અત્યુત્કર્ષણે કહેનાર વાક્ય તરીકે સમજવા માટે તમામ આશ્રિતોની ફરજ બની રહે છે. સ્વામીએ સહિત નારાયણ અર્થાત્ સ્વામિનારાયણ અક્ષરે સહિત પુરુષોત્તમ અર્થાત્ અક્ષરપુરુષોત્તમ.
સ્વયં તેઓ નારાયણ છે અને તેમના ઉત્તમભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી સ્વામી સ્વરૂપ છે આ વાત સંપ્રદાયમાં પ્રસિદ્ધ હતી. સંપ્રદાયમાં પણ ગુણાતીતાનંદસ્વામીની વાતોના સંગ્રહની પ્રસિદ્ધિ “સ્વામીની વાતો“ તરીકે જ તેથી થઈ હતી. અન્ય સદ્ગુરુઓનાં ઉપદેશ સંગ્રહો સદ્ગુરુ શ્રીભાયાત્માનંદ સ્વામીની વાતો, સદ્ગુરુ શ્રીપ્રસાદાનંદસ્વામીની વાતો વગેરે મૂળ નામ સાથે જ પ્રસિદ્ધિ પામ્યા છે. વળી ગુણાતીતાનંદસ્વામી અક્ષરબ્રહ્મ છે સ્વામિનારાયણ પુરુષોત્તમ છે : તે વાત પણ સકળ સંપ્રદાયમાં પ્રસિદ્ધિ પામી હતી. આમ સ્વામીએ સહિત નારાયણ અર્થાત્ સ્વામિનારાયણ, અક્ષરે સહિત પુરષોત્તમ અર્થાતુ અક્ષરપુરુષોત્તમ બંને પર્યાયવાચી શબ્દોની પ્રસિદ્ધિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદસ્વામી તથા સહજાનંદસ્વામીરૂપે થઈ છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે બંધાવેલ દેશ વિદેશના ૫૦૦ જેટલાં મંદિરોમાં આ બંને સ્વરૂપો પધરાવાયાં છે. લંડનનું સ્વામિનારાયણ મંદિર પણ આ બંને સ્વરૂપોની મૂર્તિઓ દ્વારા જ પ્રસિદ્ધિ પામ્યું છે, તે વાતનું બીજ પણ શ્રીજીમહારાજે આ નવી આવૃત્તિરૂપ શિક્ષાપત્રીમાં જણાવ્યું છે. તે શ્લોક ક્રમાંક ૧૦૯ તથા ૧૧૦માં જણાવે છે કે
તે પરમાત્મા રાધાએ સહિત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા, રુકિમણીએ સહિત હોય ત્યારે લક્ષ્મીનારાયણરૂપે જાણવા, અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણરૂપે જાણવા, બળદેવ વગેરે ભક્તોની સાથે તે તે નામથી જાણવા.”
તમામ વૈષ્ણવ સંપ્રદાયો રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણરૂપે તે તે સ્વરૂપોને સમજે જ છે. તેથી ભગવાન સ્વામિનારાયણે કશું નવું કહ્યું હોય તેવું લાગે નહીં, પરંતુ તેઓ અહીં બીજરૂપે પોતાના ઉત્તમ ભક્ત સહિત પોતાની વાત કરે છે, જે વાત વચ.ગ.મ.૨૧માં, વચ.વ.૨માં તથા વચ.ગ.પ્ર.૭૧માં તેમણે જણાવી છે.