________________
Vol. XXXv, 2012 સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઇતિહાસ
141 સત્સંગિજીવન, વેદરસ , સ્વામીની વાતો વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. આમ શિક્ષાપત્રીમાં
જીવ, માયા, ઈશ્વર: આ ત્રણ તત્ત્વનું સ્પષ્ટ નિરૂપણ છે અને ઈશ્વરો તથા બ્રહ્મનું બીજરૂપે નિરૂપણ શ્લોક૨૧૨ ની નવી આવૃત્તિમાં મૂકી તેનું વિશેષ નિરૂપણ ભાવિ ગ્રંથો પર છોડ્યું છે. ધ્યેય-લક્ષ્ય
દરેક સંપ્રદાયોનું કોઈને કોઈ અંતિમ લક્ષ્ય હોય છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અંતિમ લક્ષ્યની વાત અદ્ભૂત નિરૂપી છે, જેમાં ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, પુરાણો, ધર્મશાસ્ત્રો તથા અન્ય શાસ્ત્રોને નિચોડ મૂક્યો છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી તો પોતાના ઉપદેશમાં વારંવાર ભગવાન સ્વામિનારાયણે ૧૧૬માં શ્લોકમાં દર્શાવેલ લક્ષ્યની વાત કરતા.૪૫ આ લક્ષ્ય નીચે મુજબ છે.
निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् । ..
विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा ॥ ११६ ॥ શિક્ષાપત્રીમાં ધર્મની બાબતો, વિધિ-નિષેધની બાબતોમાં જ મનુષ્યો ન અટવાઈ જાય અને વિધિનિષેધરૂપ પ્રાથમિક સોપાન સર કરી પોતાના આત્માને શૂળ, સૂક્ષ્મ અને કારણ આવા ત્રણ ગુણાત્મક દેહોથી પર થઈને બ્રહ્મરૂપ સત્પરુષ સાથે આત્મબુદ્ધિ દ્વારા એકતા સાધીને અક્ષરબ્રહ્મ પુરુષની જેમ જ ભગવાનની ભક્તિ કરે તેવો આદેશ આપે છે. સાધારણ રીતે આ પ્રકારનું વિધાન કરવી જોઈએ અથવા આ પ્રકારની ભક્તિ કરવી તે અમારો સિદ્ધાંત છે' તેમ કર્યું હોય તો પણ ચાલત. પરંતુ શ્રીહરિ આ ૨૧૨ શ્લોકની શિક્ષાપત્રીમાં આ આદેશાત્મક વિધાન દ્વારા ભક્તોને અંતિમ લક્ષ્ય તરફ દિશા ચીંધે છે. તેમણે સદ્દગુરુ પ્રેમાનંદસ્વામી પાસે “નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ....' પ્રાર્થના લખાવડાવી. દરરોજ સાંજે સંધ્યા સમયે તેનું ગાન કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ પ્રાર્થનામાં આવતા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનો અર્થ પણ વચ.લોયા. ૧૨માં ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક પ્રમાણે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી તેવો જ કર્યો છે. બીજરૂપ અન્ય વિગતો સર્વોપરી-સર્વઅવતારના અવતારીપણું
( શિક્ષાપત્રી સર્વજનસાધારણ હોવાથી તમામ મુમુક્ષુઓને સવિશેષ ગ્રાહ્ય થાય તે હેતુથી અમુક બાબતો પૂર્વેના આચાર્યોએ પ્રવર્તાવી હોય તે જ રીતે ભગવાન સ્વામિનારાયણે લખી છે. તેમ છતાં, પોતે વચનામૃત દ્વારા પ્રવર્તાવેલ વાતનાં બીજ શિક્ષાપત્રીમાં અવશ્ય મળે છે. તેવી જ રીતે પોતાના સમકાલીન અનન્ય શિષ્યો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી, મુક્તરાજ ગોપાળાનંદ સ્વામી વગેરેએ જણાવેલ વાતોનાં પણ બીજ મળે છે. જેમ કે – સર્વોપરી-સર્વતારના અવતારીપણું.
સ્વામિનારાયણ ભગવાન રામ, કૃષ્ણાદિક અવતારોથી ભિન્ન છે તથા પર છે તેવી વાતો તેમણે જ વચ.ગ.મ.૯, ૧૩,ગ.એ.૩૮ વગેરેમાં પ્રવર્તાવી છે. ગુણાતીતાનંદસ્વામી તથા ગોપાળાનંદસ્વામીએ તેમના ઉપદેશોમાં આ વાતોને સંગ્રહી છે. આ ઉપદેશના સંગ્રહરૂપ વાર્તાસાહિત્યમાં તે પ્રાપ્ત થાય છે. આ