SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 140 સાધુ શ્રુતિપ્રકાશદાસ SAMBODHI સ્વામિનારાયણ “માં વિશિષ્ટત છે' (શ્લોક-૧૨૧) તેમ આગળ જણાવે છે. તેથી અહીં વિશિષ્ટત માં દર્શાવેલ ત્રણ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, તે સાધારણ મુમુક્ષુઓની જૂની સમજણ તૂટતાં આંચકો ન લાગે તે હેતુથી જ કર્યું છે. પરંતુ તેમનો સિદ્ધાંત રામાનુજાચાર્યે નિરૂપેલ ત્રણ તત્ત્વરૂપ વિશિષ્ટાદ્વૈતથી ભિન્ન અને અધિક ઉદાત્ત છે, જે તેમણે સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં નિરૂપ્યું છે. ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે શ્લોક-૨૧૨ ની શિક્ષાપત્રી લખવાથી પણ સંપ્રદાયની તમામ બાબતો પર પ્રકાશ વિસ્તારથી તો ન જે પાડી શકાય. તેથી તેમણે સંપ્રદાયના અન્ય ગ્રંથો થકી આનો વિસ્તાર સમજવો તેમ જણાવ્યું. સાથે સાથે શિક્ષાપત્રીમાં તેનાં બીજ પણ મૂકી દીધાં. અહીં નિરૂપેલ ત્રણ તત્ત્વના લક્ષણોમાં અને આગળના શ્લોકોમાં સ્પષ્ટપણે પાંચ તત્ત્વનાં બીજ દેખાય છે. જેમ કે - ઈશ્વરનું લક્ષણ કરતાં તેઓ કહે છે કે “ શેયઃ સ્વતંત્ર શડસ સર્વમ79: ' અર્થાત્ સ્વત અને સર્વકર્મના ફળ આપનારને ઈશ્વર જાણવા. સત્સંગિજીવન, વેદરસ,” વચનામૃત, આ બધા સાંપ્રદાયિક ગ્રંથોને આધારે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનું નિરૂપણ જોવા મળે છે. અર્થાત માયાની નીચે જીવ તથા ઈશ્વર બે તત્ત્વો છે. માયાથી પર બ્રહ્મ અને પરબ્રહ્મ બે તત્ત્વો છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં ઈશ્વરનું નિરૂપણ કરતાં, તેનાં વિશેષણો અંતર્યામી, સર્વકર્મફળપ્રદ તથા સ્વતન્ન: આ ત્રણ આપે છે. માયાથી નીચે જણાવેલ ઈશ્વરો પણ પોતાના કાર્યક્ષેત્રરૂપ બ્રહ્માંડના અંતર્યામી તથા બ્રહ્માંડમાં રહેલ જીવોનાં કર્મનાં ફળ આપવા સમર્થ છે. તેથી માયાની નીચે જણાવેલ ઈશ્વરોમાં આ લક્ષણમાં જણાવેલ બે વિશેષણો લાગુ પડે છે. પરંતુ સ્વતન્ત્ર શબ્દ ઈશ્વરોનું વિશેષણ બની શકતો નથી. તેઓ આ બ્રહ્માંડમાં પણ માયાથી પર એવા પરમેશ્વર-પરબ્રહ્મ તથા અક્ષરબ્રહ્મની આજ્ઞાથી જ કાર્ય કરે છે તેથી પરતત્ર છે. આ એક વિશેષણ તેમને લાગ્યું ન પડતું હોવાથી સ્વતંત્ર ઇશ્વર' શબ્દથી શિક્ષાપત્રીમાં ઈશ્વરનું અર્થાત્ પરમેશ્વરનું લક્ષણ કર્યું છે, તેમ આપણે કહી શકીએ છીએ. શ્રીજીમહારાજે પણ “સ્વતન્ત્ર' આ શબ્દ જાણી જોઈને જ મૂક્યો છે. જો પરબ્રહ્મ-પરમાત્મા સિવાય કોઈ અન્ય ઈશ્વર ન હોત તો તેમને આ ઈશ્વરનું લક્ષણ લાગુ પડવાની સંભાવના જ ન હતી અને સ્વતન્ત્ર' શબ્દ મૂકવાની જરૂર ન હતી. પરંતુ જીવ પછી ઉપરની કક્ષાએ અને માયાથી નીચેની કક્ષાએ બ્રહ્માંડ ઉત્પાદન કાર્યમાં જોડાયેલ ઈશ્વરો પરમેશ્વરથી જુદા છે, પરતંત્ર છે અને ન્યૂન છે તે જણાવવા માટે અને તેની અહીં શ્લોકમાં ગણના ન કરી બેસે તે હેતુથી જ “સ્વતન્ત્ર' શબ્દ મૂકીને શ્રીજીમહારાજે જીવો પછીના ઈશ્વરનું અસ્તિત્વનું બીજ શિક્ષાપત્રીના શ્લોકમાં મૂકી દીધું છે. તે જ રીતે શિક્ષાપત્રીના ૧૧૬માં શ્લોકમાં ‘નિગાત્માનું વ્રરૂપમ્' આ શ્લોકમાં ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના જીવાત્માની બ્રહ્મરૂપે વિભાવના કરવાનો આદેશ આપે છે. આ શ્લોકમાં ત્રણ દેહથી વિલક્ષણ એવા સાધક જીવાત્માને ઉદ્દેશીને પરમાત્માની ભક્તિનો આદેશ આપે છે. અર્થાત્ ત્રણ દેહરૂપ માયા, સાધક, જીવાત્મા તથા પરમાત્મા આ ત્રણ તત્ત્વનું નિરૂપણ અહીં આવે છે. પરંતુ “બ્રહ્મરૂપે વિભાવના' શબ્દમાં બ્રહ્મ શું? તે પ્રશ્ન શિક્ષાપત્રીમાં તેમણે જાણી જોઈને જ અણઉકેલ્યો રહેવા દીધો છે. તે બ્રહ્મ અર્થાત્ માયાથી પર અને પરબ્રહ્મના ઉત્તમ ભક્ત તથા ધામ છે, જેનું નિરૂપણ વચનામૃત ૧,
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy