________________
137
Vol. XXXV, 2012
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઇતિહાસ અન્યધર્મસમાદર
તે સમયમાં વૈષ્ણવ અને શૈવસંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ઘણું અંતર પડી ગયું હતું, બંનેના આશ્રિતો ઘણા સ્થળે લડતા હતા. સમાજની આર્થિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિમાં વિનરૂપ આ ખોટી સાંપ્રદાયિક દુરાગ્રહિતાને દૂર કરવા માટે પણ નવી આવૃત્તિમાં તેમણે નિર્ણય કર્યો. જેમાં ૧. શિવાલય વગેરે દેવમંદિરોમાં આદર થકી દર્શન કરવા. (શ્લોક-૨૩)
૨. શિવ અને વિષ્ણુની એકતા સમજવી. (શ્લોક-૪૭) ૩. વિષ્ણુ, શિવ, ગણપતિ, સૂર્ય અને પાર્વતીને પૂજવા. (શ્લોક-૮૪) ૪. શ્રાવણ માસમાં શિવજીનું બિલિપત્ર વડે પૂજન કરવું અથવા કરાવવું. (શ્લોક
૧૫૦). આવા શ્લોકો દ્વારા પોતાના અનુયાયીવર્ગમાં વિષ્ણુ અને શિવ બંને પ્રત્યે આદરની ભાવના ઉભી
કરી.
ગુરુમહિમા
સંપ્રદાયનું મૂળ ગુરુપરંપરા કહેવાતી હોય છે. તેથી ગુરુદેવ પ્રત્યે સદાય સન્માનપણું રહે તે હેતુથી ગુરુદેવ તથા ગામનો રાજા, વૃદ્ધ, તપસ્વી, ત્યાગી વગેરેને સન્માન આપવાની આજ્ઞા કરી. ક્યારેય તેમનું અપમાન ન કરવું તેવો આદેશ આ નવી આવૃત્તિમાં ઉમેર્યો તથા તેમના દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું (શ્લોક-૩૭, ૬૯, ૭0). તે જ રીતે ધર્મકુળમાંથી સ્થાપન કરેલ બંને આચાર્યના સન્માન અંગે આદેશ આપતાં કહ્યું કે તે આવે ત્યારે લેવા જવું અને વિદાય થાય ત્યારે વળાવવા જવું. આ પ્રકારે વડીલ ઉપદેશક, ગુરુના સન્માનમાં ઉમેરો કર્યો. (શ્લોક ૭૧-૭૨) સંપ્રદાયમાન્ય શાસ્ત્રોની ગણનામાં ઉમેરો તથા સુધારો
શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ ભગવદ્ગીતા, વિષ્ણુસહસ્રનામ તથા વિદુરનીતિ : આ ચાર શાસ્ત્રો ૧૪૫ શ્લોકવાળી શિક્ષાપત્રીમાં હતાં તે જ રહેવા દીધાં. ચાર વેદ તથા વ્યાસસૂત્રોનો ઉમેરો કર્યો, બ્રહ્મવૈવર્ત પુરાણનો કૃષ્ણજન્મખંડ તથા મહાભારતના નારાયણીયોપાખ્યાનને સ્થાને યાજ્ઞવક્યસ્મૃતિ તથા સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં આવેલ વાસુદેવમાહાસ્યનો ઉમેરો કર્યો.
સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન હવે સમાજના માનસમાં સ્થિર થતું જતું હતું, શાસ્ત્રોમાં તેના મૂળ હતાં જ. પરંતુ સંપ્રદાયના આશ્રિત સંત-હરિભક્તો દ્વારા જ તેનું વિશેષ સંશોધન થાય, સ્વામિનારાયણ સ્વયં ભગવાન હતા, વેદોમાં આ જ પરમાત્માનું વર્ણન કર્યું છે તેમ છતાં, સમાજમાં સ્વીકારાયેલ વેદો તથા બ્રહ્મસૂત્ર દ્વારા તત્ત્વજ્ઞાનનું સંશોધન થાય અને સંપ્રદાયને બહારના વિદ્વાનો પણ વૈદિક તરીકે માન્ય ગણે તેવા જ કંઈક સમાજ કલ્યાણના આશયથી વેદો અને બ્રહ્મસૂત્રોને નવી આવૃત્તિમાં સ્થાન આપ્યું.