________________
136
સાધુ શ્રુતિપ્રકાશદાસ
SAMBODHI
આ સમય દરમ્યાન ધોલેરાના દરબાર પુંજાભાઈ તથા પંચાળાના દરબાર ઝીણાભાઈની વિનંતીથી ધોલેરા તથા જૂનાગઢમાં મંદિર કરવા માટે આષાઢી સંવત ૧૮૮૨ના પ્રારંભમાં આષાઢ માસમાં, ગઢપુરમાં શ્રીજીમહારાજે સંમતિ આપી હતી.
આવી રીતે ફક્ત ત્રણ વર્ષના ગાળામાં સંપ્રદાયની પ્રગતિ, વૈચારિક સમૃદ્ધિ, સમાજમાં પ્રભાવ, સ્થાવર મિલકતમાં વૃદ્ધિ વગેરે ઘણું કાર્ય થયું હતું.
ભગવાન સ્વામિનારાયણ આ બધું જ જોઈને સંપ્રદાયનાં મૂળ ઊંડા જાય તેવું વ્યવસ્થાતંત્ર બનાવવા હજુ સવિશેષ આતુર હતા, તેથી તેમણે ૧૪૫ શ્લોકની શિક્ષાપત્રીની જ વિશેષ પ્રકારે સુધારેલ આવૃત્તિ બનાવવાનું વિચાર્યું. જેમાં નવા બનાવેલ આચાર્યોનાં કર્તવ્યોમાં મંદિરની પૂજાવિધિ વગેરે ઉમેરવાં, સંપ્રદાયના માન્ય કરેલ ગ્રંથોમાં વધારે પ્રસિદ્ધ ગ્રંથોનો સમાવેશ કરવો, અન્ય સંપ્રદાયો સાથે સંવાદિતા, વધારવી, સંપ્રદાયના ચિહ્નરૂપ તિલક-ચાંદલાને શાસ્ત્રીયતા બક્ષવી તથા ગુરુનો મહિમા વધારવો, સંપ્રદાયના તત્ત્વજ્ઞાન અંગે પણ થોડી માહિતી આપવી. આવા વિચારોથી તેમણે આષાઢી સંવત ૧૮૮૨ના મહા સુદ પાંચમ વસંતપંચમીના દિવસે ૨૧૨ શ્લોકોની શિક્ષાપત્રી આપી. ૨૧૨ શ્લોકની દ્વિતીય આવૃત્તિરૂપ શિક્ષાપત્રીની પ્રથમ આવૃત્તિની દૃષ્ટિએ વિશેષતાઓ
પૂર્વે જણાવ્યા મુજબ ૧૯૭૯ થી ૧૯૮૨નો સમયગાળો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ પ્રગતિશીલ બની રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે આ સમયગાળા દરમ્યાન સંપ્રદાયને
યાવર્નન્દ્રવિજરી' (સૂર્ય ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી) સ્થિરતા બક્ષવા માટેના પ્રયાસો કર્યા હતા. જે શિક્ષાપત્રીની ૨૧૨ શ્લોકાત્મક નવી આવૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે. જેમાં મુખ્ય-મુખ્ય વિચારો આ પ્રમાણે હતા. ઊર્ધ્વપુણ્ડતિલક તથા કુંકુમનો ચાંદલો (શ્લોક. ૪૧-૪૬)
રામાનંદ સ્વામી, તેમના સમાગમમાં આવેલ ધર્મદેવ અને તેમના વંશરૂપ સહજાનંદ સ્વામી પહેલેથી જ ભગવાનના ચરણકમળરૂપ ઊર્ધ્વપુંડતિલક તથા ઉત્તમ ભક્ત એવા લક્ષ્મીજીના પ્રતીકરૂપ તિલકની મધ્યમાં કુમકુમનો ચાંદલો કરતા હતા. તેમ સંપ્રદાયના ગ્રંથોમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વળી પંચાળામાં આષાઢી સંવત ૧૮૭૭માં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામીને તિલક કરીને સંતોને પોતાનો આદર્શ બતાવ્યો હતો. તે તિલક ચાંદલો વૈષ્ણવ સંપ્રદાયમાં ઊર્ધ્વપુંડ્રતિલક" તરીકે પ્રસિદ્ધ હતો તેને જ મહારાજે વિશેષપણે અપનાવ્યો અને શાસ્ત્રીયતા બક્ષવા નવી શિક્ષાપત્રીની આવૃત્તિમાં સ્થાન આપ્યું.
રામાનુજાચાર્ય દ્વારા પ્રવર્તિત શ્રીવૈષ્ણવ સંપ્રદાયમાં શરીરના ૧૨ અંગોએ તિલક કરવાની વાત નોંધાઈ હતી. અહીં વ્યવહાર-સંસારનાં કાર્યોમાં ગૂંથાયેલ લોકોને વિશેષ અનુકૂળ થાય તે હેતુથી ચાર સ્થળે (બે હાથ, કપાળ અને છાતી પર) તિલક-ચાંદલો કરવા શિક્ષાપત્રી શ્લોક ૪૦ થી ૪૬ માં આદેશ આપ્યો. ચારેય વર્ણ પ્રમાણે પણ તેની વિશિષ્ટ વ્યવસ્થા તે સમયના સમાજને અનુરૂપ આપી.