________________
Vol. XXXV, 2012 સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઇતિહાસ
135 આમ આ ૧૪૫ શ્લોકની શિક્ષાપત્રીમાં આશ્રિતવર્ગના તમામ વિભાગો, તમામ વર્ગો તથા તમામ આશ્રમોના ધર્મો સમાવી દીધા છે.. શિક્ષાપત્રીની પ્રથમ આવૃત્તિ તથા બીજી આવૃત્તિ વચ્ચે થયેલ વિશિષ્ટ કાર્યો
આ શિક્ષાપત્રી રચાયા પહેલાં કાળુપુર, અમદાવાદમાં આષાઢી સંવત્ ૧૮૭૮ ફાગણ સુદ-૩, સોમવાર, તા.૨૪-૨-૧૮૨૨ ના રોજ શિખરબદ્ધ મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમના અંશ સમાન નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી.૧૫ અને આ મંદિરનો વહીવટ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદસ્વામી અર્થાત્ વિશ્વભર ભટ્ટના દીકરા ગોપી ભટ્ટ સંભાળતા હતા. શ્રીહરિએ ગોપીભટ્ટને કાચો દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. તેથી આ શિક્ષાપત્રીમાં સંપ્રદાયની સ્થાવર મિલકત અંગેનો કોઈ નિયમ દર્શાવ્યો નથી. જો કે શ્રીહરિની પંચાળામાં બિમારી અને તે દરમ્યાન શાસ્ત્ર, મંદિરો અને વારસદાર નીમવાનો સંકલ્પ પણ આષાઢી સંવત ૧૮૭૯, ફાગણ સુદી પડવો, ગુરુવાર તા.૨૬-૨૧૮૨૬ના દિવસે કર્યો હતો. આ શિક્ષાપત્રી રચાયા બાદ થોડાક ઐતિહાસિક પ્રસંગો બની ગયા હતા. - સંપ્રદાયમાં વૈચારિક પાસુ મજબૂત બનવા લાગ્યું, સ્થાવર મિલકત પણ વધવા લાગી. જેમ કે
ધર્મકુળ (રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈના પરિવાર)નું આગમન, કારીયાણી, આષાઢી સંવત ૧૮૮૦ કાર્તિક કૃષ્ણ પક્ષ. ૧૮ ઈચ્છારામભાઈના પુત્ર સીતારામને ઉત્તરાધિકારી બનાવ્યા, ગઢપુર, આષાઢી સંવત્ ૧૮૮૦ પોષ માસ.૧૯ વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા. આષાઢી સંવત ૧૮૮૧, કારતક સુદ-૧૨, ગુરુવાર, તા. ૩-૧૧-૧૮૨૪.૨૦ ગોપીનાથ ભટ્ટને અમદાવાદ નરનારાયણના મંદિરના વહીવટમાંથી છૂટા કર્યા. આષાઢી સંવત ૧૮૮૧, ફાગણ માસ. બિશપ હેબર સાથે મુલાકાત, નડીયાદ. અષાઢી સંવત્ ૧૮૮૧, ચૈત્ર સુદ-૭, રવિવાર, તા. ૨૬-૩-૧૮૨૫૨૧ ભગવાન સ્વામિનારાયણના કરકમળથી ગઢડામાં મંદિરનું ખાતમુહૂર્ત. આષાઢી સંવત્ ૧૮૮૧, જેઠ સુદ-૧૧.૨૩ રામપ્રતાપભાઈ દીકરા અયોધ્યાપ્રસાદજી તથા ઈચ્છારામભાઈના પુત્ર રઘુવીરજીને આચાર્ય બનાવ્યા. આષાઢી સંવત્ ૧૮૮૨, કારતક સુદ-૧૧, મંગળવાર, તા. ૨૧-૧૧-૧૮૨૫.૪ ૧૮૭૭ માગશર સુદ-૩ના રોજ લોયામાં ભગવાન સ્વામિનારાયણને દેખાડેલ વચનામૃત ગ્રંથને અનુસાર વરતાલના-૨ પ્રકરણ સુધીનો વચનામૃત ગ્રંથ સંપાદિત થયો. આષાઢી સંવત્ ૧૮૮૨, મહા સુદ-૩.૨૫