SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 134 SAMBODHI સાધુ શ્રુતિપ્રકાશદાસ * સંવત્ ૧૮૭૨ - આજ્ઞાપત્ર વિના દર્શને ન આવવું.૧૦ આવી રીતે ધર્મસંબંધી, શાસ્ત્રપઠનસંબંધી, ભક્તિસંબંધી આજ્ઞાઓ પ્રવર્તાવતા હતા. સત્સંગ સમુદાય વધવા લાગ્યો, ભગવાન સ્વામિનારાયણના ભાઈઓ ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈ પણ મુક્તાનંદ સ્વામી વગેરે વડીલ સંતોની અત્યંત ઈચ્છાથી સંવત્ ૧૮૭૭માં આવી ગયા હતા.૧૧ શ્રીહરિએ વાસુદેવાનંદ બ્રહ્મચારીને પોતાની ગાદીએ વારસદાર તરીકે નીમવાનો પ્રયાસ પણ કર્યો હતો. હવે સંતો હરિભક્તોની અત્યંત ઈચ્છાથી આ બાબતમાં પણ કંઈક વિચારો પ્રવર્તી રહ્યા હતા છતાં વારસદાર તરીકેની સ્કૂલ બાંધણી નક્કી થઈ ન હતી. ભગવાન સ્વામિનારાયણે રચેલ શિક્ષાપત્રીની પ્રથમ આવૃત્તિ આ સમય દરમ્યાન, ભગવાન સ્વામિનારાયણે સદાચાર સંબંધી આજ્ઞાઓ તથા સંપૂર્ણ સંપ્રદાયને લાંબા સમય સુધી ટકાવી રાખે તેવી આશાઓને શાસ્ત્રરૂપે આપવાનો વિચાર કર્યો. અષાઢી સંવત ૧૮૭૯ના વસંત પંચમીના દિવસે તેમણે “૧૪૫” શ્લોકની એક નાની પુસ્તિકા લખી, જેમાં લોજના આશ્રમના સમયથી અપાતી રહેલી આજ્ઞાઓને સંકલિત કરીને પોતે જ ગૂંથી હતી. આ પુસ્તિકાનું નામ સ્વયં શ્રીહરિએ જ શિક્ષાપત્રી આપ્યું હતું. આ શિક્ષાપત્રીના શ્લોકોમાં નીચે મુજબનું ધર્મસંબધી વર્ણન પ્રાપ્ત થાય છે. ૧ - ૧૦ પૂર્વભૂમિકા – મંગલાચરણ વગેરે. ૧૧ - ૭ર સાધારણ મનુષ્ય માત્રને પાળવાના ધર્મો. ૭૩ - ૮૨ ધર્મવંશી બ્રાહ્મણોના ધર્મો. ૮૩, ૮૪ ધર્મવંશી બ્રાહ્મણોની સ્ત્રીઓના ધર્મો. ૮૫ - ૯૫ ગૃહસ્થના ધર્મો. રાજાના ધર્મો. ૯૭ - ૧૦૦ સુવાસિની સ્ત્રીઓના ધર્મો. ૧૦૧ - ૧૦૯ વિધવા સ્ત્રીઓના ધર્મો. ૧૧૦ - ૧૧૧ સધવા તથા વિધવા સ્ત્રીઓના ધર્મો. ૧૧૨ - ૧૨૫ વર્ણ-બ્રહ્મચારીના ધર્મો. ૧૨૬ - ૧૩૩ સાધુઓના ધર્મો. ૧૩૪ - ૧૩૯ વર્ણી તથા સાધુઓના ધર્મો. ૧૪૦ - ૧૪૫ ઉપસંહાર - શિક્ષાપત્રી લખ્યાની તિથિ-વર્ષ વગેરે.
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy