SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 133 Vol. XXXy, 2012 સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઇતિહાસ થોડા દિવસ બાદ આશ્રમની દીવાલમાં અગ્નિની આપ-લે માટેનું કાણું જોયું, તેમાં ત્યાગીઓને ગૃહસ્થ સ્ત્રીનો સીધો જ સંબંધ દેખાતાં દીવાલમાં નહીં પણ ધર્મમાં છીદ્ર માની તે કાણું પૂરાવ્યું. આવી રીતે વર્ણએ ધર્મ સંબંધી આશ્રમોના નિયમોમાં ફેરફાર કરાવ્યા. આ વર્ણ એટલે જ ભગવાન સ્વામિનારાયણ અને આ ધર્મની આજ્ઞાઓનો પ્રારંભ એટલે જ શિક્ષાપત્રી રચનાની પૂર્વપીઠિકા. ભગવાન સ્વામિનારાયણ સમજતા હતા કે તત્ત્વજ્ઞાન વિષય સમજવો કઠણ છે. જો કે પાયો તેના પર જ રચાય છે તેમ છતાં, સમાજની દૃષ્ટિ તત્ત્વજ્ઞાન કરતાં આચરણ પર વિશેષ હોય છે. જો સંપ્રદાયના આચારો સારા હશે તો સમાજ સ્વીકારશે. જો કે વિચારો સારા હોય તો જ આચારો સારા રહે. તેમ છતાં, બહારથી આચારની જ પ્રધાનતા રહેવાની. તેથી જ વર્ણીએ આવીને તરત તત્ત્વજ્ઞાન જાણી લીધું અને ત્રીજા દિવસથી જ આચારમાં ફેરફાર કરાવવા લાગ્યા. સ્વયે રામાનંદ સ્વામીની હયાતીમાં આષાઢી સંવત્ ૧૮૫૭માં વસંત પંચમી પછીની સભામાં સાધુઓએ ધન ન રાખવા અંગે આજ્ઞા કરી. શીતળદાસના ગુરુ જાનકીદાસે એક સોનામહોર અને અર્ધા રૂપિયો રાખ્યો હતો. જાનકીદાસના મૃત્યુ બાદ સાપના કણા રૂપે સોનામહોર અને અર્ધા રૂપિયા ફરતે ગુરુને બતાવી શીતળદાસના વિષે સંતોને તેમણે આ નિયમ દેઢાવ્યો હતો.' રામાનંદ સ્વામીના દેહવિલય બાદ અષાઢી સંવત ૧૮૫૯ની પ્રબોધિની એકાદશીને દિવસે હરબાઈ અને વાલબાઈ નામની એંસી વરસની વૃદ્ધ ત્યાગી સ્ત્રીઓને પણ સભામાં બેસવાની અને પુરુષોને વાત કરવાની મનાઈ ફરમાવી અને બંને સ્ત્રીઓએ આ આજ્ઞા ન માનતાં તેમને સંપ્રદાયથી વિમુખ જાહેર કરી.' આમ તેમણે ધર્મ-નિયમની વિશેષતા જણાવી હતી, જે શિક્ષાપત્રીના પાયારૂપ હતી. શ્રીહરિની પત્રરૂપી આશાઓ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી લાખો મનુષ્યો તેમનામાં આકર્ષાતા, ઉત્તરપ્રદેશથી તથા ભારતના ઘણા ખરા રાજ્યોમાંથી મુમુક્ષુઓ આવતા, તેમની પાસે દીક્ષા લેતા, ગુજરાતના ઘણા ગામોમાં આ સાધુઓએ સત્સંગ કરાવ્યો. આશ્રિતોની સંખ્યા વધી, સંતોની સંખ્યા પણ ધીરે-ધીરે વધવા લાગી હતી. શ્રીહરિ પત્રો દ્વારા નિયમ ધર્મની દઢતાની વાતો વિશેષ પ્રવર્તાવતા હતા. તે પત્રો જ શિક્ષાપત્રી રચાતાં પહેલાંના ધર્મ-આજ્ઞા રૂપે સ્વીકારાતા હતા. બીજો પત્ર આવે ત્યાં સુધી સત્સંગી, સંતો હરિભક્તો તમામ પહેલા આવેલ પત્ર પ્રમાણે આજ્ઞા પાળતા હતા. એ પત્રોના થોડા નમૂનારૂપ અંશો - સંવત્ ૧૮૬૨ - જીવાત્મામાં અક્ષરબ્રહ્મના ગુણો ધારવા. * સંવત્ ૧૮૬૪ - સાંખ્યયોગી ભક્તોએ સૂતી વખતે ગોદડું પાથરવું. * સંવત્ ૧૮૬૭ - અવતારને પ્રતિપાદન વિનાના ગ્રંથ છે, તે કલ્યાણને અર્થે ન માનવા.૯
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy