SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 138 સાધુ શ્રુતિપ્રકાશદાસ SAMBODHI તેવી જ રીતે ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર વર્ણવ્યાં હોવાથી કૃષ્ણજન્મખંડરૂપ બ્રહ્મવૈવર્તપુરાણના ભાગને બદલે હિન્દુધર્મમાં સદાચાર નિરૂપણની દષ્ટિએ અધિક માન્ય સ્મૃતિગ્રંથોમાંથી સવિશેષ અહિંસાનું પ્રતિપાદન કરનાર યાજ્ઞવક્યસ્મૃતિને સ્થાન આપ્યું. મહાભારતના નારાયણીયોપાખ્યાનમાં આવતા લગભગ તમામ સિદ્ધાંતોને આવરીને એકાંતિક ધર્મની તથા ભગવાનના ભજનની રીતને વિશેષ સમજાવતો વાસુદેવમાહાસ્ય ગ્રંથ તેમણે નારાયણીયોપાખ્યાનને બદલે આઠ સતુશાસ્ત્રોમાં સ્વીકાર્યો. આમ, છ સશાસ્ત્રને બદલે આઠ સતશાસ્ત્રને સ્વીકારી સંપ્રદાયની શાસ્ત્રીય દષ્ટિએ સાર્વત્રિકતાને વિસ્તારી. એકાંતિક ધર્મનું નિરૂપણ તથા તાત્ત્વિક અન્ય વિગતો ( શિક્ષાપત્રીની નવી આવૃત્તિમાં સૌથી ધ્યાન ખેંચતું પાસું છેઃ દાર્શનિક વિચારસરણી. શ્રીહરિ લોજમાં આવ્યા ત્યારે જ તેમણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મના સ્વરૂપ નિરૂપણ અંગે પ્રશ્નો પૂછી પોતાની દાર્શનિક વિચારસરણી પ્રગટ કરી હતી. દાર્શનિક બાબતો સમજવી અને સમજ્યા પછી પૂર્વે સ્વીકારેલ માન્યતાનો ત્યાગ કરીને નવી જણાતી માન્યતાને આત્મસાત કરવી ખૂબ જ કઠિન કાર્ય છે. તે શ્રીજીમહારાજ સારી રીતે જાણતા હતા. વળી તેમને ખ્યાલ હતો કે સદાચારના નિયમો તત્ત્વજ્ઞાનના વિચારોની અપેક્ષાએ સમાજમાં જલદી ફેલાવવા જરૂરી છે. તેથી શિક્ષાપત્રીની પ્રથમ આવૃત્તિમાં ફક્ત સદાચારના નિયમો જ તેમણે લખ્યા હતા. આ બીજી આવૃત્તિમાં પણ મુખ્યત્વે સદાચારના નિયમો જ લખ્યા છે. છતાં તાત્ત્વિક બાબતોને અવગણવી અથવા તો તાત્ત્વિક બાબતોને બદલે સદાચારની જ વાતો કરવી તે યોગ્ય ન હતું. તેથી અહીં તાત્ત્વિક બાબતોને પણ સ્થાન આપ્યું. જો કે, ભગવાન સ્વામિનારાયણે સમાજની નાડને પારખીને વિદ્યાલૅન પતે' એ નિયમ અનુસારે પોતાની દાર્શનિક મૌલિક વિચારધારાનો ફક્ત અહીં નિર્દેશ કર્યો છે. શિક્ષાપત્રીની જ ત્રીજી આવૃત્તિ ન કરવી પડે તે હેતુથી “સંપ્રદાયના શાસ્ત્રો થકી આનો વિસ્તાર સમજવો' તેમ ઉપસંહાર ભાગમાં ૨૦૩મો શ્લોક ઉમેરી અહીં ઇતિશ્રી માન્યું. તેમણે અહીં જણાવેલ તત્ત્વજ્ઞાન ભલે સંક્ષેપમાં હોય, તેમ છતાં સંપ્રદાયના શાસ્ત્રના વિસ્તારનો સારાંશ અવશ્ય આવી જાય છે, જેને વિસ્તારથી જાણીએ. ઉત્કર્ષપણાનાં વાક્યો માનવા વેદો અને ઉપનિષદો, સ્મૃતિઓ અને પુરાણો, પંચરાત્ર વગેરે આગમો અને ઇતિહાસગ્રંથો વગેરેમાં અનેક પ્રકારની વાતો વર્ણવી છે, જેમાં અલગ-અલગ ઋષિઓએ ભિન્ન-ભિન્ન સમયમાં, ભિન્ન-ભિન્ન આધ્યાત્મિક સ્થિતિમાં વર્ણવેલ વિચારો સમાયા છે. તેમાં બે પરસ્પર વિરોધી વાક્યો આવે ત્યારે કયું વાક્ય શ્રેષ્ઠ અને કયું વાક્ય ગૌણ તે બાબત સમજવી કઠણ પડે છે. આ પ્રકારના પ્રશ્નોના સમાધાન માટે ખાસ કરીને વેદોની શ્રુતિઓના અર્થનિર્ણય માટે રચાયેલ પૂર્વમીમાંસા તથા ઉત્તરમીમાંસા અર્થાત્ વેદાંતમાં અમુક પ્રકારની વ્યાખ્યાઓ કહી છે, જેના આધારે વિરોધી વાક્યોમાંથી કોને બળવાન અને ક્યા વાક્યને નિર્બળ સમજવું તેનો ખ્યાલ આવે છે. સંપ્રદાયમાં પણ ભગવાન સ્વામિનારાયણ જે
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy