________________
130 મહેન્દ્રકુમાર એ. દવે
SAMBODHI પ્રતિપદા ગુડી પડવોનું નિમ્બપત્રાશન તો આરોગ્ય માટે સુપ્રસિદ્ધ છે, અક્ષય તૃતીયાનું કૃષિ વિષયક મહત્ત્વ સુવ્યક્ત છે, નાગપંચમી વ્રત દ્વારા ખેતીને નષ્ટ કરનાર ઉંદરોના ઉપદ્રવના નિવારણ માટે નાગ (સર્પ) ની મહત્તા દર્શાવાઈ છે, મનસાદેવીના વ્રતમાં આંગણે કરાતી થુવરની પૂજા થુવરના કૃષિજન્તુ વિનાશક મહત્ત્વને લીધે કૃષિ માટેની તેની મહત્તા તથા ઉપયોગીતા સુસ્પષ્ટ થાય છે, ગણપતિને પ્રિય દૂર્વા કે ભાદરવા સુદ-૮ નું દૂર્વાવ્રત તેના સૌભાગ્ય તથા સંતાન પ્રાપ્તિની મહત્તા દર્શાવે છે. શ્રાવણમાસમાં શિવજીને ચઢાવાતી બીલીનું ઔદરિક રોગોમાં ચિકિત્સા તરીકે મહત્ત્વ તથા ચોમાસાના રોગો સાથેનો . બીલીનો સંબંધ સમજવા જેવો છે. અર્જુન વૃક્ષની ભૂરા તથા સફેદ રંગની છાલ પથ્યાદિ માટે ઉપયોગી હોવાનું સૂચવાયું છે'. અથર્વર્વેદમાં ઉલ્લેખિત પાઠા' નામની ઔષધિનું રાક્ષસોથી સુરક્ષા માટે ઇન્દ્ર કરેલું સેવન તથા કૌશિક સૂત્રમાં “અરલવૃક્ષની મણિ બાંધીને વિલ્બધ રોગનો પ્રયોગ અપાયો છે.
| નવરાત્રીમાં જ્વારા, વિજયાદશમીએ અપરાજિતા અને શમીનું પૂજન સ્વાથ્યની દૃષ્ટિએ વિચારવા રહ્યાં. રક્તની ઓછપમાં જવારાના રસનું પાન અસરકારક હોવાનું જણાવાયું છે. અશ્વત્થ, ઉદૂમ્બર, પ્લેક્ષ, આમ્ર અને વડની છાલના ઉકાળેલા પાણીથી કરાતા સ્નાનનું વિધાન ધાર્મિક કરતાં આયુર્વેદિક દૃષ્ટિકોણથી વિશેષ છે. આપણા ઉત્સવો તથા યજ્ઞો નવાન સાથે વધુ સંકળાયેલા છે. શરદપૂનમની જેમ હોળીનો ઉત્સવ નવાન સાથે સંકલિત છે. વસંતઋતુમાં આવેલ આમ્રમંજરી આંબાના મોરનું પ્રાશન, કેસૂડાંના જળથી સ્નાન રોગનિવારણ દૃષ્ટિએ અતિ મહત્ત્વનાં છે.
તૂટેલાં અંગોને જોડવા, દાગ્યા ઉપર કે ઘા ઉપર “રોહિણી' નામની ઔષધિનો ઉલ્લેખ પણ નોંધનીય છે. અપામાર્ગ નામની ઔષધિને આનુવંશિક રોગો તથા શત્રુઓના આક્રોશને દૂર કરનાર ગણાવી છે. અરણ્યદ્વાદશી, અશોક કલિકાત્યક્ષણ, અશોક દ્વાદશી - ષષ્ઠી - જેવાં વ્રતોમાં અશોકનું મહત્ત્વ સૂચવાયું છે. અશ્વત્થવ્રત - અશ્વત્થનો મહિમા ગાય છે, વટસાવિત્રી વ્રત સર્પ - વિષ ચિકિત્સામાં વડની ઉપયોગીતા ચરિતાર્થ કરે છે. અરોગહાવ્રતમાં પૂર્વાફાલ્યુની નક્ષત્રને રવિવારે આકડાના ફૂલથી સૂર્યનું આરાધન રોગમુક્તિ સાથે સંકળાયેલું છે, અભિશાપ મુક્તિ માટે ગુગ્ગલનો પણ ઉલ્લેખ મળે છે". તથા દિનરાત ઑક્સિજન અર્પનાર પીપળાના વૃક્ષને રોગોનો નિવારણ કરતો માન્યો છે. સ્વાથ્ય માટે સમિધાઓના હોમથી આદિત્ય શાંતિ પણ આરોગ્ય માટે હોવાનું સુવ્યક્ત છે. - ઉષા - સૂર્યવ્રતમાં કંદપુષ્પ, કદલીવ્રતમાં કેળની પૂજા, કમલષષ્ઠી-કમલ સપ્તમીમાં કમળથી સૂર્યની પૂજા, કરવીર વ્રતમાં કરેણ, કુંદ ચતુર્થીમાં કુંદપુષ્પ, કૂષ્માંડ દશમીએ કૂષ્માંડનાં પુષ્પોથી શિવની પૂજા, હરિતાલિકા વ્રતમાં વિવિધ પુષ્પો અને પત્રોથી ઉમા-શંકરની પૂજા, દમનક પૂજનમાં દમનક (ડમરા) નું આરોપણ, તુલસીવિવાહમાં તુલસીની અગત્ય, શ્યામા મહોત્સવમાં દ્રાક્ષને સ્થાન, સૌભાગ્ય પ્રાપ્તિ વ્રતમાં પ્રિયંગુથી સુવાસિત જળથી પૂજા, સૌભાગ્યાષ્ટકમાં ઇક્ષુ, નિષ્પાપ વગેરે અને હરકાલી વ્રતમાં જવના અંકુર - જ્વારાનું મહત્ત્વ, હલષષ્ઠીએ હળની તથા સીતા પૂજા દ્વારા હળથી ખેડેલા માલની પૂજા જેવાં અનેક વ્રતો – ઉત્સવોમાં - આર્યોનું - ભારતીયોનું જનજીવન વનસ્પતિ જગત સાથે આયુ - * વન ડુચ યવ તે પામ્યાતિસ્ય તિન્નપિઝયા અથર્વવેદ – ૨-૯-૧૫