________________
વૈદિક વ્રતોત્સવમાં વનસ્પતિપૂજા
મહેન્દ્રકુમાર એ. દવે
આધુનિક સમયમાં વનસ્પતિની પૂજા તથા માવજત અંગેની જે ભાવના પ્રવર્તે છે તેવી જ પૂજ્યભાવના વેદકાળમાં પણ લેખાતી હતી. ઋવેદના અરણ્યાની સૂક્તમાં નાનકડા વનને જીવંત માની તેનો દેવતા તરીકે અહોભાવ પૂજયભાવ સાથે સ્વજીવનમાં વણી ગયેલી વનસ્પતિ સૃષ્ટિનું નિરૂપણ થયું છે, તો ઔષધિસૂક્ત (ઋ. ૧૦/૯૭) માં ઔષધિનું વર્ગીકરણ, તેના રોગ - ચિકિત્સા માટેના ઉપયોગો વગેરે નિર્દેશો પ્રાપ્ત થાય છે, અથર્વવેદમાં કુઇ, દશવૃક્ષ પાઠા વગેરે વનસ્પતિઓને ઉદ્દેશીને લખાયેલાં સૂક્તો અને મંત્રો વનસ્પતિ સૃષ્ટિનું સજીવત્વ, દેવત્વ અને તેના પુષ્ટિકારક કે રોગનિવારક સામર્થ્યનું ગુણદર્શન કરાવે છે, અગત્ય ઋષિ ગાય ઘેટાં, બકરાં જેવાં પશુઓ તથા પક્ષીઓ દ્વારા તથા વનસ્પતિના સેવનથી તેના પથ્યાપથ્યનો નિર્ણય કરે છે. ઇન્દ્રાદિ દેવતાઓ અને વેદના ઋષિઓ સોમને ઔષધિના રાજા તરીકે પરમપુષ્ટિકારક ગણે છે. પવમાન સોમમંડળના સોમસ્તુતિ મંત્રો તેની પ્રતીતિ કરાવે છે.
વેદકાળથી આર્યોના જનજીવનના ભાગ-સ્વરૂપ રહેલી આ વનસ્પતિ સૃષ્ટિને પુરાણોમાં પણ ગૌરવવંતુ સ્થાન અપાયું છે વરાહપુરાણ (૧૭૨/૩૬-૩૭) માં ફળ-મૂળથી વિકસેલા વૃક્ષને સારા પુત્ર જેવું કુળરક્ષક ગણાયું છે. તેમાં ઉલ્લેખ છે કે પાંચ આંબા વાવનાર નરકમાં જતો નથી “વિષ્ણુધર્મોત્તર પુરાણ મુજબ કોઈ વ્યક્તિએ ઉછરેલું એક વૃક્ષ પણ એક સપુત્રની ગરજ સારે છે તે વૃક્ષ દેવોને પુષ્પોથી, યાત્રિકોને છાયાથી તથા મનુષ્યોને ફળથી પોષે છે, તથા વૃક્ષો વાવનાર માણસ નરકમાં જતો નથી જેને મસ્યપુરાણ પણ અનુમોદન આપે છે. વરાહમિહિર “બૃહત્સંહિતા'માં પણ વૃક્ષોની માવજત પર ભાર મૂકે છે. અથર્વવેદ પરિશિષ્ટમાં નક્ષત્ર, સ્નાનવિધિ અને અન્ય શાંતિઓમાં ઔષધિ તથા સમિધાઓનો ઉપયોગ દર્શાવાયો છે. પુરાણોમાં પણ વૃક્ષો અને અન્ય વનસ્પતિઓના જતન માટે નિર્દેશ મળે છે, ત્યાં વનસ્પતિના આયુ - આરોગ્યમાં રહેલા ઉપયોગને ધાર્મિક ભાવનાને રંગ રંગેલ છે.
અથર્વવેદ ૬-૧૧-૧ તથા તૈ. બ્રા. ૧૮૧૧૬ અને ૧ીરાલા૭ મુજબ શમી વૃક્ષ ઉપર ઉગેલ અશ્વત્થને પુંસવનમાં ઔષધિ તરીકે સ્વીકારી તેનાથી પુત્ર પ્રાપ્તિનો યોગ બનવાનું પણ સૂચવ્યું છે. ચૈત્ર • તા. ૨૮ ફેબ્રુ. ૨૦૦૫ના રોજ હેમચન્દ્રચાર્યસમારોહ પાટણમાં પ્રસ્તુત કરેલ લેખ.