SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXIII, 2010 પુણ્યવિજયજી : સંશોધન-સંપાદન ક્ષેત્રે પ્રભાવશાળી.... 197 ઈચ્છામાં પોતાની ઇચ્છા જોઈ બાળક મણિલાલ પુણ્યવિજયજી બન્યા, તો માતા રત્નશ્રીજીના નામે સાધ્વી તરીકે દીક્ષિત થયા. દીક્ષાનાં પ્રારંભિક વર્ષોમાં વિવિધ પંડિતો પાસે અભ્યાસ કરવાની સાથે જ પંડિત સુખલાલજી જેવા સંશોધન-સંપાદનની આધુનિક સૂઝવાળા વિદ્વાનની પાસે અભ્યાસ કરવાનો યોગ થયો, તેના પરિણામે પુણ્યવિજયજીની દષ્ટિ વિશાળ અને ઉદાર બની. ગુરુ, દાદાગુરુ તેમજ દાદાગુરુના ગુરુબંધુ મુનિશ્રી હંસવિજયજી પાસેથી જ્ઞાનભંડારની વ્યવસ્થા તેમજ આગમોદ્ધારની પ્રવૃત્તિના પાઠ પ્રાપ્ત કર્યા. આ કાર્યમાં સાગરજી મહારાજ અને નેમિસૂરિસમુદાયના લાવણ્યવિજયજીનાં કાર્યોનો પણ પરોક્ષ પ્રભાવ રહ્યો. તેમણે પોતાનું સમગ્ર જીવન શ્રુતસેવામાં સમર્પિત કર્યું. તેમના આ બૃહકાર્યમાં આગમગ્રંથોનું સંશોધન-સંપાદન સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. તેમણે ‘બૃહત્કલ્પસૂત્ર' નામક આગમ ગ્રંથ જે એક મહત્ત્વપૂર્ણ છેદસૂત્ર છે, તેનું નિર્યુક્તિ, ભાષ્ય, વૃત્તિ સાથેનું સંપાદન તૈયાર કર્યું. અનેક હસ્તપ્રતોને આધારે પાઠનિર્ણય કરીને કરાયેલું આ એક મૂલ્યવાન સંપાદન છે. છ ભાગમાં ફેલાયેલું ૧૯૩૩ થી ૧૯૪૨ સુધીના નવ વર્ષ સુધી ચાલેલું આ ગ્રંથનું સંપાદનકાર્ય ગુરુ-શિષ્યના સહિયારા પુરુષાર્થનું એક યશસ્વી શિખર છે. પુણ્યવિજયજીએ આ ગ્રંથની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે, તેમાં તેમની નિષ્પક્ષ દૃષ્ટિનાં દર્શન થાય છે. તેઓ ઐતિહાસિક તથ્યોને સાંપ્રદાયિક માન્યતામાં બદ્ધ થયા વિના નિર્ભિકપણે રજૂ કરે છે. સાંપ્રદાયિક માન્યતા એવી છે કે સૂત્રકાર અને નિર્યુકિતકાર ભદ્રબાહુ સ્વામી એક જ છે, પરંતુ તેમણે તિસ્થાગોલિયપ્રકરણ, પંચકલ્પ ભાષ્ય, ચૂર્ણ આદિ અનેક ગ્રંથોના અવતરણો આપી સિદ્ધ કર્યું કે સૂત્રકાર અને નિર્યુકિતકાર ભદ્રબાહુસ્વામી વિભિન્ન છે. તેઓ સૂત્રકાર તરીકે અંતિમ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામીને દર્શાવે છે, તો નિર્યુકિત ભદ્રબાહુસ્વામી ઉત્તરકાલીન વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલા છે, એમ સિદ્ધ કરે છે. તેઓ દસ નિયુકિતગ્રંથો, ઉપસર્ગહરસ્તોત્ર, ભદ્રબાહુસંહિતા આદિના કર્તા છે, એમ સપ્રમાણ રજૂ કરે છે. એ ઉપરાંત આ નિર્યુકિતકાર પૂર્વે ગોવિંદ નામના આચાર્યની ગોવિંદનિયુકિત'ની રચના થઈ હતી, એવી મહત્ત્વની વિગત પર પ્રકાશ પાથરે છે. એ જ રીતે કલ્પભાષ્યકાર સંઘદાસગણિ અને ટીકા રચનાર આચાર્ય મલયગિરિજીનો પરિચય સંશોધન બાદ ઉપલબ્ધ કરે છે. ર૬ ટીકાગ્રંથો રચનાર મલયગિરિજીના જીવનની વિગતોને પ્રકાશમાં લાવી આ મહાન આચાર્યનું ભાવપૂર્ણ તર્પણ કર્યું છે. તેમની લેખનશૈલીનો પરિચય આપતાં પુણ્યવિજયજી આદરપૂર્વક કહે છે; “ગંભીરમાં ગંભીર વિષયોને ચર્ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢતા અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે.” આ બૃહતુકલ્પસૂત્રો ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું જે વિસ્તૃત નિરૂપણ ઉપલબ્ધ થાય છે, તે આજે પણ સાધુજીવન માટે આચાર માર્ગદર્શક બની રહે એવું અજોડ છે. આ સમગ્ર સૂત્રનો મર્મ દર્શાવતી ખૂબ માર્મિક વાત પુણ્યવિજયજી મહારાજ પ્રસ્તાવનામાં રજૂ કરે છે; “ઉત્સર્ગ અપવાદની મર્યાદામાંથી જયારે પરિણામીપણું અને શુદ્ધવૃત્તિ પરવારી જાય છે, ત્યારે
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy