SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યવિજયજી સંશોધન-સંપાદન ક્ષેત્રે પ્રભાવશાળી પ્રદાન કરનાર સૌમ્ય વ્યક્તિત્વ અભય દોશી પુણ્યવિજયજી એ જૈન શ્રમણોની વિદ્યાભ્યાસની ગૌરવશાળી પરંપરાના એક તેજસ્વી પ્રતિનિધિ હતા. તેમણે વિદ્યાભ્યાસની પ્રાચીન સાથે અર્વાચીન સંશોધન પદ્ધતિનો સુમેળ સાધી જૈનસાહિત્યના સંશોધન-સંપાદનને આગવી દિશાઓ દર્શાવી છે તેમ જ હસ્તપ્રતભંડારના સંરક્ષણ-સંવર્ધનની સુદીર્ઘ કામગીરીથી જૈન સંઘને માટે શ્રુતવારસાની વ્યવસ્થા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. પુણ્યવિજયજીના નામ સાથે એક વાત ચિત્તમાં સ્મરે છે. સુરેશ જોષીના મિત્ર અને પ્રસિદ્ધ સાહિત્યમર્મજ્ઞ શ્રી રસિક શાહ પોતાના બાળપણની વાત કરતાં કરતાં પુણ્યવિજયજીનું સ્મરણ ઘણીવાર રજૂ કરતા. તેઓ કહેતા; “અમે પાટણના સાગર ઉપાશ્રયે બાળપણમાં જતા ત્યારે પુણ્યવિજયજી તેમના ગુરુ ચતુરવિજયજી અને દાદાગુરુ પ્રવર્તક કાન્તિવિજયજી સૌ સાધુઓ સાથે પ્રતો ગોઠવવા, તેની ઉપરના કપડાં બદલવા વગેરે કાર્યોમાં વ્યસ્ત હોય, પરંતુ આવેલા અમારા જેવા બાળકોને કામ કરતાં કરતાંય સુંદર જૈન કથાવાર્તા કહેતા જાય.. સામે થાંભલાને અડેલીને બેઠા હોય કાન્તિવિજયજી દાદા, સામે હોય પ્રતોનો વિશાળ ઢગલો.....” આવા કાર્યશીલ છતાં સ્નેહાળ પુણ્યવિજયજીનું કાર્ય એટલે ત્રણ પેઢીની સંચિત જ્ઞાનસાધના, તેને સંપૂર્ણ અંજલિ આપવા તો પુસ્તકોનાં પુસ્તકો ઓછા પડે, પરંતુ આ લેખમાં તેમની પાવનસ્મૃતિને કાંઈક અંશે એકત્ર કરવાનો ઉપક્રમ કર્યો છે. પુણ્યવિજયજીના કુલ ૩૯ જેટલા સંપાદિત તથા મૌલિક ગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેમનો જન્મ કપડવંજમાં વિ.સં. ૧૯૫રના જ્ઞાનપંચમીના દિવસે થયો હતો. જ્ઞાનપંચમીનો જન્મ એ કેવળ યોગાનુયોગ ન હતો પરંતુ પુણ્યવિજયજીના ભાવિ જીવનની દિશા સૂચવનારો પુણ્યસંકેત હતો. પોતાના જન્મના સંકેતને સાર્થક કરતું પુણ્યવિજયજીનું સમગ્ર જીવન જ્ઞાનસાધનાને સમર્પિત બની રહ્યું. બાળપણમાં ઘોડીયે ઝૂલતા મણિલાલ (પુણ્યવિજયજીનું સાંસારિક નામ)ને એકલો મૂકી મા કપડા ધોવા ગઈ, પાછળ ઘરમાં ભયાનક આગ લાગી. પડોશમાં રહેતા વહોરા ગૃહસ્થની સમયસૂચકતાને લીધે બાળક મણિલાલનો જીવ બચ્યો. આમ, બાળક મણિલાલની સુરક્ષા દ્વારા આ વહોરા ગૃહસ્થ જૈનસંઘના અમૂલ્ય રત્નનું રક્ષણ કર્યું. આ ઘટના બાદ પિતા બાળક મણિલાલ અને માતાને લઈ મુંબઈ આવ્યા. ૧૪ વર્ષની વયે પિતાના મૃત્યુ બાદ માતાની ઈચ્છા દીક્ષા લેવાની હતી. આથી માતાની
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy