________________
198
અભય દોશી
SAMBODHI
એ જ ઉત્સર્ગ અને અપવાદ ઉત્સર્ગ અપવાદ ન રહેતાં અનાચાર અને જીવનનાં મહાન દૂષણો બની જાય છે. આ જ કારણથી ઉત્સર્ગ-અપવાદનું નિરૂપણ-નિર્માણ કરવા પહેલાં ભાષ્યકાર ભગવંતે પરિણામી, અપરિણામી શિષ્યો એટલે કે અનુયાયીઓનું નિરૂપણ કર્યું છે અને જણાવ્યું છે કે યથાવસ્થિત વસ્તુને સમજનાર જ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગની આરાધના કરી શકે છે. તેમ જ આવા જિનાજ્ઞાવશવર્તી મહાનુભાવ શિષ્યો-ત્યાગી-અનુયાયીઓ જ છેદ આગમજ્ઞાનના અધિકારી છે અને પોતાનું જીવન નિરાબાધ રાખી શકે છે. જ્યારે પરિણામીભાવ અદશ્ય થાય છે અને જીવનમાં શુદ્ધ સાત્ત્વિક સાધુતાને બદલે સ્વાર્થ, સ્વચ્છંદતા અને ઉપેક્ષાવૃત્તિ જન્મે છે, ત્યારે ઉત્સર્ગ અપવાદનું વાસ્તવિક જ્ઞાન અને પવિત્રપાવન વીતરાગધર્મ આરાધના દૂરને દૂર જાય છે અને અંતે આરાધના કરનાર પડી ભાંગે છે.”
તેમણે આ વિશાળ બૃહતકલ્પસૂત્ર ઉપરાંત શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત જીતકલ્પસૂત્રનું સંપાદન કર્યું, તેમ જ હાલમાં કલ્પસૂત્ર તરીકે વિશેષ પ્રસિદ્ધ ‘પર્યુષણા કલ્પસૂત્ર'નું પણ નિર્યુકિત, ચૂર્ણ, ટિપ્પણ, ગુર્જરાનુવાદ સાથે સંપાદન કર્યું. તેમણે કલ્પસૂત્રમાં આવતાં સ્વપનાં હાલનાં વર્ણકોને સ્થાને પૂર્વે અન્ય વર્ણકો ઉપલબ્ધ હશે એવું પ્રમાણને આધારે દર્શાવ્યું, તેમ જ સ્થવિરાવલી પછીથી ઉમેરાયેલી હોવા છતાં નિપ્રમાણ નથી એમ સિદ્ધ કરી પોતાની નિષ્પક્ષપાતી સંશોધકવૃત્તિનાં દર્શન કરાવ્યાં છે.
આ સંપાદનો ઉપરાંત મહાવીર જૈનવિદ્યાલયની આગમ-પ્રકાશનયોજનામાં “વીસુક્ત અનુષ્યો દ્દારા ' (નંદીસૂત્ર-અનુયોગોદ્ધાર) પન્નવણા સૂત્રના બે ભાગ, નંદીસૂત્ર-ચૂર્ણ સાથે, નંદીસૂત્ર વિવિધ વૃત્તિ સાથે, સૂત્રકૃતાંગ ચૂર્ણ, દસ-વૈકાલિક અગત્યચૂર્ણ સાથેનું સંપાદન કર્યું છે. દશવૈકાલિક અગત્યચૂર્ણના સંપાદનમાં તેમણે અગત્યસિંહની શ્રમણ પરંપરા તેમ જ આ ચૂર્ણનું મહત્ત્વ યથાયોગ્ય રીતે અંકિત કરી આપ્યું છે.
તેમના આગમવિષયક સંપાદનમાં એક મહત્ત્વનું સંપાદન “અંગવિજ્જા' (પ્રકિર્ણક)નું સંપાદન છે. આ અંગવિજ્જા પ્રકીર્ણક (અંગવિદ્યા પ્રકીર્ણક)માં મનુષ્યની હાલવા-ચાલવાની રીત-વર્તણૂંક પરથી તેનું ભવિષ્ય જાણવાની પદ્ધતિ દર્શાવી છે. તેમણે ખૂબ જહેમત લઈ અપ્રાપ્ય એવા આ ગ્રંથનું સંપાદન કર્યું છે. તેમણે પ્રસ્તુત સંપાદન તેમ જ બૃહતકલ્પસૂત્રના સંપાદનની પ્રસ્તાવના આગમગ્રંથોમાં આવતી વિગતોને આધારે તે સમયના મનુષ્યનાં વસ્ત્ર, ભોજન, રહેવાસ, નૃત્ય, રાજયકારભાર આદિની સાંસ્કૃતિક વિગતો પર સારો પ્રકાશ પાથર્યો છે. આ રીતે તેમણે સાંસ્કૃતિક અધ્યયનનો નવા દષ્ટિકોણનો પણ પરિચય કરાવ્યો છે.
તેમણે આગમસાહિત્યની સાથે જ પ્રાકૃત ભાષામાં રચાયેલા વિપુલકર્મ સંબંધિત સાહિત્યનું પણ વિશાળ પાયા પર સંપાદન કરી જૈનદર્શનના અધ્યયનની વિવિધ દિશાઓ ઊઘાડી આપી છે. તેમણે પ્રથમ પાંચ કર્મગ્રંથ તેમજ પંચસંગ્રહ ગ્રંથનાં સુંદર સંપાદનો ઉપલબ્ધ કર્યા છે. આ સંપાદનોમાં દિગંબરકર્મવિષયક સાહિત્યનું તુલનાત્મક અધ્યયન રજૂ કરી પોતાની વિશાળ વિદ્યાપ્રીતિભરી દષ્ટિનાં દર્શન કરાવ્યાં છે. તેમનું વ્યક્તિત્વ એવું વિશાળ હતું કે, બૌદ્ધ, વૈદિક આદિ અન્ય દર્શનની મહત્ત્વપૂર્ણ કૃતિઓ જૈનભંડારમાંથી ઉપલબ્ધ થઈ હોય તો એ પ્રત્યે પણ જગતનું લક્ષ્ય દોર્યું છે.