________________
Vol. XXXIII, 2010
ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ભારતીય સભ્યતાનો પુરુષાર્થ : રક્ષણ, ..
173
કરીને અટકળનો વિષય જ રહ્યો છે, સહજ વિશ્વાસનો કે જાણકારીના લગાવનો નહી. જો કે ધીરે ધીરે આપણા ભૂતકાળ અંગેની ઈન્ડો-યુરોપિય વિદ્વાનો દ્વારા રચવામાં આવેલ તસવીર બદલાઈ રહી છે. આજે કોઈપણ ગંભીરતાપૂર્વક, “આક્રમણકારી આય” અથવા “હુમલાખોર આય'ની થીયરીને માનતું નથી. જો કે આમ છતાં આય બહારથી ભારતમાં આવ્યા છે એવી ધારણા અત્યારે પણ સ્વીકારવામાં આવે છે. જયારે કે એ વાતના આધારભૂત પ્રમાણો સતત ઉપલબ્ધ થતા રહ્યા છે કે જે સરસ્વતી નદીની વેદોમાં જેટલી જીવંત ભૂમિકા જોવા મળે છે તે જ સરસ્વતી નદીનું હડપ્પા સભ્યતાના વિકાસમાં પણ એટલું જ આધારભૂત યોગદાન રહ્યું હતું. હવે એવું સ્વીકારાવા લાગ્યું છે કે સરસ્વતી નદીની સુકાઈ જવાની કે લુપ્ત થઈ જવાની ભૌગોલિક ઘટના ઉત્તર હડપ્પાકાલીન સભ્યતામાં આવેલા પરિવર્તનોનું મૂળ કારણ હતું. જો કે, સરસ્વતી નદી કે જે વૈદિક વાડ્મયમાં દર્શાવાએલ લોકો વચ્ચેની મહત્વપૂર્ણ કડીના રૂપમાં છે તેના વિશેના નિર્ણાયક સંશોધનો હજુ પ્રથમિક અવસ્થામાં છે.
આપણી સભ્યતાના ગહનતમ સ્રોતો સુધી પહોંચવાના માર્ગમાં વચ્ચે જે વિકટ સમસ્યાઓ (કોયડાઓ) સામે આવે છે તે વાસ્તવમાં એ હકીકત સાથે જોડાયેલ છે કે એક તરફ તો વિસ્મયકારી પૂરાતત્ત્વિય પ્રમાણોને આપણે શોધી કાઢ્યા છે તો બીજા તરફ આપણે ભાષા (સિધુ ખીણની સભ્યતાની લિપિ) ની સમસ્યા નથી ઉકેલી શક્યા. અને તેને કારણે આપણી મુશ્કેલી એ છે કે ઘણું બધું જાણતા હોવા છતાં આપણે નિશ્ચયપૂર્વક કશું જ જાણતા નથી. બીજી બાજુ જયાં આપણી પાસે વેદોના પ્રામાણિક પાઠ છેલ્લા ત્રણ હજાર વર્ષોથી સુરક્ષિત અને ઉપલબ્ધ છે તેમજ વેદોના ભાષ્ય અને તેની વ્યાખ્યા કરવાની એટલી જ લાંબી પરંપરા છે, પરંતુ આ સમૃદ્ધ સાહિત્યની પુષ્ટી કરી શકે તેવા પુરાતત્વિય આધારો ખૂબ જ ઓછા ઉપલબ્ધ છે. સંભવ છે કે કોઈક દિવસ બંને વચ્ચેનો સંબંધ ન કેવળ પ્રમાણિત થઈ જાય પણ એક અવિચ્છિન્ન ધારામાં તેમની સુસંબધતા સ્થાપિત થઈ જાય, પરંતુ આ સંભાવના અત્યારે તો ભવિષ્યના ગર્ભમાં જ છે.
આમ, છતાં જે કંઈ થોડી-ઘણી જાણકારી આપણને ઉપરોક્ત પ્રમાણોથી મળે છે તે આશ્ચર્યમાં મૂકી દે એવી છે. ચોંકાવનારી છે. હડપ્પા સભ્યતાનો વિસ્તાર અને તેની વ્યાપકતા વિસ્મયકારક છે. તેની ગુણવત્તા અને સમૃદ્ધિ માન્યામાં ન આવે તેવી છે. મેસોપોટામિયાની સાથે તેના સમુદ્રવેપાર સંબંધો અંગેના ઉપલબ્ધ પ્રમાણો એ સ્પષ્ટ રૂપથી દર્શાવે છે કે આ આગવી સભ્યતાએ વાહનવ્યવહાર, સંગઠન, લેખા-જોખા, માલગોદામો તથા અન્ય આવશ્યક, સંસાધનોનું અને પ્રણાલિકાઓનું કેવું વ્યવહાર કૌશલ્યયુક્ત જટિલ વ્યવસ્થાતંત્ર વિકસિત કરી લીધું હતું કે જેના વગર આવા પ્રકારની કાર્યપ્રણાલિ કોઈપણ સભ્યતા માટે અસંભવ છે. બીજી તરફ વૈદિક વાડ્મયમાં પ્રસ્તુત પ્રકૃતિ અને મનુષ્યના સંબંધ અંગેના ગહન-ગંભીર ચિંતન મનનની સાથે સાથે એવા ખગોલીય સૂક્ષ્મ નીરિક્ષણોનો પણ ઉલ્લેખ કરે છે કે જે ખરેખર તો સૂક્ષ્મ નીરિક્ષણાત્મક જ્ઞાન અને કોઈ વિશેષ પ્રકારના સામર્થ્યની અપેક્ષા દર્શાવનારા ગાણિતીક જ્ઞાન વગર અશક્ય છે. આ ઉપરાંત વૈદિક ઋષિ પોતાના કવિકર્મને આધારે- આર્ષદષ્ટિને આધારે પણ ખૂબ જ સજગ સ્વ-ચેતનાનું પ્રમાણ આપે છે. જેના માધ્યમથી જ તેમની જિજ્ઞાસાઓ, અંતર્દૃષ્ટિઓ અને નીરિક્ષણો આકારિત થઈ શકે છે. વૈદિક અનુષ્ઠાન અને વૈદિક