________________
174
દિલીપ ચારણ
SAMBODHI
યજ્ઞનું પણ વિસ્તૃત વિવેચન થયું છે, પરંતુ એમાં ઘણું કરીને એ વાતનું વિસ્મરણ કરી દેવામાં આવ્યું છે કે યજ્ઞ સમ્પન્ન કરવા માટે જે વેદી આવશ્યક હતી તેનું નિર્માણ ખૂબ જ જટિલ ભૌમિતિક જાણકારીની અપેક્ષા રાખતું હતું. અને સાથે સાથે યજ્ઞ માટે યોગ્ય મુહૂર્ત નિશ્ચિત કરવા માટે આવશ્યક નક્ષત્રોની ગતિ વિધિનું વિસ્તૃતજ્ઞાન પણ આવશ્યક હતું. વૈદિક વાડ્મય ની અતિપ્રાચીન ઋચાઓ અનુષ્ઠાનોના અર્થના સંદર્ભમાં અને, જે તે સમ્પન્ન યજ્ઞ વિશેના યથાર્થ અભિપ્રાયોના સંદર્ભમાં પણ ભરપૂર ચિંતન મનનનું પ્રમાણ આપે છે.
પ્રાચીનતમ બ્રાહ્મણગ્રંથોમાંથી એકમાં મહર્ષિ યાજ્ઞવલ્કયને એક વિચિત્ર પ્રશ્ન કરવામાં આવ્યો છે કે એવી પરિસ્થિતિમાં કે જયારે યજ્ઞમાં આહુતિ આપવા માટે કંઈ જ સામગ્રી ઉપલબ્ધ ન હોય તો શું કરવું ઉચિત ગણાશે? યાજ્ઞવક્યનો ઉત્તર પ્રશ્નથી પણ વધારે અભૂત છે. યાજ્ઞવલ્કય કહે છે કે જો કશું પણ ઉપલબ્ધ ન હોય તો, સત્યની આહુતિ શ્રદ્ધાની વેદીમાં (અગ્નિમાં) આપવી જોઈએ. કેવી વિચિત્ર લાગે છે આ વાત– એક દુર્ગમ કોયડા જેવી ! થોડોક વિચાર તો કરો કે એક મનીષી આપણને સત્યનું બલિદાન આપવાનું કહી રહ્યા છે. શું મતલબ હોઈ શકે છે તેમના આમ કહેવાનો ? અહીં યાજ્ઞવલ્કય પરમ આહુતિની વાત કરી રહ્યા છે. ઈન્દ્રિય સંવેદનો અને તર્કશક્તિથી પ્રાપ્ત સમસ્ત જ્ઞાનનું બલિદાન આપવાનું આહ્વાન કરી રહ્યા છે, અને એ સમજાવી રહ્યા છે કે અન્તતઃ આ સમગ્ર લૌકિક જ્ઞાનને તે પરાત્પર સતુ તરફની શ્રદ્ધામાં વિસર્જિત કરી દેવું આવશ્યક છે કે જે કાળથી પર (કાલાતીત) અને શાશ્વત (સનાતન) છે અને જેને ન તો પ્રત્યક્ષ સંવેદન દ્વારા જાણી શકાય છે કે ન તો અનુમાન ધ્વારા. આ એવી પરમ આહુતિ છે કે જે ત્યારે જ આપવી જરૂરી છે જયારે તેની અનિવાર્યતાની ક્ષણ આવી જાય. કારણ કે મનુષ્ય પોતાની જ્ઞાનેન્દ્રિયો કે તાર્કિકતાની મદદથી જે સત્યોને જાણી શકે છે, તે પારમાર્થિક નહીં, વ્યવહારિક, કામચલાઉ સત્યો જ હોય છે. જેમનું સંશોધન અને પરિમાર્જન થતું આવ્યું છે.
આ પ્રાચીન પાઠોમાં બીજી પણ એવી બાબતો છે કે જે, તે સમયની (ઈસુના પૂર્વના ત્રીજી સહસ્ત્રાબ્દી) આપણી જે છબી બનાવવામાં આવી હતી તેને ઘણી ઉલટ પુલટ કરી દે તેવી છે. શરૂઆતના બ્રાહ્મણગ્રંથોમાં કવષની કથા તેની આપણને પ્રતિતિ કરાવે છે. આજ વાત છાન્દોગ્ય ઉપનિષદમાં સત્યકામ જાબાલના આખ્યાનમાં પણ છે. પરંતુ આ બધા પર જેટલું ધ્યાન અપાવું જોઈએ તેટલું અપાતું નથી. ના તો એ હકીકતને પણ ઉજાગર કરવામાં આવી છે કે વેદની સાથે વેદાંગ અનિવાર્ય રૂપથી જોડાયેલા છે જેમાં મુખ્યત્વે ગણિત, ખગોળવિદ્યા અને કાવ્યશાસ્ત્ર વગેરે ક્ષેત્રોના સંબંધી પ્રાયોગિક અને તાર્કિક જ્ઞાન સમાવિષ્ટ છે. આ વાત કલ્પનામાં ન આવે તેવી જણાય છે કે આ જ્ઞાનનું હડપ્પાકાલીન સભ્યતાની જ્ઞાનાત્મક ઉપલબ્ધિયો સાથે અથવા તેના પછીના જ્ઞાનના વિકાસની સાથે કોઈ સંબંધ જ ન હતો. વિશાળ બંદરોનું નિર્માણ અને દૂરના દેશો સાથે સામૂહિક વેપારના સંબંધો સ્થાપવા એ ઉચ્ચકોટીનું યાંત્રિક કૌશલ્ય વિકસિત કર્યા સિવાય અને નક્ષત્રોની ગતિ વિધીઓની જાણકારી વગર કેવી રીતે સંભવિત બની શકે? આ સિવાય, વ્યાપારિક સંબંધોમાં માત્ર ઉત્પાદનની વસ્તુઓનું જ વિનિમય થાય છે એવું નથી, વિચારોની પણ આયાત-નિકાસ અનિવાર્ય પણે થતી રહે છે. પ્રાચીન કે આધુનિક વેપાર માર્ગો જ એ માર્ગો છે કે જેના દ્વારા વિચારોનું પણ એક સભ્યતાથી