________________
172
દિલીપ ચારણ
SAMBODHI
થોડી-ઘણી બચેલી અન્ય સભ્યતાઓના હયાત સભ્યો, ખાસ કરીને તેમના પ્રબુદ્ધજનો પણ એક લાંબી સામ્રાજ્યવાદી અને અર્ધસામ્રાજ્યવાદી દાસત્વને કારણે બહારથી આરોપિત શિક્ષણ પદ્ધતિના રંગમાં રંગાઈને એટલી હદ સુધી રૂપાંતરિત અને એટલી હદસુધી સ્મૃત્તિભંશનો શિકાર થઈ ચૂક્યા છે કે હવે તે પ્રબુદ્ધજનો પોતાની સભ્યતા અને સંસ્કૃતિની દૃષ્ટિએ દુનિયાને જોવાને બદલે પશ્ચિમી બીબામાં સરી પડ્યા છે. વિશ્વની પ્રાચીનતર સભ્યતાઓને પણ સાથે ભેળવીને સમગ્ર પૃથ્વીનો ઈતિહાસ કંઈક એવી રીતે લખવામાં આવ્યો છે કે એનું અધ્યયન કરનાર પર એવી છાપ પડે કે, પાશ્ચાત્ય સભ્યતા અન્ય બધી સભ્યતાઓને પરાસ્ત કરી ચૂકી છે, તેમ જ એવી સર્વ સભ્યતાઓ કે જે ઐતિહાસિક કારણોથી પાછળ રહી ગયેલ છે તેમના માટે હવે પશ્ચિમી સભ્યતા માનવમાત્રના ભવિષ્યનું એકમાત્ર સાચું પ્રતિનિધિત્વ કરી શકે એવી સભ્યતાના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ચૂકી છે. મહદ્ અંશે મનુષ્યના અતિતને જોવા સમજવાની આ “ઐતિહાસિક પદ્ધતિને જાણ્યે-અજાણ્યે બધાએ આત્મસાત કરી લીધી છે.
કાર્લ સૈગનનું પ્રસિદ્ધ પુસ્તક “ધ એસેન્ટ ઓફ મેન” માં એક પણ એવા અપશ્ચિમી વ્યક્તિનો ઉલ્લેખ નથી મળતો કે જેણે સુદીર્ઘ કાળખંડો દરમ્યાન માનવ સભ્યતાના વિકાસના સીમાચિહનોમાં રજમાત્ર પણ યોગદાન આપ્યું હોય. કાર્લ સૈગનનું આ પુસ્તક નિઃશંક, ખૂબ જ અસરકારક છે, પરંતુ મૂળભૂત રીતે તેમાં માણસની નહીં પણ, પાશ્ચાત્ય મનુષ્યને સભ્યતાના શિખર પર આરોહણના અભિયાનની આ કથા છે. જે ખરેખર તો એક પ્રકારની સભાનતાથી જાણી-સમજીને માનવજાતિની સંયુક્ત ઉપલબ્ધિમાં પશ્ચિમેતર સભ્યતાઓના અકાટ્ય યોગદાનને નજરઅંદાજ કરે છે. પશ્ચિમની શ્રેષ્ઠતાને • પૂરવાર કરવામાં એ તથ્યને સંપૂર્ણ પણે ભૂલવામાં આવ્યું છે કે, સમગ્ર માનવજાતિ જે દિવસથી આ નાના ગ્રહ ઉપર અવતરિત થઈ છે ત્યારથી સભ્યતાના આ અભિયાનમાં સમ્મિલિત છે, સંઘર્ષરત છે.
આ પ્રવૃત્તિનું એક બીજું ઉદાહરણ સસંવત લખવાની આપણી પરંપરાગત પદ્ધતિને બદલવામાં આવી છે એમાં જોવા મળે છે. એ.ડી. (એટલે કે ઈસુના પછી) મેં હવે “સી.ઈ.” અર્થાત્ “કોમન એરા'ના (સર્વમાન્ય કાળનિર્ણયના) રૂપમાં પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે, જાણે કે સમગ્ર માવનજાતિ એ વાત પર સંમત થઈ ગઈ છે કે આજ બધાનો સર્વનિષ્ઠ અને સર્વાશ્લેષી “કાળ' છે. આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે. એ સ્પષ્ટ છે કે જે પરિસ્થિતિમાં આપણે મુકાયા છીએ તેના પ્રતિ જાગ્રત થવું પડશે. કેમ કે તો જ આપણે આપણી સભ્યતાના ભૂતકાળ અને વર્તમાન ઉભયનો એક સાથે સાક્ષાત્કાર અને મનન કરી શકીશું અને તેને સાર્થક રીતે વર્તમાનની સાથે જોડી શકીશું.
કહેવાતો પાશ્ચાત્ય ઈતિહાસકાર અથવા તો પશ્ચિમી દષ્ટિબિંદુથી વસ્તુને જોવાની દીક્ષા પામેલો ઈતિહાસકાર પ્રથમથી જ એ નિશ્ચય કરીને પ્રસ્થાન કરે છે કે આર્યપ્રજા ક્યાંક બહારથી આવી અને તેમના પૂર્વવર્તી એવી હડપ્પા સભ્યતાનો નાશ કરવાની ભૂમિકા એમણે ભજવી અને, જા કે આ દેશના રહેવાસીઓ એવા આપણે મોટાભાગના લોકો પોતાના ભૂતકાળને તેના વૈદિક મૂળ સુધી સરળતાથી ઓળખીએ છીએ અને સ્વીકારીએ છીએ. આપણને હડપ્પાકાલીન સભ્યતાની સાથે તેના સંબંધની (જોડાણની) કોઈ ખાસ જાણકારી કે સમજ નથી. હડપ્પા સભ્યતાની સાથે એ સભ્યતા કે જેણે આપણે ભારતીય સભ્યતા કહીએ છીએ – માનીએ છીએ તેનો જે કંઈ પણ સંબંધ હોય તે આપણા માટે ઘણું