SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 158 વિજય પંડ્યા SAMBODHI એક શ્લોક ટાંકે છે. वागेवार्थं पश्यति वाग् ब्रवीति वागेवार्थं निहितं सन्तनोति । वाच्येव विश्वं बहुरूपं निबद्धं तदेतदेकं प्रविभज्योपभुङ्क्ते ॥८ આમ સર્વ પ્રત્યય શબ્દાનુગમ છે, સર્વ જ્ઞાન શબ્દાનુવિદ્ધ છે. જગતની સર્વ પ્રવૃત્તિ શબ્દના આશ્રયે રહેલી છે. રૂતિ ર્તવ્યતા તો સર્વા શબ્દવ્યપાશ્રયી | વા. ૫. ૧-૧૨૯ ભર્તૃહરિના મંતવ્ય પ્રમાણે નવજાત-નાના બાળકોનો પ્રત્યય પણ શબ્દ સાથે સંકળાયેલા છે. તે જ પ્રમાણે નિર્વિકલ્પક અને સવિકલ્પક જ્ઞાનમાં પણ શબ્દ તો રહેલો છે. વા. ૫ ની ૧-૧૩૨ (વાપિતા વેધુમેવવોથસ્થ શાશ્વતી | 7 પ્રારા: પ્રકાશન સા હિ પ્રત્યેવમશિની || ૧-૧૩૨ પરની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે. योऽपि प्रथमोपनिपाती बाह्येष्वर्थेषु प्रकाशः स निमित्तानामपरिग्रहेण वस्तुस्वरुपमात्रमिदं तदित्यव्यपदेश्यया वृत्त्या प्रत्यवभासयति । स्मृतिकालेऽपि च तादृशानामुपलब्धिबीजानामाभिमुख्ये स्मर्तव्येषु श्लोकादिषु प्रकाशानुगममात्रभारुपमिव बुद्धौ विपरिवर्तते कोऽप्यसावनुवाकः श्लोको वा योऽयं मया श्रुतिमात्रेण प्रकान्त इति । વળી નિદ્રાવસ્થામાં પણ શબ્દ તો રહેલો જ છે. વા. ૫. ની ૧૩૧મી કારિકા પરની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે તેમ तथैकेषामाचार्याणां सुप्तस्यापि जाग्रदृत्त्या सदृशो ज्ञानवृत्तिप्रबन्धः । केवलं तु शब्दभावनाबीजानि तदा सूक्ष्मां वृत्ति प्रतिलभन्ते ।१० (આ અનુભવ વેદાન્તસાહિત્યમાં નિદ્રાવસ્થાના અનુભવ વર્ણન સાથે સામ્ય ધરાવે છે सुखमहमस्वापम् । न किञ्चिद् अवेदिषम् ।) અનુભવ અતિસૂક્ષ્મ હોવાથી, વ્યવહાર્ય બનતો નથી, શબ્દમાં વર્ણવી શકાતો નથી. તદુપરાંત બધી જ કળાઓ શબ્દ પર આધારિત છે. सा सर्वविद्याशिल्पानां कलानां चोपनिबन्धिनी । તત્વ મનિષ્પન્ન સર્વ વસ્તુ વિમળ્યતે || વા. ૫. ૧-૧૩૩ આ (વાગૃપતા) બધી વિદ્યાઓ, બધાં શિલ્પો અને બધી કલાઓનો આધાર છે. તેને કારણે વ્યક્ત થયેલ બધું પૃથફ સમજાય છે. અને આવા શબ્દનો જે ઉપયોગ કરી શકે તે સસંજ્ઞ અને ન કરી શકે તે વિસંજ્ઞ. વા. ૫.ની ૧૩૪મી કારિકા પરની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે. તેમ : યોગ્રં ચૈતન્ય વાતાનુમતે નોવે ससंज्ञो विसंज्ञ इति व्यपदेशः क्रियते ।११
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy