________________
Vol. XXXIII, 2010
વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાનતી દાર્શનિક ભૂમિકા...
• 157
શબ્દ દ્વારા મેળવીએ છીએ ત્યારે, આપણો પ્રત્યય અદ્ભતસ્વરૂપી હોય છે, (આવુ અનુમાનમાં હોતું નથી. અનુમાનમાં ધૂમ અને અગ્નિનું અભેદ આપણે સાધતા નથી.) આ “ઘટ’ છે એમ કહીએ ત્યારે 'ઘટ” શબ્દ અને “ઘટ' પદાર્થ એ બન્ને વચ્ચે અદ્વૈત હોય છે. એટલે, આપણે એવા નિર્ણય પર આવીએ છીએ કે, પદથી તેનો અર્થ-પદાર્થ ભિન્ન નથી. પદ એ જ અર્થ બન્યો છે. એટલે પદાર્થ અને તેઓ પ્રત્યય શબ્દના વિકાર-કાર્યો છે, આમ, પદાર્થનું અંતિમ સ્વરૂપ શબ્દતત્ત્વનું બનેલું છે. એટલે વા. ૫. ૧-૧ પરની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે તેમ
तत्तु भिन्नरूपाभिमतानामपि विकाराणां प्रकृत्यन्वयित्वात् शब्दोपग्राह्यतया शब्दोपग्राहितया च शब्दतत्त्वम् ।
વૃત્તિ ૧૨ શ્લોકો ટાંકે છે. આપણે ઉપર નોંધ્યું તેમ, જો આ વૃત્તિ ભર્તુહરિ રચિત હોય તો, તે કોઈ પ્રાચીન પરમ્પરાને અનુસરી રહ્યા છે. આ શ્લોકોમાંનો એક કહે છે કે બ્રહ્મ શબ્દતત્ત્વ છે, આ વિશ્વ બ્રહ્મ છે, જે સર્વ પદાર્થો અને ઘટનાઓનું નિર્માણ કરે છે. બ્રહ્મ જે કંઈ ઉત્પન્ન કરે છે તે શબ્દસ્વરૂપનું હોવાથી બ્રહ્મ પોતે શબ્દસ્વરૂપનું હોવું જોઈએ.
ब्रह्मदं शब्दनिर्माणं शब्दशक्तिनिबन्धनम् ।
विवृत्तं शब्दमात्राभ्यस्तास्वेव प्रविलीयते ॥६ બ્રહ્મને અક્ષર-phoneme કહેવામાં આવ્યું છે એ પણ દર્શાવે છે કે, બ્રહ્મ શબ્દસ્વરૂપી છે, શબ્દતત્ત્વ છે. અક્ષર પણ બ્રહ્મમાંથી ઉદ્ભવે છે.
આમ ભર્તુહરિ “બ્રહ્મ”. વિચાર પર ભાર મૂકે છે. બ્રહ્મ શબ્દતત્ત્વ છે અને શબ્દના રૂપમાં સર્વ ઘટનાઓ અને પદાર્થો આવિર્ભાવ પામે છે. સર્વ પ્રત્યયો અને વિચારો શબ્દ સાથે વણાયેલા છે. આ વિશ્વ સમય અને સ્થળના ક્રમમાં ગોઠવાયેલી અનંત ઘટનાઓ છે, અને તેને અભિવ્યક્ત કરનારા શબ્દો છે. આ સર્વ ઘટનાઓની જાતિ અને તેના શબ્દો શબ્દતત્ત્વમાં ગર્ભિતરૂપે રહેલાં છે. એ અવસ્થામાં તેઓનો વ્યાવહારિક ઉપયોગ થઈ શકતો નથી. (માડુક્ય ઉપનિષદમાં બ્રહ્મને અવ્યવહાર્ય કહેવામાં આવ્યું છે.) એ માટે એની વિશેષતાઓનું પ્રાચ્ય આવશ્યક છે. એ જયારે થાય ત્યારે વાચ્યવાચક જગતનું ઉદ્ભવસ્થાન શબ્દતત્ત્વ છે.
शब्देष्वेवाश्रिता शक्तिविश्वस्यास्य निबन्धनी ।
યત્ર: પ્રતિપાત્માય બેસ્ટ : પ્રતીયતે વા. ૫. ૧-૧૨૨ એ વિશ્વની નિયામકશક્તિ શબ્દોને આશ્રયે રહેલી છે. તે (શબ્દોરૂપી) નેત્ર =જ્ઞાન સાધન)વાલે આ જ્ઞાનાત્મા (વાચ્યવાચક)ભેદ રૂપે વ્યક્ત બને છે.
આ કારિકા પરની વૃત્તિ આ પ્રમાણે છે : તત્ર ષવિજ્ઞાતિય સૂક્ષ્મશબ્દાધિકાનિવલ્પના: . તા: खल्वात्माभिव्यक्तिमधिष्ठानपरिणामेन प्रतिलभमानाः वाच्यवाचकभावेन व्यवतिष्ठन्ते ।
એક તત્ત્વનું આ વિશ્વ વ્યાવર્તન છે, અને વાવાનું બનેલું છે. વા. ૫.માં ૧-૪માં કહેવામાં આવ્યું છે તેમ ક્યારેક ભોક્તા, ભોગ્ય અને ભોગનું બનેલું છે. આ જ વા. ૫.ની કારિકા પર વૃત્તિ