________________
156
વિજય પંડ્યા
SAMBODHI
(iv) સત્તા તો એક જ છે, સર્વ વૈવિધ્યનું મૂળ છે, તે ભોક્તા, ભોગ્ય અને ભોગરૂપે અથવા તો દેષ્ટા,
દષ્ટ અને દશ્ય એમ ત્રણે રૂપે પ્રગટે છે.
આ સૌ વિચારોમાં બ્રહ્મ એ શબ્દતત્ત્વ છે એ કેન્દ્ર સ્થાને વિરાજતો વિચાર છે. ભર્તુહરિ માટે, આ વિચાર વૈદિક વારસારૂપે છે ભર્તુહરિ પોતે આ વાત સ્વીકારે છે.
शब्दस्य परिणामोऽयमित्याम्नायविदो विदुः ।
છોગ્ય પર્વ પ્રથમfમાં વિશ્વ વ્યવર્તત . વા. ૫. ૧-૧૨૪ વેદના જ્ઞાતાઓ સમજે છે (જાણે છે) કે આ (વાચ્યવાચક ભેટવાળો સંસાર) શબ્દનું જ પરિણામ છે. (સૃષ્ટિના) આરંભમાં છન્દોમાંથી જ આ વિશ્વ પ્રવૃત્ત થયું છે. આ ૧-૧૨૪ કારિકાની વૃત્તિ (જે ભર્તુહરિ રચિત મનાય છે)માં કહેવામાં આવ્યું છે.
___ तथैवाम्नाये संहतभोग्यभोक्तृशक्तेर्वागात्मनो बहुधा कारणत्वमाम्नातम् । અને કોઈક “પુરાકલ્પનામના ગ્રન્થનું પણ ઉદ્ધરણ આપવામાં આવ્યું છે.
विभज्य बहुधात्मानं स छन्दस्य प्रजापतिः ।
छन्दोमयीभिर्मात्राभिर्बहुधैव विवेश तम् ॥४ આ અવતરણો એવું દર્શાવે છે કે, ભતૃહરિ પાસે જે દાર્શનિક ભૂમિકા છે કે, તેમને પરમ્પરા પ્રાપ્ત છે.
બ્રહ્મ એ શબ્દતત્ત્વ છે એ કેવળ વૈદિક અને અવૈદિક પરમ્પરા પર જ આધારિત નથી પણ, તર્કથી પણ, સિદ્ધ થઈ શકે તેમ છે, એમ ભર્તુહરિને અભિપ્રેત છે. એ બાબત એ રીતે સિદ્ધ થાય છે કે, ભર્તુહરિ વળીવળીને પોતાના ગ્રન્થમાં આ વાત પર જુદી જુદી રીતે ભાર મૂકે છે.
આપણા સર્વ જ્ઞાનમાં શબ્દનું મહત્ત્વનું સ્થાન છે એ વાત પર આધારિત આ તર્ક છે. આ તર્ક કાર્યકારણના ભાવપર રચાયેલો છે. કાર્યની પ્રકૃતિ-સ્વરૂપ પરથી કારણની પ્રકૃતિ-સ્વરૂપ વિષે અનુમાન થઈ શકે છે. વિશ્વના સર્વ પદાર્થોનું જ્ઞાન શબ્દ સાથે સંકળાયેલું છે. જે આ પ્રમાણેનું ન હોય તે જ્ઞાન જ ન હોય.
न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते ।
મનુવિદ્ધમિવ જ્ઞાન સર્વ શબ્બે માસ || વા. ૫. ૧-૧૩૧ જગતમાં એવું કોઈ જ્ઞાન નથી જે શબ્દથી પરોવાયેલુ ન હોય. શબ્દ વડે અનુગ્રથિત જ્ઞાન ભાસે છે.
એટલે, આપણે શબ્દનું જ્ઞાન મેળવ્યા વગર, પદાર્થનું જ્ઞાન મેળવી શકીએ નહીં, અને બ્રહ્મના સર્વ આવિર્ભાવો શબ્દ સાથે વણાયેલા છે, અને તેથી આપણે એવા તારણ પર આવી શકીએ કે, તેનું મૂળ કારણ બ્રહ્મ પણ શબ્દતત્ત્વ હોવું જોઈએ. ઇન્દ્રિયોની જેમ શબ્દ કેવળ જ્ઞાનનું સાધન-પ્રમાણ હોત તો, શબ્દનો પ્રત્યય ન થાય તો પણ આપણને પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત થઈ શક્ત. પણ આપણે શબ્દનો પ્રત્યય પ્રાપ્ત કર્યા વગર પદાર્થ-ભાવનું જ્ઞાન મેળવી શકતા નથી. વળી આપણે જ્યારે, પદાર્થનું જ્ઞાન