________________
Vol. XXXIII, 2010
વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકા...
155
- વ્યાકરણથી શબ્દનો સંસ્કાર થાય છે, અને તે પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે. તેની પ્રવૃત્તિના તત્ત્વને જાણનાર અમૃત એવા બ્રહ્મને પામે છે.
तस्माद्यः शब्दसंस्कारः सा सिद्धिः परमात्मनः ।
તસ્ય પ્રવૃત્તિતત્ત્વતતવ્રતામૃતમનુ || વા. ૫. ૧-૧૪૪ આમ બ્રહ્મ વિશેના વિચારો પહેલા કાષ્ઠની આરંભની ચાર કારિકાઓ (એક ઉપર આપી) આપે છે.
एकमेव यदाम्नातं भिन्नशक्तिव्यपाश्रयात् । अपृथक्त्वेपि शक्तिभ्यः पृथक्त्वेनेव वर्तते ॥ अध्याहितकलां यस्य कालशक्तिमुपाश्रिताः । जन्मादयो विकाराः षड् भावभेदस्य योनयः ॥ एकस्य सर्वबीजस्य यस्य चेयमनेकधा ।
મોજીત્રા મોરારૂપે ૨ સ્થિતિ: II વા. ૫. ૧-૨-૩-૪ જે એક જ છે એમ વેદમાં કહ્યું છે, અને જે, જુદી જુદી (કાર્યજનક) શક્તિઓના આશ્રયને કારણે, (આવી) શક્તિઓથી જુદું ન હોવા છતાં, જાણે જુદું હોય તેમ દેખાય છે, જેની (નિમેષાદિ ક્રિયારૂપી) ભેદના આરોપવાળી, કાલશક્તિના આશ્રયે રહેલા જન્મ વગેરે છ વિકારો પદાર્થોની ભિન્નતાનાં કારણો બને છે, અને સર્વના બીજરૂપ એવા જે શબ્દબ્રહ્મની ભોક્તારૂપે, ભોક્તવ્યરૂપે અને ભોગરૂપે એમ અનેક પ્રકારે સ્થિતિ છે.
આ સિવાયની બીજી પણ એવી ઘણી કારિકાઓ છે જેમાં બ્રહ્મ વિશેના પૂરક અથવા તેની છણાપટ કરતા વિચારો રજૂ કરવામાં આવ્યા હોય. એમ પણ કહી શકાય કે સમસ્ત વા. ૫.માં આ બ્રહ્મવિચાર સૂત્ર સમાન છે, જેમાં વ્યાકરણ કે ભાષાવિજ્ઞાન વિષયક વિચારો પરોવાએલા છે. સમસ્ત ગ્રન્થને એકવાક્યતા અર્પનારું તત્ત્વ જો કોઈ હોય તો આ બ્રહ્મતત્ત્વ છે જેને ભર્તુહરિ શબ્દબ્રહ્મત્વ કહે છે. જાતિ, દ્રવ્ય, સાધન, ક્રિયા, દિફ કે કાલ જેવા વિષયો વિશે વાત કરતી વખતે પણ તે બ્રહ્મ સાથે એને જોડે છે.
ઉપર આપણે જે ચાર કારિકાઓ ઉતારી તેમાં વ્યક્ત થયેલા મુખ્ય વિચારો આ પ્રમાણે નોંધી શકીએ. (i) બ્રહ્મનું શબ્દતત્ત્વ છે અને સર્વ પદાર્થો-વિશ્વ એમાંથી ઉદ્ભવે છે. (i) પરમતત્ત્વ તો એક જ છે પણ પોતાની વિવિધ શક્તિઓથી નાનાપણાનો આવિર્ભાવ પામે છે.
આમ કરતી વખતે પણ તેનું એકત્વ તો જાળવી રાખે છે, શક્તિઓથી તે
ભિન્ન નથી પણ ભિન્ન જણાય છે. (i) આ શક્તિઓમાં “કાલ' સૌથી અગત્યની શક્તિ છે. એ એક જ છે પણ એના પર
વિભાગોનો અધ્યાસ થયેલો છે. એના પર છએ છ ભાવવિકારો અવલંબે છે, અને જે, બ્રહ્મમાં નાનાપણું લાવે છે.