________________
વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકા
(ભર્તુહરિના વાક્યપદયના સંદર્ભમાં)
વિજય પંડ્યા
વાવૈ (સમ્રા) પરમં બ્રહ્મા (બૃહદારણ્યક ઉપનિષદ ૪-૧-૨) એમ ઉપનિષદમાં ઉદ્ઘોષ કરવામાં આવ્યો છે. આ ઉદ્યોષનું સમર્થન કરવા માટે જાણે ભર્તુહરિએ “વાક્યપદીય' ગ્રન્થની રચના કરી છે. દાર્શનિક તત્ત્વમીમાંસાની પશ્ચાદ્ભૂમાં, આ ગ્રન્થ લખાયેલો જણાય છે. દરેક શાસ્ત્રની પોતાની દાર્શનિક ભૂમિકા તો હોય જ, પણ વ્યાકરણશાસ્ત્રના ગ્રન્થમાં, આટલી પ્રકટ અને મુખર રીતે ભર્તુહરિએ જે દાર્શનિક પીઠિકા રચી છે તે કદાચ, સંસ્કૃત ભાષાના વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસમાં અનન્ય છે.
આજે અનુપલબ્ધ પણ ભર્તૃહરિએ રચેલા મનાતા ગ્રન્થ “શબ્દધાતુસમીક્ષા'નું શીર્ષક ભર્તૃહરિના શબ્દદર્શનને બરાબર પ્રતિફલિત કરનારું છે. “શબ્દનું ધાતુરૂપે સમીક્ષણ' આ સમજૂતીમાં ધાતુ એટલે મૂળ કારણ પરમ સત્તા. શબ્દનું પરમસત્તા તરીકે પરીક્ષણ." શબ્દની પરમસત્તા એટલે, વાક્યપદીય (વા. ૫.)માં જેને ભર્તુહરિ શબ્દતત્ત્વ કહે છે તે અને આ શબ્દતત્ત્વ એ જ બ્રહ્મ છે, એમ ભર્તૃહરિ વા. પ.ની પ્રથમ કારિકામાં કહે છે.
अनादिनिधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् ।
વિવર્તત તેડર્થભાવેન પ્રક્રિયા ખાતો યત: | વા. ૫. ૧-૧ આદિ અને અંત વિનાનું શબ્દતત્ત્વરૂપ બલ્બ જે વર્ણોના નિમિત્ત રૂપે છે, જે (ઘટાદ) અર્થરૂપે ભાસે છે, જેમાંથી જગતની (ઉત્પત્તિ વગેરે) પ્રક્રિયા થાય છે.?
વાક્ય અને પદ જેના વિષય છે તે ગ્રન્થ બ્રહ્મ વિશેના વિધાનથી આરંભાય છે, અને પહેલા કાષ્ઠને બ્રહ્મકાર્ડ કહેવામાં આવ્યો છે તે પણ સૂચક છે. ' વળી ભતૃહરિ બ્રહ્મપ્રાપ્તિને વ્યાકરણશાસ્ત્રના અધ્યયનનું અંતિમ પ્રયોજન ગણે છે. તદ્ ચાપUJIIIIM પરં બ્રહ્માધિ ||તે | વા. ૫, ૧, ૨૨
તો વ્યાકરણ-અધ્યયનનું અંતિમ લક્ષ્ય જો બ્રહ્મપ્રાપ્તિ હોય, અને બ્રહ્મ સર્વનું ઉદ્દભવ સ્થાન હોય, અને આ સર્વેમાં વાક્ય અને પદનો પણ સમાવેશ જો થઈ જતો હોય તો, પછી, ગ્રન્થનો આરંભ બ્રહ્મથી જ કેમ ન કરવામાં આવે ? એવા કંઈક વિચારથી વા. પ.નો આરંભ બ્રહ્મ વિશેના વિધાનથી કરવામાં આવ્યો છે.