________________
Vol. XXXIII, 2010
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
153
વસુદેવહિંડીની ભાષા આર્ષ પ્રાકૃત છે અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તો ચૂર્ણિગ્રંથોમાં મળે છે તેવી આર્ષ જૈન મહારાષ્ટ્રી પ્રાપ્ત છે. ઉપરાંત વસુદેવહિંડીમાં એવા જૂના રૂપો મળે છે કે જે પછીના સમયના પ્રાકૃત ગ્રન્થોમાં ભાગ્યેજ નજરે પડે અને જેની પ્રાકૃત વૈયાકરણોએ પણ નોંધ લીધી નથી. પ્રાકૃત સાહિત્યના સમસ્ત ગ્રન્થોમાં વસુદેવહિંડીની ભાષા અસાધારણ પ્રાચીન પ્રાકૃત છે. એ રીતે વસુદેવહિંડીની ભાષા પ્રાચીન ભૂમિકા રજૂ કરે છે. એથી સામાન્ય જૈન મહારાષ્ટ્રીની તુલનાએ સૂત્રગ્રંથોની ભાષાની વધારે નજીક છે અને તેમાં એવાં જૂનાં રૂપો મળે છે. વસુદેવહિંડીની રચના વિક્રમની છઠ્ઠી શતાબ્દી નિશ્ચિત થઈ હોવા છતાં ભાષાની દૃષ્ટિએ જોતાં તેની રચના એ કરતાંયે બે-ત્રણ શતાબ્દી પૂર્વે થઈ હોય એ અસંભવિત નથી.
વસુદેવહિંડીની ભાષા અનેક દૃષ્ટિએ અભ્યાસ માગી લે છે. એમાંના રૂપો પાલી અને આર્ષ પ્રાકૃતના સંબંધ ઉપર નવો જ પ્રકાશ પાડે છે. સાધારણ રીતે જૈન મહારાષ્ટ્રી કરતાં સૂત્રગ્રંથોની અર્ધમાગધી ભાષા સાથે તેનું સામ્ય જણાય છે. મહારાષ્ટ્રી પ્રાકૃતે પોતાનું આગવું ભાષાકીય અને સાહિત્યિક સ્વરૂપ પ્રાપ્ત કર્યાના સમયમાં તે આપણને લઈ જાય છે. વસુદેવહિંડીના ઘણા ભાષાપ્રયોગો છેદસૂત્રો ઉપરનાં ભાષ્યોમાં અને ચૂર્ણિમાં પ્રાપ્ત થાય છે. વસુદેવહિંડીમાંના સંખ્યાબંધ આર્ષ પ્રયોગો અને રસપ્રદ લાક્ષણિકતાઓ પ્રાકૃતો વિશેના આપણા જ્ઞાનમાં ગણનાપાત્ર ઉમેરો કરે છે. એટલું જ નહીં પણ પ્રાકૃત વ્યાકરણ અને ભાષાકીય ઈતિહાસનો કેટલીક અજાણ બાબતો પર પ્રકાશ પાડે છે.
ર
સંદર્ભ: ૧. વસુદેવદિંડી – પ્રથમ ઉંદ
સંપાદકો : મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજી પ્રકાશક : જૈન આત્માનંદ સભા, ભાવનગર. वसुदेवहिंडी - मध्यम खंड સંપાદકો : ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ. રમણિકભાઈ શાહ
પ્રકાશક : લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. ૩. વસુદેવહિંડી - ગુજરાતી ભાષાન્તર
અનુ. : ડૉ. ભોગીલાલ સાંડેસરા
પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. ४. प्राकृत जैन कथा साहित्य-डॉ. जगदीशचन्द्र जैन
प्राकृत साहित्य का इतिहास-डॉ. जगदीशचन्द्र जैन
दो हजार वर्ष पुरानी कहानिया-डो. जगदीशचन्द्र जैन ७. भारतीय संस्कृति में जैन धर्म का योगदान-डो. हीरालाल जैन ८. कथा सरितसागर-सोमदेव, अनु.-केदारनाथ शर्मा
E