SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXIII, 2010 વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર 151 થતો. કન્યાને તેમાં એકત્ર થયેલા રાજાઓનો પરિચય લેખિકા કરાવતી. વૈશ્યો અને ક્ષત્રિયોમાં કન્યાશુલ્ક લેવાતું, ક્ષત્રિયોમાં મામાની દીકરી સાથે લગ્ન થતાં. વણિકો અને બ્રાહ્મણોમાં પણ આ રિવાજ હોવાનો ઉલ્લેખ છે. મામા-ફોઈનાં સંતાનોનાં લગ્ન પ્રાચીનકાળથી ક્ષત્રિયોમાં અને વૈશ્યોમાં ખૂબ વ્યાપક હતાં. આજે પણ હિંદના જુદા જુદા ભાગોમાં આ પ્રથાના અવશેષો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ બ્રાહ્મણોમાં પણ આ પ્રથા પ્રચલિત છે. મૃચ્છકટિકની વસંતસેનાની જેમ ગણિકાપુત્રી પણ કુળવધૂ બની શકતી (૨૩,૧૩૬). ગણિકાઓ ઉપર રજાનો અધિકાર ગણાતો. રાજા કોઈ મનુષ્યને ગણિકાનું દાન આપી શકતો (૩૩૮). રાજાની સેવામાંથી મુક્તિ મેળવવા માટે ગણિકાએ વિક્રય આપવો પડતો (૧૦૦). આ પ્રકારના ધારાઓનું વર્ણન આપણને કૌટિલ્યના “અર્થશાસ્ત્ર' આદિ ગ્રંથોમાંથી પણ મળે છે. ગણિકાને ત્યાં સભામાં અથવા બીજા કોઈ સ્થળે એકત્ર થતી યુવાનોની મંડળી ગોષ્ઠિ અથવા લલિતગોષ્ઠિના નામથી ઓળખાતી. યુવાનો કાવ્ય અને કળાના વિનોદમાં પોતાનો સમય ગાળતા. અમુક સમયે ગોષ્ટિકો પોતાની પત્નીઓ સાથે ઉદ્યાનયાત્રાએ જતા અને આખો દિવસ આનંદવિનોદમાં ગાળી સાંજે પાછા આવતા. (૭૧-૭૨). કેટલીકવાર રાજકુમારોની આસપાસ પણ ગોષ્ટિ એકત્ર થતી. ગોષ્ટિના અમુક નાયકો અથવા આગેવાનો રહેતા. રાજા પણ ગોષ્ઠિકોનું સન્માન કરતો. કૂકડાની સાઠમારીની પ્રથા હતી. રાજકુમારો મેના, પોપટ જેવાં પક્ષીઓની રમતોથી આનંદ લેતા. તેમની પાસે ચિત્રવિચિત્ર વાણી બોલાવવાની હોડ બકાતી. ઈન્દ્રમહોત્સવ એક પ્રચલિત ઉત્સવ હતો. રાજા તથા નગરજનો આખો દિવસ આનંદ-પ્રમોદમાં વિતાવતા. નાટકો અને નૃત્યોનો આનંદ માણતા. જૈન કથાઓમાં મળતા ઉલ્લેખો પ્રમાણે અદભૂત કલાધર તરીકે પ્રસિદ્ધ એનો કોફકાસ યવન દેશમાં જઈને તે દેશના સાર્થવાહો અને વહાણવટીઓના એક સુથાર પાસેથી ઊડતાં યંત્રો બનાવવાની કળા શીખી લાવ્યો હતો અને પછી પોતાના દેશમાં આવી તેણે ઉડતાં પારેવાં તથા આકાશગામી યંત્રો તૈયાર કર્યા હતાં. (૭૫-૭૬), નાટક' (નાક્ય) શબ્દ કેવળ નૃત્ય માટે પણ વપરાયેલો છે. અર્થશાસ્ત્રને લગતો એક રસિક અને મહત્ત્વનો ઉલ્લેખ મળે છે. સ્થળે ય મયિં “વિલેણે માયા સંસ્થા ય દંતવ્યો સપૂતો વિવઘુમા સત્ત'' રિા (મૂળ, પૃ.૪૫). તે ઉપરથી અનુમાન થાય છે કે એક કાળે પ્રાકૃત ભાષામાં કોઈ “અર્થશાસ્ત્ર' હોવું જોઈએ, જે આજે અનુપલબ્ધ છે. એવા જ મહત્ત્વના બીજા ત્રણ ઉલ્લેખો પૌરાગમ-પાકશાસ્ત્ર. (પ્રાકૃત પોરામ)ને લગતા છે (૨૭૪, ૩૩૯, ૪૬૦). એમાં એક સ્થળે તો સ્પષ્ટ રીતે કહ્યું છે : “પછી અમે વિદેશમાં પાકશાસ્ત્ર (પૌરાગમ) શીખીએ”, “પાકશાસ્ત્ર ચિકિત્સાશાસ્ત્રને આધીન છે,” એમ વિચારીને ચિકિત્સાશાસ્ત્ર શીખ્યા (૨૭૪). સંસ્કૃતમાં પાકશાસ્ત્રને લગતા સંખ્યાબંધ ગ્રન્થો પછીના કાળમાં રચાયેલા છે ખરા, પરંતુ અહીં “પૌરાગમ” શબ્દ પાકશાસ્ત્રના સામાન્ય અર્થમાં છે કે એ વિષયના એ નામના કોઈ વિશિષ્ટ ગ્રન્થનું નામ છે એ કહેવું મુશ્કેલ છે. પણ એટલું સ્પષ્ટ છે કે એ સમયમાં પાકશાસ્ત્રનો ખાસ અભ્યાસ થતો, એ માટે
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy