________________
150
કાનજીભાઈ પટેલ
SAMBODHI
ઉપયોગી માહિતી આ ગ્રંથમાંથી મળે છે. આ ગ્રંથની રચના ઈ.સ. પાંચમી શતાબ્દીની આસપાસ થયેલી છે કે જે સમય ભારતનો સુવર્ણકાળ ગણાયો છે. તે સમયે અગ્નિ એશિયાના દેશો સાથે ગાઢ વેપારી સંબંધો હતા. વેપારીઓ જુદા જુદા પ્રકારનો માલ ભરીને સમુદ્રમાર્ગે જાવા (યવદ્વીપ), સુમાત્રા (સુવર્ણભૂમિ), સિંહલદ્વીપ આદિ દેશોમાં જતા.
સમુદ્રગમન કરતાં પહેલાં રાજયશાસનનો પટ્ટક લેવામાં આવતો અને પવન તથા શકુન અનુકૂળ હોય ત્યારે ધૂપદીપ કરીને વહાણ ચલાવવામાં આવતું (૧૮૮-૮૯). આ ઉપરાંત જમીન માર્ગે પણ અનેક
વિકટ ઘાંટીઓ વટાવીને હૂણ, ખસ, ચીનભૂમિ સાથે વેપાર ચલાવવામાં આવતો. (૧૯૧) ટંકણ દેશ અને ત્યાંની ટંકણ નામે પહાડી પ્રજા સાથે માલના વિનિમયની રીતનું સૂચન પણ આમાંથી મળે છે. ટંકણ લોકો સાથેના માલના વિનિમયનાં વર્ણનો અન્યત્ર જૈન સૂત્રોની ટીકાઓમાં જોવા મળે છે. ટંકણ નામની પહાડી પ્રજા વિશેના ઉલ્લેખો મહાભારતાદિમાં પણ મળે છે.
માલવિનિમયની પદ્ધતિ પ્રચલિત હતી. લેવડદેવડની અનુકૂળતા માટે સિક્કાઓમાં “પણ” અને કાર્ષાપણ'નો પરચૂરણ તરીકે ઉપયોગ થતો. દીનાર નામે સોનાના મોટા સિક્કાઓ પણ વપરાતા. દીનાર શબ્દ મુસ્લીમ રાજ્યના અમલ પછી પ્રચારમાં આવ્યો હતો એવો કેટલાક વિદ્વાનોનો મત છે. પણ તે બરાબર નથી. સંસ્કૃત સાહિત્યમાં તેમજ પ્રાકૃત ચૂર્ણિઓ અને સંસ્કૃત ટીકાઓમાં દીનાર સેંકડો વાર વપરાયેલો છે. દીનાર એ રોમન મૂળનો શબ્દ છે અને લેટિન Denarius ઉપરથી ઉતરી આવેલો છે. રોમ અને હિંદના વ્યાપાર અને આર્થિક સંપર્કના પરિણામે ઈ.સ.ની પહેલી – બીજી સદીના આરસામાં ભારતમાં તે વપરાવો શરૂ થયો હોવાની માન્યતા છે. યવનદેશ સાથે રાજકીય સંબંધો હતા. કૌશામ્બીના રાજદરબારમાં યવનદેશમાંથી આવેલા દૂતે પ્રધાનપુત્રને થયેલા કોઢનો ઉપાય બતાવ્યાનો ઉલ્લેખ મળે છે. વૈિદકશાસ્ત્રના તેઓ કેટલા જ્ઞાતા હતા તે પણ આ ઉલ્લેખથી જાણી શકાય છે.
ચિકિત્સાશાસ્ત્રને લગતા ઉલ્લેખોમાં - એક સ્થળે વૈદ્યોના શસ્ત્રકોશનો નિર્દેશ છે (૧૦૬), જે તે કાળના વૈદ્યોમાં શસ્ત્રક્રિયા (Surgery) નો પ્રચાર બતાવે છે. ગૂઢ શલ્ય બહાર કાઢવા શરીર ઉપર માટી ચોપડી, તે સુકવી, શલ્યને બહાર કાઢી, ઘાને ઘી અને મધ ભરી રુઝવવાનો ઉલ્લેખ પણ છે (૬૪-૬૫). શતસહસ્રતૈલના અભંગથી શરીરમાંના કૃમિઓ બહાર કાઢવાની નોંધ છે (૨૩૦). એક સ્થળે વૃક્ષાયુર્વેદનો પણ ઉલ્લેખ છે (૬૧).
તે સમયે દુત રમવાનો રિવાજ હતો. ઘુત રમવા માટે જુદાં જુદાં સ્થાનો હતાં અને એ સ્થાનોનો
અધિપતિ ત્યાં રહેતો. અમાત્યો, શ્રેષ્ઠીઓ, પુરોહિતો, નગરરક્ષકો અને દંડનાયકો જેવા રાજ્યના મોટા અધિકારીઓ દ્યુત રમતા. ઘુતાગારનો અધ્યક્ષ ઘુત રમનારની જીતમાંથી અમુક ભાગ પડાવતો. ચોરો અને ધૂર્તો કેટલીક વાર પરિવ્રાજકોના વેશમાં ફરતા અને લોકોને ફસાવતા. વિવિધ પ્રકારના વસ્ત્રોને લગતા સંખ્યાબંધ ઉલ્લેખો મળે છે.
વિરહિણી સ્ત્રીઓ માથાના વાળ એક જ વેણીમાં બાંધી રાખતી. પતિની ગેરહાજરીમાં સ્ત્રી માટે કેશસંસ્કાર કરવાનો નિષેધ હતો. રાજયસભામાં સ્ત્રીઓ જવનિકા પાછળ બેસતી. રાજકન્યાનો સ્વયંવર