________________
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
एवंगुणजाइओ त्ति, सोहणाओ वि अत्थि जहा सा धणसिरी परपुस्सिविदेसिणी अप्पाणं सारक्खमाणी बारस वरिसाणि अच्छिया तारुण्णाए वि वट्टमाणीए न चेव सीलव्वयाणि खंडियाणि । "
Vol. XXXIII, 2010
149
અગડદત્તે સ્ત્રીઓની બેવફાઈની વાત જણાવવા છતાં ધમ્મિલ્લ ઉપર તેની કોઈ અસર થતી નથી. એને તો ભોગ ભોગવવા છે. તપશ્ચર્યાને બળે તે કેટલીક સિદ્ધિઓ મેળવે છે. રાત્રે મંદિરમાં નિવાસ કર્યો હોય છે ત્યારે રાજકન્યા વિલાસવતીએ પોતાના મનઃપુરુષ સાથે ભાગી જવાનો સંકેત આપેલો હોય છે. તે પોતાના પ્રેમીને બદલે અગડદત્ત સાથે રાત્રે ભાગી છૂટે છે. સવાર થતાં અગડદત્તને જોઈ ભારે પસ્તાવો થાય છે. પણ પાછી જઈ શકે તેમ નથી. આગળના નગરમાં પહોંચી અગડદત્ત રોકાણ માટેનું સ્થળ નક્કી કરવા જાય છે ત્યારે વિલાસવતી તેને નગરવાસીઓએ ગાડાવાળાને કેવી રીતે છેતર્યો તેની વાત કરીને ચેતવે છે. અગડદત્ત તેને નગરવાસીઓએ કેવી રીતે બચાવ્યો તે વાત કરે છે. આ ઔત્પત્તિકી બુદ્ધિનું દૃષ્ટાન્ત છે. ઔત્પત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી એવા બુદ્ધિના ચાર પ્રકાર છે. આ કથાગ્રંથમાં આ ઉપરાંત વિડિયાવંતો, નઽપુત્તો રોહો વગેરે આવી બીજી કથાઓ પણ લૌકિક કથાઓ રૂપે મળે છે.
વસુદેવહિંડી અને અન્ય સાહિત્ય : વસુદેવહિંડી વિશ્વ કથાસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે કેમ કે આ ગ્રંથની કેટલીય કથાઓ વિશ્વમાં પ્રચલિત થઈ છે. વસુદેવહિંડીમાં મળે છે તેવાં કથાનકો અને પ્રસંગો એક યા બીજા સ્વરૂપે ભારતીય સાહિત્યના બીજા કેટલાક સુપ્રસિદ્ધ ગ્રંથોમાં પણ મળે છે. આ ગ્રંથની કેટલીય કથાઓ અને ઘટનાઓના આધારે પ્રાકૃત, અપભ્રંશ અને અર્વાચિન ભારતીય ભાષાઓમાં અનેક કથાઓ લખાઈ છે. એથી પ્રાકૃત કથા સાહિત્યનો આ આધાર ગ્રંથ છે.
વસુદેવહિંડી અને ભારતીય સાહિત્યના બીજા સુપ્રસિદ્ધ ગ્રંથો વચ્ચેના કેટલાંક સામ્ય જણાય છે તે બધાના મૂળ છેવટે કદાચ લોકવાર્તામાં જ હોય એ અસંભવિત નથી. લોકવાર્તા તરીકે આપવામાં આવેલી કૃતઘ્ન કાગડાઓની વાર્તા, જેવાની સાથે તેવા થઈને ગાડાવાળાએ નગરવાસીઓને કેવી રીતે છેતર્યા તેની વાર્તા, ગોમુખની અવલોકનચાતુરીની વાર્તા અને ખોટી માતા કોણ તેની વાર્તા, લંગડી મૃગલીને વાઘની સામે ઊભેલી જોઈને પુલિને કુંડિની નગરી વસાવ્યાની વાત—એ બધી શુદ્ધ લોકવાર્તાઓ જ છે. એટલું જ નહીં, અત્યારે વ્યાપક રીતે પ્રચલિત એવી વાર્તાઓ કેટલી પ્રાચીન છે એનું પણ સૂચન કરે છે. ધમ્મિલપિંડી એ સળંગ લોકવાર્તા જ છે. તેમાં કેટલાક લોકપ્રચલિત પદ્યો પણ મળે છે. સાંબ અને પ્રદ્યુમ્નની ક્રીડાઓના પ્રસંગમાં મેના-પોપટના મુખમાં મૂકેલા લોકપ્રચલિત સુભાષિતો, ગર્વદત્તા લંભકમાં ચારુદત્તના પરિભ્રમણની વાર્તાએ સિન્દબાદ ખલાસીની વાર્તા ઉપર અસર નિપજાયેલી છે. આ સિવાય વસુદેવહિંડીમાં જુદાં જુદાં પાત્રોએ પ્રસંગોપાત એકબીજાને કહેલી સંખ્યાબંધ કથાઓ પણ શુદ્ધ લોકવાર્તાની કોટિમાં જ મૂકવી પડે.
વસુદેવહિંડીમાંથી પ્રાપ્ત થતી સામાજિક—સાંસ્કૃતિક માહિતી : વસુદેવહિંડીમાં વસુદેવનું ચિરત વર્ણિત હોવા ઉપરાંત તેમાં કેટલીય નાનીમોટી આડકથાઓનો સમાવેશ થયો છે. આ કથાઓ સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે ઉપયોગી અને રસપ્રદ માહિતી પૂરી પાડે છે. વેપાર-વાણિજ્ય, લગ્નજીવન, વૈદકશાસ્ત્ર, સામાજિક ઉત્સવો, અન્ય દેશો સાથેના ભારતના રાજકીય સંબંધો વગેરે બાબતોમાં ખૂબ જ