________________
148
SAMBODHI
કાનજીભાઈ પટેલ
ત્યારબાદ ધમ્મિલ્લપિંડીમાં ધમ્મિલ અને અગડદત્તની કથા આવે છે. ધમ્મિલ્લપિંડીમાં ધમિલ્લની માતાનો આશય સારો હોવા છતાં સાધનશુદ્ધિનો વિચાર કરાયો નથી. તેથી તેનું દુષ્પરિણામ માતા-પિતા અને પત્નીને ભોગવવું પડે છે. તે પોતાના પુત્રને રસિક બનાવવા ગણિકાને ત્યાં જવાનું પ્રોત્સાહન આપે છે. પરિણામે બધું ધન વેડફી નાંખે છે.
વસંતસેનાની માતા વસંતતિલકા નિર્ધન પમ્મિલ્લનો ત્યાગ કરવાનું કહે છે. પણ વસંતસેનાને સાચો પ્રેમ છે તેથી તે તેને તરછોડી શકતી નથી. તેથી વસંતતિલકા ધમ્મિલ્લને મદ્યપાન કરાવી રાત્રે નગર બહાર ફેંકાવી દે છે. ધમ્મિલ્લ આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. અગડદત્તનો ભેટો થતાં તે કહે છે – “થમિ ! મવહનો વિવ %િ સદરં હિ ?” ધમ્મિલ્લનો જવાબ -
जो न दुक्खं पत्तो जो य न दुक्खस्स निग्गहसमत्थो ।
जो य न दुहिए दुहिओ तस्स न दुक्खं कहेयव्वं ॥ અગડદત્ત કહે છે –
अहयं दुक्खं फ्तो अहयं दुक्खस्स निग्गहसमत्थो ।
अहयं दुक्खसहावो मज्झ य दुक्खं कहेयव्वं ॥ અગડદત્ત મુનિ તેને વિષયસુખથી દૂર રહેવા પોતે અનુભવેલા સુખદુ:ખ વર્ણવી પોતાનું જીવનવૃત્તાન્ત કહી સંભળાવે છે. આ કથામાં વૈરાગ્ય, માતૃભક્તિ, ગુરુભક્તિ અને વિવેક, શુદ્ધપ્રેમ, સાહસ, સમયસૂચકતા, અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવાથી પ્રાપ્ત થતું સંકટ, અજાણ વ્યક્તિ ઉપર અકારણ પ્રેમ દાખવતી વ્યક્તિ ઉપર કેટલો વિશ્વાસ મૂકવો? પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય છે - વગેરે જાણવા મળે છે. “વિરેસે માથા સત્યે ય દંતવ્યો મuો વિવઢHIો સત્તા” “Every thing is fair in love and war."
વસુદેવહિંડીના કથામુખમાં આવતી અગડદત્તની આ કથા ઉત્તરાધ્યયનસૂત્ર પરની વાદિવેતાલ શાંતિસૂરિની શિષ્યહિતા ટીકામાં (ઈ.સ. ૧૦૪૦) અને નેમિચંદ્રસૂરિની સુખબોધાની ટીકામાં પણ મળે છે. અગડદત્તની કથાના ત્રણે રૂપાન્તરોમાં શાંતિસૂરિની ટીકામાં મળતી કથા અત્યન્ત સંક્ષિપ્ત છે. નેમિચંદ્રસૂરિની ટીકાની અગડદત્ત કથાની અપેક્ષાએ વસુદેવહિંડીની કથાની ભાષા મૌલિક હોવાને કારણે અધિક સરળ અને સ્વાભાવિક લાગે છે. બન્ને કથાઓના પાત્રો આદિનાં નામ અને પ્રસંગોમાં જે તફાવત જોવા મળે છે. એ ઉપરથી અનુમાન થઈ શકે કે પૂર્વકાળમાં અગડદત્તચરિત નામે કોઈ સ્વતંત્ર રચના હશે, જેને આધારે વસુદેવહિંડીમાં આ કથા લેવામાં આવી હોય.
"गंगाए वालुयं सायरे जलं हिमवतो य परिमाणं ।
जाणंति बुद्धिमंता महिलाहिययं न जाणंति ।"એમ કહી સ્ત્રીની આસક્તિથી દૂર રહેવા બસ્મિલ્લને અગડદત્ત સમજાવે છે. પણ બધી સ્ત્રીઓ ખરાબ હોતી નથી એમ કહી ધમિલ્લ ધનશ્રીનું વૃતાન્ત કહે છે. “મવુિં = સંબો રૂત્વિનો