________________
144
કાનજીભાઈ પટેલ
SAMBODHI
નરવાહનદત્તનું લગ્ન થયું હોય તેના નામ અનુસાર ઘણીવાર તેના લંભકનું નામકરણ થયું છે. જેમ કે રત્નપ્રભા લંભક, અલંકારવતી તંભક, સુરતમંજરી સંભક વગેરે.બુદ્ધસ્વામીના બૃહત્કથા- શ્લોકસંગ્રહમાં વિભાગો માટે લંભક નહીં પણ સર્વ સામાન્ય કાવ્યોની જેમ સર્ગો છે છતાં ત્યાં પણ ઘણા સર્ગોને અંતે લંભકનો પર્યાય ‘લાભ મળે છે.
બૃહત્કથા ભારતીય સાહિત્યમાં એક કાળે ખૂબ જ લોકપ્રિય હોવો જોઈએ; કેમ કે, સંખ્યાબંધ સંસ્કૃત નાટકો અને કથાગ્રંથો તેને આધારે રચાયેલા છે અને તેમાંની કથાઓની અસરો પ્રાન્તિય ભાષાઓમાં રચાયેલા સાહિત્ય સુધી પણ કાયમ રહેલી છે. પ્રાચીન ભારતની લૌકિક કથા-વાર્તાઓનો એક આકારગ્રંથ હોવા છતાં “બૃહત્કથા” એ કોઈ ધર્મગ્રંથની સાથે સરખાવી શકાય એટલો આદર અને લોકપ્રિયતા આપણા દેશમાં પ્રાપ્ત કર્યા હતાં. અનેક સંસ્કૃત કવિઓએ પોતાની રચનાઓમાં બૃહત્કથા વિશે માનભેર ઉલ્લેખો કર્યા છે. બૃહત્કથાના નાયક નરવાહનદત્તના પિતા ઉદયનની કથામાં નિપુણ એવા અવન્તિવાસી ગ્રામવૃદ્ધોનો ઉલ્લેખ મહાકવિ કાલિદાસે પૂર્વમેઘના શ્લોક ૩૧માં કર્યો છે. મહાકવિ બાણે હર્ષચરિતમાં મંગલાચરણ શ્લોક ૧૭માં બૃહત્કથાને મહાદેવની લીલા સાથે સરખાવી છે. વાસવદત્તાના કર્તા સંબંધુએ પણ એક ઉપમામાં બૃહત્કથાનો નિર્દેશ કર્યો છે. કાવ્યાદર્શ ૧-૩૮માં દેડીએ અદ્ભુત અર્થવાળી બૃહત્કથાનો ઉલ્લેખ કર્યો છે. દશરૂપકના કર્તા અને માલવપતિ મુંજના સભાસદ ધનંજયે રામાયણાદિની સાથે બૃહત્કથાનો ઉલ્લેખ કર્યો છે. તથા તેના ટીકાકાર અને ભાઈ ધનિકે બૃહત્કથાને મુદ્દારાક્ષસનું મૂળ કહી છે. (તત્ર વૃહત્કથામૂર્ત મુદ્રાક્ષસમ્ | પૃ.૩૪) ભોજરાજના વિનોદાર્થે તિલકમંજરીની રચના કરનાર કવિ ધનપાલે એ કૃતિના પ્રારંભમાં જ કહ્યું છે કે - “બૃહત્કથાની આગળ બીજી કથાઓ કંથા જેવી લાગે છે.” (પૃ.૩)
જૈન ગ્રંથોમાં પણ યત્ર-તત્ર તેના ઉલ્લેખો મળે છે. નિશીથચૂત્ર ઉપરની ચૂર્ણિમાં લૌકિક કામકથા તરીકે નરવાહનદત્તની કથાનો નિર્દેશ છે. વિ.સ. ૮૩૫માં લખાયેલ કુવલયમાલાના રચનાર દાક્ષિણ્યાંક ઉદ્યોતનસૂરિએ એ કથાના મંગલાચરણમાં એક ગાથા વડે ગુણાઢ્ય અને તેની બૃહત્કથાની પ્રશંસા કરી છે. આચાર્ય હેમચંદ્ર કાવ્યાનુશાસનની સ્વોપજ્ઞ વૃત્તિમાં કથાના પ્રભેદોમાં બૃહત્કથાનો ઉલ્લેખ કર્યો છે. (અધ્યાય ૮, સૂત્ર ૮) ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીના દક્ષિણ હિંદના એક તામ્રપત્રમાં તથા નવમી શતાબ્દીના એક શિલાલેખમાં પણ બૃહત્કથાના આદરપૂર્વક ઉલ્લેખો કરેલા છે.
ગુણાઢ્યની બૃહત્કથા એ નિઃશંકપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો એક અતિ રસપ્રદ અને મહત્ત્વનો ગ્રંથ છે. વિનષ્ટ થયેલા આ ગ્રન્થની શકય તેટલી પુનર્ઘટનાનું કાર્ય પણ અત્યંત રસીક છે. પરસ્પર મળતી આવતી કથાસરિત્સાગર અને બૃહત્કથામંજરી એવી કાશ્મીરી લેખકોની બે જ કૃતિઓ જાણમાં હતી. ત્યારબાદ આશ્ચર્યજનક અને સારી રીતે ભિન્ન એવા નેપાળી રૂપાન્તર બુદ્ધસ્વામીના બૃહત્કથાશ્લોકસંગ્રહની શોધ થતાં ફેંચ વિદ્વાન લાકોએ આ કોયડાનો નિપુણતાથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. લોકોને એવા નિર્ણય પર આવ્યા કે બન્ને કાશ્મીરી રૂપાંતરોનું મૂળ બૃહત્કથાશ્લોકસંગ્રહને આધારે રચાયેલી બૃહત્કથાની એક અત્યન્ત ભ્રષ્ટ અને અવ્યવસ્થિત કાશ્મીરી કૃતિમાં રહેલું છે. આ કૃતિમાં ઘણે સ્થળે મૂળ ગ્રંથની હકીકતો તદ્દન સંક્ષિપ્ત સારરૂપે મૂકવામાં આવી હતી. એમાં મૂળના કેટલાક ભાગો લુપ્ત થઈ ગયા હતા અને પુષ્કળ પ્રક્ષેપો નવેસરથી