________________
Vol. XXXIII, 2010
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
143
પ્રમાણે બૃહત્કથામંજરી અને કથાસરિત્સાગર એ બૃહત્કથાશ્લોકસંગ્રહનાં સંક્ષિપ્ત રૂપ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં વામનભટ્ટની બૃહત્કથામંજરી રચાયેલી છે. પણ તેનો જૂજ ભાગ અત્યાર સુધીમાં પ્રાપ્ત થયો છે. બૃહત્કથાના સંસ્કૃત રૂપાન્તરોની જેમ જૈન સાહિત્યમાં તેનું જે રૂપાન્તર થયું છે તેમાં વસુદેવહિંડી પ્રાચીનતમ છે. આ ગ્રંથમાં બૃહત્કથાનું વસ્તુ શ્રી કૃષ્ણની પુરાણકથાની આસપાસ ગૂંથાયું છે.
વસુદેવહિંડી ઉપરાંત અન્યત્ર પણ બૃહત્કથાનું જૈન રૂપાન્તર મળે છે. હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના શ્રી નેમિનાથ ચરિત્રમાં વસુદેવનું ચરિત્ર આવે છે. ત્યાં જૈન બૃહત્કથાની રૂપરેખા જોવા મળે છે. તેમાં તથા શ્રીકૃષ્ણની પુરાણકથાને લગતા જૈન ગ્રંથોમાં એનો સંક્ષિપ્ત સારોદ્ધાર આપવામાં આવેલ છે.
લુપ્ત બૃહત્કથાના વિષયનો અને તેની રચના પદ્ધતિનો ખ્યાલ આપણને પ્રસ્તુત રૂપાન્તરો ઉપરથી આવે છે. એ રીતે એમાં કોશીબીપતિ વત્સરાજ ઉદયનના પુત્ર નરવાહનદત્તનાં અનેકવિધ પરિભ્રમણો, પરાક્રમો તથા અનેક વિદ્યાધર તથા માનવ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ વર્ણવેલું છે. એમાં પણ વસુદેવહિંડીની જેમ સેંકડો નાની મોટી આડકથાઓ આવે છે. અરે, “વેતાલપચીશી'ની આખીયે વાર્તા પણ કથાસરિત્સાગરમાં એક આડકથા રૂપે મૂકેલી છે. એટલું જ નહીં પણ જે કન્યા સાથે નરવાહનદત્તનું લગ્ન થયું હોય તેના નામ અનુસાર તે લંબકનું નામકરણ થયેલું છે, જેમ કે મદનમંજુકા લંબક, રત્નપ્રભા લંબક, અલંકારવતી લંબક, સુરતમંજરી લંબક વગેરે. જેનો અર્થ પ્રાપ્તિ થતો હોય એવો લંબક જેવો કોઈ શબ્દ સંસ્કૃત ભાષામાં નથી. સંભવ છે કે તેમણે માત્ર કથા વિભાગ સૂચવવા માટે રૂઢિથી લંબક શબ્દનો પ્રયોગ કર્યો હોય.
કથાના કલેવરની એકંદર યોજનાની બાબતમાં બૃહત્કથા અને વસુદેવહિંડીનું અસાધારણ સામ્ય છે. સંખ્યાબંધ પાત્રોના નામ અને પ્રસંગોની બાબતમાં પણ બૃહત્કથા અને વસુદેવહિંડી વચ્ચે નોંધપાત્ર સામ્ય છે. બૃહત્કથા ઈસવીસનના પ્રારંભકાળમાં રચાયેલી છે. વસુદેવહિંડીનો રચના કાળ તેનાથી બે ત્રણ સૈકા પછીનો છે. સંભવ છે કે સંધદાસગણિને બૃહત્કથા જેની સાહિત્યિક ગુણવત્તાવાળી અને વિપુલ વિસ્તારવાળી લૌકિક કથા જોઈને એવી એક ધર્મકથા રચવાની ઇચ્છા થઈ હોય અને પરિણામે બૃહત્કથાના આયોજનના મુખ્ય અંશો ધ્યાનમાં રાખીને તેમણે વસુદેવહિંડીની રચના કરી હોય. વસુદેવહિંડી મધ્યમ ખંડના કર્તા ધર્મસેનગણિ મહત્તરે પોતાના એ ગ્રંથના પ્રારંભમાં જ બૃહત્કથાના નાયક નરવાહનદત્તનો નામનિર્દેશ કર્યો છે.
બૃહત્કથા એક લૌકિક કથા હતી એના કર્તાનો ઉદ્દેશ કેવળ સાહિત્યિક આનંદ આપવાનો હતો. વસુદેવહિંડીમાં પણ વસુદેવના પ્રણયવિષયક પરાક્રમોની બાબતમાં જોઈએ તો તે પણ એક ઐતિહાસિક લોકકથા જેવી જ લાગે. પણ શ્રમણ ગ્રંથકર્તાની ધર્મબુદ્ધિ એ જ એ લૌકિક કથાને ઉત્તમ ધર્મકથા તરીકે નિરૂપી છે.
બૃહત્કથાના કાશ્મીરી રૂપાન્તરોમાં રચના પદ્ધતિની વિશેષતા જોવા મળે છે. તેમાં કથાના ૧૮ વિભાગોને લાવણ્યક લંભક, સૂર્યપ્રભ સંભક, મહાભિષેક લંભક વગેરે નામ આપ્યા છે. લંભક એટલે નરવાહનદત્તને જેમાં પત્ની પ્રાપ્ત થાય છે એવું પ્રકરણ અને એટલું જ નહીં પણ જે કન્યા સાથે