SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 138 સમીરકુમાર કે. પ્રજાપતિ SAMBODHI પુરુરવાને ઉર્વશીની સાથે રહેવાનું સદ્ભાગ્ય(!) પ્રાપ્ત થયું. આ રીતે પુરુરવાનું ઉત્તર જીવન આયુની પ્રાપ્તિ પછી અંશતઃ સંયમિત થશે કે તે પોતે થયો હશે, એવા શિવવાચક “સ્થાણુ' શબ્દનો આશાવાદી ભાવ અહીં પ્રાપ્ત (બંજિત) થાય છે. આ પ્રકારે પુરુરવા શૂર, શીલવાન તેમજ દાક્ષિણ્ય સંપન્ન છે. વિનયનો ગુણ એના શૌર્યમાં અભિવૃદ્ધિરૂપ છે. કુમારસંભવમાં “શિવ’ માટે આપેલી “ધીર'ની વ્યાખ્યા પુરુરવા માટે પ્રાયઃ ઉચિત મનાશે. એણે ઉર્વશીની પ્રાપ્તિમાં અનેક વર્ષ વિતાવ્યાં. આ ધ્યેયમાં તે અડગ રહ્યો. આવો પરમાત્મા તુલ્ય રાજા જ આપત્તિને દૂર કરી શકે છે. પ્રજા અને પત્નીને આનંદ આપી શકે છે. (૩) અથર્વ. માં ગંધર્વ સંદર્ભે ઈશ્વર-પરમાત્મા-તુલ્ય એક વિશેષણ છે કે “T વાળી ધારત”અર્થાત્ પોતાની વાણીને ધારણ કરનાર, વાશક્તિને સંયમમાં રાખનાર અર્થાત્ આત્મજ્ઞાનનો વાચક આ શબ્દ છે. જેનો એક અર્થ - ભૂમિ, સૂર્ય, વાણી, ઇન્દ્રિયો, અન્તઃકરણશક્તિઓને ધારણ-પોષણ કરનાર આત્મા કે પરમાત્મા છે. પુરુરવાની કવિસુલભ કલ્પના અત્યન્ત પ્રસન્ન છે. પ્રત્યેક પરિસ્થિતિમાં એની અંદરનો કવિ લલિત વાગ્વિલાસના રૂપમાં સરી પડે છે. એની અન્તઃચેતનામાંથી નીકળતી વાણી વિશે શ્રી અરવિન્દ કહે છે કે “કોઈપણ રાજાને એના પહેલાં અથવા પછી, ત્યાં સુધી કે રિચર્ડ દ્વિતીયને પણ વાણીનું તે ગૌરવમય વરદાન પ્રાપ્ત નથી, જે “સૂર્ય અને ચન્દ્રમાના આ પૌત્ર' ને પ્રાપ્ત છે. પુરુરવામાં કવિતાથી ભરેલ માનસ, રાજચિત ભવ્યતા તેમજ પૂર્ણતાથી ભરેલ વાગાભ્યાસ તથા પોતાની જ નિયતિથી અનુપમેય ગૌરવથી પ્રજજવલિત તેમજ વિસ્ફર્જિત કલ્પનાથી સમન્વિત તેમજ સંવલિત થઈને પુરુરવા એ મોટી ઘટનાનો સાક્ષાત્કાર કરે છે, જે એની અંતઃપ્રકૃતિની કસોટી થનાર છે. કેવળ આવો જ વ્યક્તિ સંસાર તેમજ એના ઐન્દ્રિય જીવનનું મૂર્તિમાન સૌન્દર્ય, નારાયણની જાંઘમાંથી ઉત્પન્ન અપ્સરાની લાલસા તથા પ્રાપ્તિ કરવાનો અધિકારી હતો”૧૭ જે પ્રકારે શિવ પાર્વતી સાથે તથા સાંગના પુરુષનું મહાપ્રકૃતિ સાથે મિલન થાય છે. પુરુરવાનું એક કથન અત્રે નોંધનીય છે કે “ઉર્વશીનું એ મનોહરરૂપ વેદાભ્યાસથી જડીભૂત નારાયણની સૃષ્ટિ નહીં, પરંતુ આ ચન્દ્રમા, કામદેવ અથવા વસન્ત દ્વારા જ રચાયું હશે.” આ સામાન્ય ઇન્દ્રિયભોગી મનુષ્યનો અંદરનો અવાજ નથી. (૪) અથર્વ.માં “ગન્ધર્વ શબ્દનું એક અન્ય વિશેષણ છેઃ “સૂર્ય' અર્થાત્ મહાન સહસ્રરશ્મિ સૂર્ય ભગવાન જ એમનો દેહ છે. અથવા તે એમનામાં જ છે એટલું જ નહીં, સૂર્યનો મહાન પ્રકાશ પણ એમનાથી પ્રાપ્ત થયો છે. આ એમનો મહિમા છે. આ બાબત પુરુરવાને સૂર્યપરમાત્મા તુલ્ય સિદ્ધ કરવામાં સહાયક બની શકે છે. જે પ્રકારે “રાના પત્ની કરામ્' માનવામાં આવે છે, એ પ્રકારે સૂર્ય ભગવાન પણ સમગ્ર જીવસૃષ્ટિ, ચૈતન્ય સ્વરૂપ કે કાલમાનના ઘાતક મનાય છે. શ્રી અરવિંદ કહે છે કે “જેનો પિતા બુધ તથા માતા ઈલા છે અને જે ઈશ્વરીય પ્રેરણાનું પ્રતીક છે. આ પ્રકારે પુરુરવાનો વંશગત સંબંધ સૂર્ય તેમજ ચંદ્રથી છે.”૧૮ કાલિદાસે પણ વિક્રમોની એક ઉપનામાં પુરુરવાને સૂર્યતુલ્ય બતાવ્યો છે. ૧૯
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy