SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 137 Vol. XXXII, 2009 વિક્રમોર્વશીય'ના નાન્દીશ્લોકનું કાવ્યાર્થસૂચકત્વ : (૧) અથર્વવેદમાં “ગન્ધર્વ'નું એક વિશેષણ છે ? તે સદ્ય-શૃં વિવિ અર્થાત્ તારું સ્થાન ઘુલોકમાં છે. વિક્રમોમાં કેટલાક વિદ્વાન “વેદ્દાન્તપુ' પદથી “વેદનો અંત' અર્થાત “સ્વર્ગને સૂચિત કરે છે. આમેય પુરુરવા સ્વર્ગાદિમાં ગતિ કરવાની ક્ષમતા ધરાવે જ છે. સ્વર્ગાદિમાં એનું ગમનાગમન બની રહે છે. દેવ-દાનવ યુદ્ધમાં રાજાને સહાયકના રૂપમાં નિમત્રણ જે પ્રાપ્ત થયું હતું તે આનું પ્રમાણ છે.૧૫ અથર્વ.માં તો સૂર્ય ભગવાન જ “ગન્ધર્વનો દેહ છે, એવો ઉલ્લેખ છે. જેનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ જતાં “સૂર્યત્વ' વિશેષણમાં કરેલ છે. આ પ્રકારે રાજા ઘાવા-ભૂમિને વ્યાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. (૨) અથર્વ. માં ગન્ધર્વનું અન્ય એક વિશેષણ આ પ્રકારે છે : “દ્રિવ્યઃ અર્વ:' (દિવ્ય પૃથિવ્યાદિનો ધારક), વિસ્વાવસુ-જમ્પર્વ (વિશ્વને સ્થાપિત કરનાર ધારક દેવ), ભુવનસ્ય પ ાવ પતિઃ (ભુવનોનો એકમાત્ર સ્વામી), સૈવી દરમ: અવયાતા દિવી આપત્તિને દૂર કરનાર), પૃકાત (આનંદ આપનાર). વિક્રમો માં જોઈએ તો - પુરુરવા એક ધીરાદાત્ત નાયક છે. “નત નાય:- one who leads' અનુસાર તે નેતા છે. તથા ૨ાના તથા પ્રજ્ઞા', “રાના છાતી વારમ્' લોકો રાજાને નજર સમક્ષ રાખી તેના અનુસાર જીવે ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે, यदयदाचरति श्रेष्ठस्तद् ततद्देवेत्तरो जनः ।। स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ આ પ્રકારે “લોકસંગ્રહનો ખ્યાલ રાખવો, પ્રજાનું રક્ષણ-ધારણ-પોષણ કરવું રાજાનું પ્રથમ કર્તવ્ય છે. જે પ્રકારે ઈશ્વર-પરમાત્મા જગતનું ધારણ-પોષણ-રક્ષણ કરે છે. અથર્વવેદનાં ઉપર્યુક્ત વિશેષણો વિક્રમોમાં જોઈએ તો- પુરુરવા શરણાગત ઉર્વશી વગેરેની ચીસા-ચીસ સાંભળતાં જ દાનવની નાગચૂડમાંથી એને બચાવે છે, જેમાં રાજાનો રાજધર્મ પ્રત્યક્ષ થાય છે. જેના શૌર્યની યાચના દેવાધિદેવ મહેન્દ્ર કરે છે. શ્રી અરવિંદ પુરુરવાને શૌર્યવ્યસની નરેશના રૂપમાં જુએ છે અને કહે છે કે “લગભગ પ્રત્યેક અંકમાં એના ચરિત્રના આ પરિપાનો કલાત્મક સંકેત નાટ્યકારે કર્યો છે. એને વારંવાર “રાજર્ષિ' કહેવામાં આવ્યો છે. વૈતાલિકો દ્વારા એના પરાક્રમનું કથન કરાવવામાં આવ્યું છે. સંગમનીય મણિને ઉઠાવી લઈ જનાર ગીધને મુસ્થાનાં વૈવ રસ્તાનામહિરને વધ: મૃત:કાયદાનુસાર અપરાધીને દંડ આપવાની તત્પરતા એની કર્તવ્યપાલન નિષ્ઠાનું દર્શન કરાવે છે. પુરુરવાના આ સૂર્યવંશીય ગુણોમાં ઉપર્યુક્ત અથર્વ.નાં વિશેષણોનું સાદશ્ય દષ્ટિગત થાય છે. આ ગુણો “પરમાત્મા (: પુરુષ:) ના ગુણોને પણ પોષે છે. કુમાર આયુને “વાપર’ થયેલ જોઈને તમેન જૂથપતિરનુબ્રુત્ત:' લાગવાથી આયુને રાજગાદી સોંપીને વનમાં જવાની તત્પરતા ક્ષણ માટે સૂર્યવંશી રાજવીઓની “વાર્ધચે મુનિવૃત્તિના'ની યાદ અપાવે છે. ક્ષણવાર માટે લાગે છે કે પુરુરવા વાનપ્રસ્થી બનીને ‘યોનાને તનુત્યજામ્' નો માર્ગ અપનાવશે, પરંતુ ઈન્દ્રનો નારદ દ્વારા સંદેશ મળતાં જ આયુનો યુવરાજ પદે અભિષેક થયો અને
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy