SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 139 Vol. XXXII, 2009 વિક્રમોર્વશીય'ના નાન્દીશ્લોકનું કાવ્યાર્થસૂચકત્વ : પુરુરવા માતૃપક્ષથી સૂર્ય અને પિતૃપક્ષથી ચંદ્રના ગુણો સંસ્કારરૂપે લઈને ઉત્પન્ન થયો છે. સાપિક્ય ધર્માનુસાર કન્યા સ્ત્રીની પાંચ પેઢી અને વરમાં પિતાની સાત પેઢીના સંસ્કાર ઉતરી આવે છે, એવું સ્મૃતિશાસ્ત્રમાં કહ્યું છે. આ પ્રમાણે પુરુરવા પ્રતિ અમાસના દિવસે સૂર્ય-ચન્દ્ર જયારે સાથે હોય ત્યારે સૂર્યની આરાધના કરે છે. સૂર્યાશનું પરિમાર્જન કરે છે. સમગ્ર નાટકમાં પિતૃપક્ષના ચાંદ્રગુણોનું પ્રાબલ્ય હોવાથી તે દિલ અને દિમાગની સંવાદિતા પ્રાપ્ત કરવા માટે આદર્શની પૂજા કરે છે. આથી તો તે વિક્રમ છે. - જ્યારે ઉર્વશીનું દાનવથી રક્ષણ, ચારણો દ્વારા ગદ્ય-પદ્ય-મિશ્રિત વીરરસ પ્રધાન ‘ગયોવાઇરામ્' દ્વારા વિજયગાથા-ગાન માટે પ્રોત્સાહિત, પુરુરવાનું વારંવાર સ્વર્ગમાં ગમનાગમન, દેવરાજ ઈન્દ્રની મૈત્રી, દેવ-સહાય ક્ષમતા અને ઈન્દ્ર-નારદ દ્વારા પ્રાપ્ત ઉર્વશીની સાથે સહજીવનની અનુમતિ- આ બધું માતૃપક્ષ સૂર્ય તરફથી પ્રાપ્ત સંસ્કાર ગુણોને આભારી છે. (૫) અથર્વ. માં ગન્ધર્વ અર્થાત્ પરમાત્મા માટે કહ્યું છે કે “ ઇવ નમ: અર્થાત્ તે એક જ નમસ્કાર યોગ્ય છે, સર્વ જગતમાં તે જ એક પ્રશંસાને યોગ્ય છે– વિષ્ણુ રૂઠ્ય: I તથા “તે વી. યૌમિ વૃક્ષ', “નમ', નમસ્તે કસ્તુ', સુસેવાઃ ઈત્યાદિ જેના વિશે સ્તુતિપરક પદ પણ પ્રાપ્ત થાય છે. | વિક્રમો.ના નાન્દીશ્લોકમાં પણ પરમાત્મા માટે “પતિયોના સુત્તમઃ', “અન્તર્યશ્ર મુમુક્ષુનિયમિતપ્રાબિયતે' જેવાં વિશેષણ પ્રયુક્ત કર્યા છે. તથા અંતિમ પદથી રાજાની સ્તુતિ સમગ્ર શ્લોકમાં બતાવી છે, એવું કેટલાક વિદ્વાનોનું પણ સૂચન છે. આ પરિપ્રેક્ષ્યમાં ટીકાકાર કાટયમ અને રંગનાથનું પણ વ્યાપક સૂચન છે કે “પ્રાણ વગેરે નિયત કરનાર મુનિ, જેઓ લોખંડ અને કાંચન(સુવર્ણ)ને એક સમાન માને છે અને રાજામાં જેમની ભક્તિ છે, એવા મુનિગણ દ્વારા પુરુરવાનું અંતઃકરણમાં શોધન થાય છે અર્થાત્ રાજા પુરુરવાએ આવા મુનિઓના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ૨૧ ‘નિષોમાત્મ ન+'ની વચ્ચે સંવાદિતાના મંથનમાં રત પુરુરવાના જીવનમાં ભરત, ચ્યવન, નારદ, દુર્વાસા, કણ્વ, મારિચાદિ મુનિઓએ શાપ અને અનુગ્રહ દ્વારા વ્યક્તિ, સમાજ અને પારિવારિક જીવનના વૈશ્વિક સ્થાપન માટે પુરુરવાને નિમિત્તરૂપ યશ પ્રાપ્ત કરાવી રાજા પ્રતિ પોતાની ભક્તિનું પ્રમાણ રજૂ કર્યું છે. જેમ કે, “મારિચાશ્રમનો સર્વદમન ભરત બને એવી ક્ષમતા પ્રાપ્ત કરે છે. અવનાશ્રમના નિયમોનું ઉલ્લંઘન કરનાર આયુ નારદ દ્વારા યુવરાજ પદ પર અભિષેક થવાથી સબળ, સક્ષમ અને ઉચિત નેતૃત્વ આપવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. વિક્રમોનાં નાયક-નાયિકા ધીર, ગંભીર બને છે. કવએ શકુન્તલાનું પાલન કર્યું, પરંતુ પાલક-પિતા હોવાના કારણે ‘મ દિ ના પરક્કીય ઇવ’– સમજી એને વિદાય આપ્યા પછી ઊર્મિથી પર થયા-સ્વસ્થ થયા. દુર્વાસા અને મારિચ પણ શકુન્તલાને સંયમિત કરી. એ જ રીતે ભારતે પણ ઉર્વશીને શાપ આપ્યો, પરંતુ ઇન્દ્રના અનુગ્રહની વચ્ચે તેઓ ન આવ્યા. નારદને ઇન્દ્રના અનુગ્રહમાં લોકકલ્યાણ માટે પુરુરવા-ઉર્વશીને સાથે રાખવાં, યોગ્ય
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy