SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ 135 Vol. XXXII, 2009 વિક્રમોર્વશીયના નાન્દીશ્લોકનું કાવ્યાર્થસૂચકત્વ : (અ) “વિક્રમોર્વશીય'ના નાન્દીશ્લોકનું કાવ્યાર્થસૂચકત્વ : “વિક્રમોર્વશીયનો નાન્દીશ્લોક આ પ્રમાણે છે : वेदान्तेषु यमाहुरेकपुरुषं व्याप्य स्थितं रोदसी यस्मिन्नीश्वर इत्यनन्यविषयः शब्दो यथार्थाक्षरः । अन्तर्यश्च मुमुक्षुभिनियमितप्राणादिभिर्मग्यते स स्थाणुः स्थिरभक्तियोगसुलभो निःश्रेयसायास्तु वः ॥१.१॥ વિક્રમો.ના પ્રસિદ્ધ ટીકાકાર કાયમ કહે છે કે “વેદ્દાન્તપુ યમદુરપુરુષ' વગેરે વિશેષણોથી કથાનાયક પુરુરવાનું સૂચન થાય છે. અન્ય એક પ્રસિદ્ધ ટીકાકાર રંગનાથ કહે છે કે “પપુરુષ' પુરુરવા છે. “શ્વર:' શબ્દ જેના માટે યથાર્થક્ષર છે તે પુરુરવા છે. “નિયમિત પ્રાણવિધિ: મુમુક્ષુપ:'થી જેનું અંતઃકરણમાં શોધન થાય છે (કૃmતે) તે પુરુરવા છે. “શાપુ' અતિવીર-રુદ્રરૂપ-પુરુરવા જ છે. અન્ય વિદ્વાન નાન્દીશ્લોકનું આ પ્રકારે કાવ્યાર્થસૂચન કરે છે : (૧) “વેદ્દાન્તપુ' પદથી “વેદનો અંત" અર્થાત્ નિજપ્રદેશ-સ્વર્ગ, ત્યાં પણ દયા, દાક્ષિણ્યથી ખ્યાત “ પુરુષ’ પુરુરવા છે. (૨) “નિયમિત પ્રાપ: 5mતે' પદથી મુનિઓનું સૂચન છે. (૩) “મુમુક્ષુ' પદથી દેશી દૈત્યના ત્રાસમાંથી મુક્તિની ઇચ્છા કરતી ઉર્વશીનું સૂચન છે. (૪) અંતિમ પંક્તિથી રાજા પુરુરવાની સ્તુતિ સમગ્ર શ્લોકમાં દર્શાવાઈ છે.’ (બ) અથર્વવેદીય “ગાન્ધર્વાસરસ' સૂક્ત (૨.૨)ના દેવ : અથર્વવેદના ઉપર્યુક્ત સૂક્તમાં મુખ્ય દેવતા ગન્ધર્વ અને અપ્સરાઓ છે. વિભિન્ન શબ્દકોશોમાં ગન્ધર્વ અને અપ્સરાનો સામાન્ય અર્થ “એક દિવ્ય કે દેવકોટિની જાતિ છે. અમરકોશમાં ગન્ધર્વનો એક અર્થ “આકાશમાં ઘુમનાર સત્ત્વ(ન.)' પ્રાપ્ત થાય છે. ૧૦ જયારે ઋગ્વદમાં “ગંધર્વ' શબ્દ વીસ વખત પ્રયોજાયો છે; જે આકાશસ્થ વાયુનું એક વિશેષ સત્ત્વ છે, તે લોકને માપે છે અને તેનો સંબંધ સૂર્ય, સૂર્યરૂપી પક્ષી, સૂર્યવત્ સોમ, જલ અને સૂર્યાશ્વ સાથે બતાવ્યો છે. તથા કહ્યું છે કે ગંધર્વ અપ્સરાઓનો પ્રેમી છે. તેનું વસ્ત્ર સુવાસિત અને કેશ (વાળ) વાયવ્ય છે, કામિનીનો શોખીન પણ છે. ૧૧ પં. સાતવળેકરજીએ પોતાના અથર્વવેદના સુબોધભાષ્યમાં ઉપર્યુક્ત સૂક્તના સંદર્ભમાં ગન્ધર્વ શબ્દના આ પ્રકારે અર્થ આપ્યા છે.૧૨ (૧) “ વાળ ધારયતિ' અર્થાતુ પોતાની વાણીને ધારણ કરનાર', પોતાની વાફશક્તિને સંયમમાં રાખનાર. આ શબ્દો આમ તો “આત્મજ્ઞાનના અધિકારી'ના વાચક છે. (૨) “+ : (i) ભૂમિ, સૂર્ય, વાણી, ઇન્દ્રિયો, અન્તઃકરણ-શક્તિઓ વગેરેને (ધર્વ:)ધારણ-પોષણ કરનાર આત્મા. જે ભૂમિ, સૂર્ય તથા અન્યાન્ય ચરાચર સ્કૂલ
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy