SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમોર્વશીય'ના નાન્દીશ્લોકનું કાવ્યર્થસૂચકત્વ : અથર્વવેદ (૨.૨)ના પરિપ્રેક્ષ્યમાં* સમીરકુમાર કે. પ્રજાપતિ નાટ્યશાસ્ત્રીય અનેકવિધ પરિભાષાઓમાં “નાન્દી'નું પણ એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સામાન્ય રીતે નાટકની નિર્વિન સમાપ્તિ થાય, એ જ નાન્દીનું મુખ્ય પ્રયોજન છે. સાહિત્યદર્પણકાર વિશ્વનાથ “નાન્દી'ની વ્યાખ્યા આ પ્રકારે આપે છે : ___ आशीर्वचनसंयुक्ता स्तुतिर्यस्मात्प्रयुज्यते । । देवद्विजनृपादीनां तस्मान्नान्दीति संज्ञिता ॥२ જો કે પ્રસિદ્ધ ટીકાકાર રાઘવભટ્ટ “નાન્દીને કાવ્યાર્થસૂચક માને છે : “આશીર્નમક્રિયારૂપ: સ્ત્રો: વ્યાર્થસૂવ: ( નાન્ડીતિ વધ્યતે | પ્રાચીન ટીકાકારો અને વિદ્વાનોના મતે નાન્દીશ્લોકથી નાટ્યકૃતિના નાયક-નાયિકાદિ પાત્રો અને વિવિધ પ્રસંગોનું પણ સૂચન થાય છે. ભાસે પણ મોટાભાગે પોતાનાં રૂપકોમાં મુદ્રાલંકારનો ઉપયોગ કર્યો છે. મુદ્રાલંકારની કુવલયાનન્દ આપેલી વ્યાખ્યા ઉપર્યુક્ત વિષયને વિશેષરૂપથી પ્રકાશિત કરે છે. જેમ કે ‘મૂત્રાર્થસૂવને મુદ્રા પ્રવૃતાર્થપૂર્વક પર્વેદ * ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર (૧.૩૭)માં કહ્યું છે કે “બ્રહ્માએ ચાર વેદમાંથી અપેક્ષિત ચાર વસ્તુઓનું ગ્રહણ કરી નાટ્ય નામના પાંચમા વેદનું સર્જન કર્યું.' કાલિદાસે વિક્રમોર્વશીયની કથાવસ્તુનો આધાર વેદોમાંથી લીધો છે. પ્રો. એચ.ડી. વેલણકર પણ કહે છે કે “મહાકવિ કાલિદાસે ઋગ્વદ(૧૦.૯૫) અને શતપથ બ્રાહ્મણ (૫.૧-૨) કથામાંથી પ્રેરણા લઈ વિક્રમો. નામક નાટકની રચના કરી છે, એવું વિચક્ષણ વિદ્વાનો માને છે. આ પ્રકારે કાલિદાસના નાટ્ય સાહિત્ય ઉપર વૈદિક પ્રભાવ પ્રત્યક્ષ થઈ શકતો હોય, તો પછી અથર્વવેદને કવિએ કેમ નજરમાં ન લીધો હોય !! કેમકે અથર્વવેદના “ગાન્ધર્વાસરસઃ (૨.૨) સૂક્તના પરિશીલનથી વિક્રમો.ની કેટલીક બાબતો સૂચિત થાય છે. આ સંદર્ભે પ્રસ્તુત શોધપત્રમાં વિક્રમો.નું કાવ્યાર્થસૂચકત્વ ઉપર્યુક્ત અથર્વવેદ (૨.૨)ના સૂક્તના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનો ઉપક્રમ છે. * વિક્રમ યુનિવર્સિટી, ઉજજૈન દ્વારા આયોજિત ૫૦મા કાલિદાસ સમારોહ' (તા. ૨૧થી ૨૭ નવે. ૨૦૦૭માં પ્રસ્તુત શોધપત્ર
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy