________________
116
જાગૃતિ પંડચા
જો‘ચડાવેલી પણછ’ એવો અર્થ અભિપ્રેત ન હોય તો તો કેવળ બ્યા શબ્દનો જ પ્રયોગ કરાય, જેના ઉદાહરણરૂપે ઉપરનો શ્લોક ટાંકવામાં આવ્યો છે.
SAMBODHI
તેમાં ખ્યા પણછ દ્વારા ભુજાના બંધનનો અર્થ છે તેથી ધનુષ્ય પર ચડાવેલી પણછ એવો અર્થ નથી અને તેથી જ ખ્યા એમ સ્વતંત્ર પદનો નિર્દેશ છે.
આ પદ્ય અન્ય આલંકારિકોમાં પ્રાપ્ત થતું નથી.
આ શ્લોકમાં જણાતાં પાઠાંતરો આ પ્રમાણે છે
‘કાવ્યપ્રકાશ’ માં ‘વિનિશ્વસ॰' એવો પાઠ મળે છે, પરંતુ ‘રઘુવંશ'ની બન્ને આવૃત્તિઓમાં ‘વિનિ:શ્વસ’૦ એવો પાઠ છે, જે ખાસ જુદો નથી. વળી, બીજી પંક્તિમાં ‘કાવ્યપ્રકાશ’ ૰તિમાપ્રસાવત એ પ્રમાણે પાઠ આપે છે, જે ‘રઘુવંશ’ની નિર્ણયસાગર આવૃત્તિમાં પણ વાંચવા મળે છે, જ્યારે શ્રી રેવાપ્રસાદજી૨૪ ‘૰ષિતમાપ્રસાવત્' એ પ્રમાણે વાંચે છે.
૭. राममन्मथ शरेण ताडिता दुःसहेन हृदये निशाचरी । गन्धवद्रुचन्दनोचिता जीवितेशवसतिं जगाम सा ॥२५
‘કાવ્યપ્રકાશ’ના સાતમા ઉલ્લાસમાં અમતપરાર્થ નામે વાયદોષના ઉદાહરણરૂપે આ શ્લોક પ્રસ્તુત કરાયો છે.૨૬
મમ્મટ જણાવે છે કે, પ્રસ્તુત રસના વિરોધી રસનો વ્યંજક એવો બીજો અર્થ જો વાક્યમાં આવે તો તે દોષરૂપ ગણાય. તેના ઉદાહરણરૂપ આ પદ્યમાં પ્રકૃતરસને વિષે વિરુદ્ધ એવા શૃંગારના વ્યંજક રૂપ અન્ય અર્થ રજૂ થયેલ છે.
હેમચન્દ્ર૨૭ તેમના ‘કાવ્યાનુશાસન’માં આ પદ્ય આપ્યું છે. તેમાં રસદોષોના નિરૂપણ પ્રસંગે, અનંગત્વદોષના ઉદાહરણ તરીકે આ શ્લોક ઉદ્ધૃત થયો છે, જેમાં પ્રકૃત એવા કરુણને વિરુદ્ધ એવો શૃંગાર નિરૂપાયો છે, જે પ્રકૃતને પુષ્ટ કરનાર નથી તેથી તે દોષરૂપ છે.
આ રીતે મમ્મટ અને હેમચન્દ્ર બન્ને આલંકારિકો આ પદ્યને દોષના સંદર્ભમાં જ રજૂ કરે છે. તેમાં રજૂઆતનો વિષય એક જ હોવા છતાં રજૂઆત પોતપોતાની રીતે કરાઈ છે. મમ્મટ તેને વાયદોષ ગણાવે છે, તો હેમચન્દ્ર સ્પષ્ટ રીતે રસદોષરૂપે જ તને નિરૂપે છે.
વિશ્વનાથે૨૮ પણ આ પદ્ય તેમના ‘સાહિત્યદર્પણ’માં ઉદ્ધૃત કર્યું છે, પરંતુ ત્યાં સંદર્ભ જુદો જ છે. તેમણે મરણ નામે વ્યભિચારિભાવને ઉદાહૃત કરતી વખતે આ પદ્ય રજૂ કર્યું છે. તેત્રીસ વ્યભિચારિભાવો પૈકી એક તે મરણ, જેમાં વાસ્તવિક મૃત્યુ નહીં પણ મૃત્યુની પૂર્વાવસ્થા અભિપ્રેત છે. તે વ્યાધિ, અભિઘાત વગેરે અનેક કારણોથી સંભવે છે.
આ પદ્ય દરેક આલંકારિકે પોતપોતાની રીતે પ્રસ્તુત કરેલ છે. પરંતુ તે દરેકમાં પાઠ સમાન જ છે. તેમાં કોઈ જ પાઠાંતર જે તે અલંકારગ્રંથ અથવા તો ‘રઘુવંશ’ની કોઇપણ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી.