________________
115
Vol. XXXL, 2007
કાવ્ય પ્રકાશ અને રઘુવંશ થાય છે. વળી, મમ્મટ વત એવો પાઠ આપે છે, જ્યારે “રઘુવંશ'ની બન્ને આવૃત્તિઓમાં “વર' એવો પાઠ મળે છે. સાહિત્યદર્પણ'માં વિશ્વનાથ “સવી’ અને ‘વએવાં પાઠાંતર સ્વીકારે છે.
५. जुगोपात्मानमत्रस्तो भेजे धर्ममनातुरः ।
अगृनुराददे सोऽर्थानसक्तः सुखमन्वभूत् ॥१७ કાવ્યપ્રકાશના સાતમા ઉલ્લાસમાં અવિમૃષ્ટ વિધેયાંશ દોષને નિરૂપતાં આ પદ્ય આપવામાં આવ્યું છે. ૧૮
જ્યારે વિધેય અંશનું પ્રાધાન્ય નિર્દિષ્ટ ન હોય ત્યારે તે દોષરૂપ ગણાય છે.
વળી, નિષેધવાચક નન્નો પ્રયોગ હોય ત્યારે, કાં તો નિષેધનું પ્રાધાન્ય દર્શાવવા પ્રસજ્ય પ્રતિષેધનો પ્રયોગ સંભવે છે, અથવા નિષેધ પ્રધાન ન હોતાં, પર્યદાસરૂપે નિષેધ નિરૂપાય છે. જ્યારે આ નિયમનો ભંગ થાય એટલે કે નિષેધનું પ્રાધાન્ય અભિપ્રેત હોય ત્યારે તેને ગૌણ બનાવી દેવામાં આવે કે નિષેધની અપ્રધાનતા હોતાં તેને પ્રધાનતયા દર્શાવવામાં આવે તો તે દોષરૂપ ગણાય છે. મમ્મર જણાવે છે કે, જયારે નગ્ન નો પ્રયોગ સમાસમાં થાય ત્યારે તે ગૌણ બની જાય છે.
રઘુવંશમાંથી ઉપરનું પદ્ય ટાંકી મમ્મર કહે છે કે, તેમાં અત્રતત્વ એવો સમાસ બનાવ્યો છે તેથી તે અનુવાદ છે અને ઉદ્દેશ્યરૂપ છે અને તે પછી વગેરે વિધેયવાચી પદ દર્શાવ્યાં હોઈ નવનું ગૌહત્વ દોષરૂપ નથી.
હેમચન્દ્ર૧૯ તથા વિશ્વનાથ આ જ સંદર્ભમાં આ શ્લોક ઉદ્ધત કરે છે. આ પદ્યમાં બે પાઠાંતર જોવા મળે છે.
કાવ્યપ્રકાશમાં “સોડના : એવો પાઠ મળે છે, જે શ્રી રેવાપ્રસાદજીની આવૃત્તિમાં પણ જોવા મળે છે, પરંતુ “રઘુવંશની નિર્ણયસાગર આવૃત્તિમાં “ોડમલત? એવો પાઠ પ્રાપ્ત થાય છે. હેમચન્દ્ર અને વિશ્વનાથમાં મમ્મટ પ્રમાણે જ પાઠાંતર મળે છે. પરંતુ “કાવ્યાનુશાસન'માં શ્લોકની બીજી પંક્તિમાં વૃધ્વાડકોડથનસંવત: એમ વાંચવા મળે છે. અહીં મુદ્રણદોષને લીધે પ્રથમ અવગ્રહ વધારાનો હોય તેમ જણાય છે.
६. ज्यावन्धनिष्पन्दभुजेन यस्य विनिश्वसद्वक्त्रपरंपरेण ।
कारागृहे निर्जितवासवेन लकेश्वरेणोषितमा प्रसादात् ॥२२ આ પદ્ય પણ “કાવ્યપ્રકાશ'ના સાતમા ઉલ્લાસમાં પ્રાપ્ત થાય છે. ૨૩
દોષો ક્યારેક વિશેષ સંદર્ભમાં અદોષરૂપ જણાય છે. તે અંગે ચર્ચા કરતાં, મમ્મટ કેટલાંક ઉદાહરણો આપે છે.
વ્યા એટલે ધનુષ્યની પણછ. તેથી ધનુર્થી કહેતાં, પુનરુક્તિ કે કથિતપદત્વ દોષ સંભવે. પરંતુ ધનુર્વા કહેવાથી ધનુષ્ય ઉપર ચડાવેલી પણછ એવો અર્થ સ્વીકારતાં, દોષત્વ રહેતું નથી. પણ