SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 કાવ્ય પ્રકાશ અને રઘુવંશ 117 આ રીતે, મમ્મટના “કાવ્યપ્રકાશ'માં કાલિદાસના “રઘુવંશ'માંથી કુલ સાત પદ્યો ઉદાહરણરૂપે તેનો નિર્દેશ થયો છે, તો ક્યારેક જે તે દોષના ઉદાહરણ તરીકે તેને ટાંકવામાં આવ્યાં છે. ક્યારેક વળી દોષના અભાવને સમજાવતાં તેનો ઉલ્લેખ કરાયો છે. વળી, સામાન્યતયા જે તે પદ્ય એક કરતાં વધુ આલંકારિકોમાં એક જ સંદર્ભમાં પ્રાપ્ત થતું જણાય છે. તેમ છતાં ક્યારેક આલંકારિકો તદ્દન જુદા જ સંદર્ભમાં જે તે પદ્યને ઘટાવતા હોય તેવું પણ બને છે. આ સદંર્ભમાં છેલ્લું પદ્ય ધ્યાનાર્ય છે. આ અભ્યાસ - દ્વારા એટલું સ્પષ્ટ થાય છે કે, સાહિત્યનો વિનિયોગ સાહિત્યશાસ્ત્રીય સિદ્ધાંતોના નિરૂપણમાં ભિન્ન ભિન્ન રીતે થતો હોય છે, સાથે જ તે સાહિત્યશાસ્ત્રીય સિદ્ધાંતોને આધારે અન્ય સાહિત્ય રચાતું રહે છે. આથી, સાહિત્ય અને સાહિત્યશાસ્ત્ર બનેમાં પ્રાપ્ત જે તે પાઠાંતરોનો અભ્યાસ પણ અત્રે કરાયો છે. પાદટીપ : ૧. “રઘુવંશ' (નિર્ણયસાગર આવૃત્તિ, સંપા. કાશીનાથ પાંડુરંગ પરબ, પંચમ સંસ્કરણ, ૧૯૦૭) ૧૭.૧ ૨. “કાવ્યપ્રકાશ' (સંપા. શ્રી રઘુનાથ કરમાકર, પ્રકા. ભાંડારકર પ્રાચ્ય વિદ્યામંદિર, પૂના. સપ્તમ આવૃત્તિ, ૧૯૬૫) ઉલ્લાસ - ૧૦, પૃ. ૭૭૮ कालपुरुषविध्यादिभेदेऽपि न तथा प्रतीतिरस्खलितरूपतया विश्रान्तिमासादयतीत्यसावपि भग्नप्रक्रमतयैव व्याप्तः । ૩. “કાવ્યાનુશાસન' – (સંપાદકશ્રી રસિકલાલ પરીખ, પ્રકાશક, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. પ્રથમ આવૃત્તિ, ૧૯૩૮) कालपुरुषविध्यादिभेदेऽपि न तथा प्रतीतिरस्खलितरूपा भवतीत्यसावप्यनन्चितस्यैव विषयः । ૪. “કાલિદાસ-ગ્રન્થાવલી’– પ્રકા. કાશી હિન્દુ - વિશ્વવિદ્યાલય, વારાણસી, ૧૯૮૬, પૃ. ૨૯૮. ૫. “રઘુવંશ' - ૧૭.૪૭ ૬. “કાવ્યપ્રકાશ'- ૭.૫૨ ઉપરની વૃત્તિ, પૃ. ૩૦૭ ૭. “વ્યક્તિવિવેક'- (સંપા. શ્રી રેવાપ્રસાદ દ્વિવેદી, પ્રકા. ચૌખંબા સંસ્કૃત સીરિઝ ઑફિસ, વારાણસી, ૧૯૬૪) - વિમર્શ - ૨, પૃ. ૧૯૯ ૮. “કાવ્યાનુશાસન'- અધ્યાય-૩, સૂત્ર ૬ ઉપરની વૃત્તિ, પૃ. ૨૪૬. ૯. “રઘુવંશ' - ૧.૨ ૧૦. “કાવ્યપ્રકાશ' - ઉલ્લાસ - ૧૦, સૂ. ૧૪૯ ઉપરની વૃત્તિ ૧૧. “કાવ્યાનુશાસન'- અધ્યાય-૬, સૂત્ર-૬ ઉપરની વૃત્તિ, પૃ. ૩૫૪ ૧૨. “સાહિત્યદર્પણ'- (સંપા. શ્રી કૃષ્ણમોહન શાસ્ત્રી, પ્રકા.-ચૌખંબા સંસ્કૃત સીરિઝ ઑફિસ, વારાણસી, દ્વિતીય સંસ્કરણ, ૧૯૫૫)-૧૦.૫૧ ૧૩. “રઘુવંશ'- ૮.૬૭ ૧૪. “કાવ્યપ્રકાશ'-૧૦, સૂત્ર ૨૦૩ ઉપરની વૃત્તિ, પૃ. ૭૪૩ ૧૫. “સાહિત્યદર્પણ'- ૧૦.૭૩, ૭૪ A ઉપરની વૃત્તિ, પૃ. ૮૦૪ ૧૬. “કાલિદાસ ગ્રન્થાવલી’- પૃ.૨૧૨
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy