SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 વૈદિક મનો' () 105 Passe saa 9 (Aśvinā in the Rgveda and other Indological Essays, P. 109-III) (૧૪) એક વિદ્વાન તો, વિવિધ તર્ક રજૂ કરીને થના એટલે પ્રાપISાની, એમ સિદ્ધ કરે છે. એમની દૃષ્ટિએ થના એ શરીર રૂપી અશ્વ પર બેઠેલા બે સવારો પ્રાણ અને અપાન વાયુ છે. અશ્વ એ પ્રાણશક્તિ અને ક્રિયાશક્તિનું પ્રતીક છે. અશ્વિનાને મધ સાથે ગાઢ સંબંધ છે. મધુ એટલે સોમ અને સોમ એટલે રેતસુ - સોમો વૈ રેત: પ્રાણ અને અપાન એવા અશ્વિનોની ઉપાસના કરી - એટલે કે પ્રાણાયામમાંથી સોમ એટલે વીર્ય શરીરમાં તેજ ઉત્પન્ન કરે છે. વ્યવન ઋષિને આવા પ્રાણાયામથી નવયૌવન પ્રાપ્ત થયું હતું. અશ્વિનાનો ત્રિચક્રી રથ છે. આ ત્રણ ચક્રો એટલે ઈડા, પિંગલા અને સુષુમ્મા એ ત્રણ નાડીઓ. તેથી અશ્વિની પ્રાણ અને અપાન છે, તે પ્રાણશક્તિના સ્વામી છે અને તેથી તે રોગીને નીરોગી કરે છે, વૃદ્ધને યુવાન બનાવે છે. અને ભવસાગરમાં ડૂબતાને બચાવે છે. વસ્તુતઃ વૈદિક સૂક્તોમાંથી સરળતાથી સમજાય છે કે “અશ્વિની' તો શૂરવીર અને સાહસિક બે નવયુવાનો છે. જાણે સ્વર્ગમાંથી ઉતરી આવતા બે ફિરસ્તા ! “અશ્વિનૌનું કલ્પના-સભર ભવ્ય રૂપક : અસહાય વ્યક્તિને મન આકસ્મિક આવેલ બે અશ્વિનીકુમારો સ્વર્ગમાંથી ઝડપથી આવી પહોંચેલા બે દૈવી ફિરસ્તાઓ જેવા લાગે. અશ્વિની સહાય માટે ત્વરિત આવે છે, જાણે તીવ્રગતિવાળા ઘોડે કે રથે બેસીને ન આવ્યા હોય ! એમના રથને બે નહિ, પણ ત્રણ ચક્ર છે. આ ત્રણ ચક્રો એટલે બે અશ્વિનો અને ત્રીજી એમની પત્ની સૂર્ય-પુત્રી, અથવા તીવ્રગતિ દર્શાવવા ત્રીજું ચક પણ બતાવ્યું ! અશ્વિનો એટલા પ્રતાપી અને તેજસ્વી-શક્તિસંપન્ન છે કે પરિણામે તેમને પ્રકાશ સ્વરૂપ સૂર્ય-સૂર્યાના પુત્રો જ કવિએ બતાવી દીધા. સૂર્યનું સ્થાન ઊંચે ઘુલોકમાં છે, તેથી અશ્વિનોને પણ ઘુલોકમાંથી પ્રકાશ જેટલી ઝડપથી નીચે આવતા બતાવ્યા. આવા અશ્વિનો મધ જેવા મીઠા કેમ ન લાગે? આ યુવાનો સાહસિક અને વૈદ્યરાજ જેવા છે. “અશ્વિનીકુમારો’નું આવું કંઈક અર્થઘટન ન કરી શકાય?
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy