________________
104
મણિભાઈ ઈ. પ્રજાપતિ
SAMBODHI
ઔર્ણવાભનો મત યાસ્કે સંક્યો છેમ: શ્વિની તિ મૌવામ: (
નિમ્ ૧૨.૨). (૨) અશ્વિના ઘુસ્થાનીય અને પ્રકાશના દેવ ગણાયા છે. “શ્વનૌ' ઘસના પુત્રો છે, તેઓ પોતાના અશ્વો પર આકાશમાં ગતિ કરે છે અને તેમની બહેન ઉક્ત છે. આ બધી વિગતો ગ્રીકપુરાણકથામાં આવતા ઝીઅસરના બે પુત્રો અને હેલેનાના ભાઈઓ સાથે સામ્ય ધરાવે છે. ઉપરાંત લેટેવિયાની પુરાકથામાં પ્રસિદ્ધ એવા બે દેવપુત્રો ઘોડા પર સવાર થઈને સૂર્યની પુત્રીને પ્રેમ કરવા આવે છે તેની સાથે પણ સામ્ય છે. લેટિવિયાની પુરાકથા પ્રમાણે સવારનો તારો સૂર્યની પુત્રીને જોવા આવે છે. જેવી રીતે બે અશ્વિના એક સૂર્યાને પરણે તેવી રીતે લેટિવિયાના દેવપુત્રો સૂર્યની એક પુત્રી સાથે વિવાહ કરે છે. (Macdonell, Vedic Mythology, p. 53)
(૩) “રસ અને પ્રકાશ વડે જે સર્વત્ર વ્યાપી જાય તે અશ્વિની છે, એવો યાસ્કનો મત છે. યાસ્કના સ્પષ્ટ મત પ્રમાણે અશ્વિનૌ morning twilight છે.
યાસ્કાચાર્યે અન્ય પુરાગામીઓના મતો ટાંક્યા છે : કેટલાક તેમને ઘુલોક-પૃથ્વી, કેટલાક દિવસ-રાત (મહોરાત્રી) કેટલાક સૂર્ય-ચંદ્ર, તો ઐતિહાસિકો તેમને પુણ્યકર્મો કરનાર બે રાજાઓ કહે છે (નિરુક્ત)
(૫) રોથ, લુડવિચ, હિલ્લેબાટ અને હાર્ડ વગેરે તેમને સૂર્ય અને ચંદ્રમા ગણાવે છે.
(૬) હોપકિન્સ કહે છે કે પ્રાતઃકાળ પૂર્વે અર્ધ-અંધકાર અને અર્ધ-પ્રકાશ અર્થાત્ જે સાંધ્ય-તેજ છે, તે અશ્વિની છે.
(૭) ઓલ્ડનબર્ગ તેમને “પ્રભાતનો તારો માને છે. (શુક્રનો તારો?).
(૮) ગેલ્ડનરનો મત છે કે “અશ્વિનો એ કોઈ પ્રાકૃતિક તત્ત્વ નથી, પરંતુ શુદ્ધ ભારતીય અને અણીના વખતે આફતમાંથી ઉગારનાર બે સંતો છે. (Vedische studies II.31)
(૯) અન્ય અર્થઘટનો મંત્રપાઠ કરતા બે ઋષિઓ, પતિ-પત્નીનું યુગલ, સુંદર મુખવાળી બે સ્ત્રીઓ, રાત્રિનો પુત્ર અને ઉષાનો પુત્ર, વૃક્ષ પરનાં બે પંખીઓ વગેરે.
(૧૦) વેબર અશ્વિનાને મિથુન-રાશિના બે તારા Stars of Gemini) માને છે.
(૧૧) વડેર નામના વિદ્વાન વળી નોંધે છે : આપણા વૈદિક પૂર્વજો જ્યારે ઉત્તરપ્રુવમાં રહેતા હતા, ત્યારે એમણે બે દશ્યો જોયેલાં Astronomical and meterological light. આ દશ્યોનું રૂપકાત્મક વર્ણન અશ્વિનીકુમારોના પ્રતીકો દ્વારા કરાયું છે.
(૧૨) શ્રોડરનો મત છે કે અશ્વિના તો સૂર્યના અદૃશ્ય થયેલા પ્રકાશને શોધનારા અને પુનઃસ્થાપિત કરનારા કે ઉગારનારા છે.
(૧૩) પ્રો. જી. સી. ઝાલા અનિૌને Morning twilight (પ્રાતઃકાળનો સાંધ્યપ્રકાશ)