SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 103 Vol. XXXL, 2007 વૈદિક ‘શ્વની' (અજા ) युवं सुरामश्विना नमुचावासुरे सचा । વિપિપાના સુમાતા નું વર્મસ્થાવતમ્ II (અથર્વ. ૨૦-૧૨૫-૪) તે તો હંમેશ પ્રકાશ માટે, બળ માટે, મનુષ્યોની રક્ષા માટે તેમજ સુખ-કુશલતા માટે પોતાનો પ્રભાવ પ્રગટ કરે છે : પ્ર દુના પ્રશવસે ક 1ષઢિય શર્મળે I J ટ્રાય પ્રતા (અથર્વ. ૨૦૧૪૨-૫). અશ્વિનોનાં પરાક્રમી અને કલ્યાણકારી કેટલાંક કર્મ (૧) વત્સઋષિને વિશાળ ઘર આપીને શત્રુઓથી તેમની રક્ષા કરી હતી (અથર્વ. ૨૦-૧૩૯૧) (૨) રાજા તુઝનો પુત્ર ભુજયુઃ તુગ્ર રાજાએ નિરૂપાય થઈ પોતાના પુત્ર ભુજયુને યુદ્ધ માટે સાગરમાં જવાની આજ્ઞા કરી, પણ તેની નૌકા મધદરિયે ડૂબી ગઈ. ત્યારે અશ્વિની પ્રથમ આકાશમાં ઉડતા રથ દ્વારા અને પછી જળમાં ચાલનારા રથ (વહાણ ?) દ્વારા તેની નજીક પહોંચ્યા અને તેનું રક્ષણ કર્યું (ઋ. ૧-૧૧૬-૪) (૩) રાજા પેદુએ અશ્વિનોની સ્તુતિ કરી અને પ્રસન્ન થયેલા તેમણે એક સફેદ ઘોડો આપ્યો અને એ ઘોડાની મદદથી પેદુ ઘણાં યુદ્ધ જીત્યો (ઋ. ૭.૭૧-૫). (૪) ઋષ-કવિ વંદનને રાક્ષસોએ એક ઊંડા ખાડામાં નાખ્યો, પણ અશ્વિનોએ તેને બહાર કાઢ્યો. (૫) ભને બાંધીને ઊંડા જળમાં નાખી દેવાયો હતો. ક્ષતવિક્ષત અને જળમાં ડૂબીને તે નવદિવસ સુધી ત્યાં મૃતવત્ પડી રહ્યો, પણ અશ્વિનોએ તેને શોધીને બચાવ્યો. (૬) વિમદ નામના એક કવિ-ઋષિને એક કન્યા વરી. વિમદ પોતાની આ નવવધૂ સાથે ઘેર જતો હતો, ત્યારે માર્ગમાં કેટલાક ઈર્ષાળુઓએ તેના પર હુમલો કર્યો, પણ અશ્વિનોએ તેને બચાવ્યો. (૭) તુર્વણ નામના રાજાને સંગ્રામભૂમિમાં અશ્વિનોએ સાસની પ્રેરણા આપી હતી (અથર્વ. ૨૦-૧૪૧-૩). (૮) અશ્વિની તો પ્રેમી-પ્રેમિકાને જોડવાનું પણ કામ કરે છે. અશ્વિનૌની ઓળખ અંગે વિવિધ મતઃ અશ્વિની કયા પ્રાકૃતિક દશ્ય કે તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે, એ બાબતને કેન્દ્રમાં રાખી વિદ્વાનોએ વિવિધ મત પ્રસ્તુત કર્યા છે, તેથી અશ્વિનોનું અર્થઘટન ભારે ગૂંચવાયું છે. આવા કેટલાક મતોનો નિર્દેશ અહીં કરીએ : (૧) “અશ્વોની સાથે સંબંધ હોવાથી તેમને અશ્વની કહેવામાં આવે છે. એવો પ્રાચીન આચાર્ય
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy