SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર, શ્રીમદ્ભાગવત તથા વિષ્ણુપુરાણ અન્તર્ગત યોગ-સાધના મહેન્દ્રકુમાર એ. દવે આત્માનો પરમાત્મા સાથે સંયોગ તેનું નામ યોગ. આજથી હજારો વર્ષ પહેલા મંત્રયોગને નારદ, પુલસ્ય, ગાર્ગ્યુ, વાલ્મીકિ, ભૃગુ, બૃહસ્પતિએ અનુસર્યો હતો. તેઓએ યોગ દ્વારા અનેરી સિદ્ધિઓ હાંસલ કરી હતી. વર્ષોની સાધના બાદ તેમની સામે જીવનનાં અને જગતનાં જે રહસ્યો પ્રગટ થયાં તે તેમણે લોક કલ્યાણ માટે યોગવિદ્યારૂપે રજૂ કર્યા. હિન્દુઓના ધાર્મિક સાહિત્યમાં પુરાણોનું પ્રમુખ સ્થાન છે. પુરાણ, ધર્મશાસ્ત્ર અને તન્ઝ આ ત્રણેય તેના ધાર્મિક કૃત્યોના પથદર્શક છે. ભાગવત પુરાણમાં તો અનેક સ્થળે યોગ-સાધનાનું અત્યંત વિશદ વર્ણન મળે છે. ધાતુ યર્ ને “ધ” પ્રત્યય લાગીને બનેલ યોગ શબ્દનો પ્રયોગ સ્વતંત્ર રૂપમાં તથા કર્મ, જ્ઞાન અને ભક્તિપૂર્વક થયો છે. પાતંજલ યોગસૂત્ર' મુજબ “ચિત્ત વૃત્તિનો નિરોધ તે યોગ જીવનના પ્રત્યેક કાર્યની સફળતા માટે પણ યોગને આવશ્યક માન્યો છે. ઉપરાંત પારમાર્થિક લાભ માટે પણ યોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. યોગનો ઉદેશ બહિર્મુખ ઇન્દ્રિયોને સાંસારિક વિષયોથી હટાવી તેમને અંતર્મુખ કરવાનો છે. ભાગવતપુરાણમાં “દેહાદિ ના અપાયેલ રૂપક મુજબ આ શરીર રથ છે, ઇન્દ્રિયો એમાં અશ્વ છે, મન ઇન્દ્રિયોનું સ્વામી છે, અને તેજ લગામ છે, શબ્દાદિ વિષય જ માર્ગ છે, બુદ્ધિ આ રથની સારથિ છે, દશપ્રાણ એની ધૂસરી છે. ધર્મ-અધર્મરૂપી બે ચક્રો છે, જીવ રથી છે, પ્રણવ તેનું ધનુષ્ય છે, જીવાત્મા બાણ છે, તથા તેનું લક્ષ્ય છે-પરમાત્મા. કઠોપનિષદ્ ૩-૩ *અને ૪ મુજબ આ ઇન્દ્રિયરૂપી અશ્વોને લગામ દ્વારા સુનિયમિત નહીં કરાય તો તે પોતાની ઈચ્છા મુજબ રથને ક્યાંય પણ લઈ જઈ શકે છે. આમ ‘ભાગવતપુરાણ” મુજબ ઉપનિષદમાં પ્રાપ્ત યોગમાં પરંપરા જણાય છે. તો વળી બળદેવ ઉપાધ્યાય ભાગવદ્યોગને પૌરાણિક યોગનો અંશમાત્ર ગણી તેનો ઐતિહાસિક દૃષ્ટિકોણ તપાસી તેને ઔપનિષદિયોગ તથા પાતંજલયોગના મધ્યકાળમાં મૂકે છે.? ભાગવતનો યોગ ભક્તિના અંશરૂપે ઉપદિષ્ટ કરાયો છે. અન્ય વિષયોમાંથી મનને વાળી પ્રભુમય કરવાથી પરમાનંદ પ્રાપ્ત થાય છે. ભાગવતપુરાણ ૨૦-૮૪-૩૬ મુજબ ‘વિરોપશમોડ્ય' અર્થાત ‘ચિત્તનું ઉપશમ તે જ યોગ.” યોગસાધકે ધીરે-ધીરે પ્રમાદરહિત બની મનને બધી બાજુથી આકૃષ્ટ
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy