________________
Vol. XXX, 2006
બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.”
187
એકેક શબ્દ/પદનાં એ રીતે વિવરણ કર્યો છે કે જાણે શંકરે પોતે ઉપર્યુક્ત આદર્શ નિયમ વ્યક્ત કર્યો જ ન હોય ! વળી, બૃ. ઉપ.નાં એવાં સ્થળોએ આવતાં વાકયો કે પદોના અર્થ શંકરને સ્પષ્ટ થયા નથી, એમ શંકર પોતે જ કોઈ વાર ત્યાં કબૂલ કરે છે ! આથી, બૃ. ઉપ. શાંકરભાષ્યમાં મળતાં એવાં વિવરણો સિવાયનાં તે ઉપ. નાં અન્ય કોઈ વાક્યો કે પદોનાં વિવરણોમાં શંકરે રજૂ કરેલા તેમના મુદ્દા બાબતે પણ શક્ય સાચેસાચ હમેશાં અસંદિગ્ધ હતા, એમ માની લેવું તે પણ સંભવિત નથી. ઉપર જણાવેલા પ્રકારનાં ૧-૭૭ સ્થળો અહીં પરિશિષ્ટ=૧માં દર્શાવવામાં આવ્યાં છે. (કદાચ, એ ઉપરાંત કેટલાંક એવાં સ્થળો અમારે
દર્શાવવાં રહી પણ ગયાં હશે ! ) (૪) આ બધા–ઉપર જણાવેલા (૧) થી (૩) ફકરામાં ઉપસ્થિત મુદ્દાના આધારે ઉપસંહારરૂપે
સંક્ષેપમાં જણાવવું પડે કે શંકરને મૌખિક પરિપાટીથી નિતાંત આવશ્યક શાસ્ત્રજ્ઞાનનું વિતરણ કરાવી શકી હોય એવી ગુરુપરંપરાના કોઈ પણ સંકેત બૃ. ઉપ. શાંકરભાષ્યમાં મળતા નથી. ગુરુ / આચાર્ય વગર અને વૈદિક વાયના પૂરતા અભ્યાસથી વંચિત શંકરે, કોઈ ગ્રંથ-પઠન માત્રથી પંડિત થઈ બેઠેલાની જેમ ખૂ. ઉપ.નાં વિવરણ કરવા કેડ કસી. તેમાં તેમને બૃ. ઉ૫. ઉપરનાં મળી આવેલાં પ્રાચીન ભાષ્યોમાંથી કેટલાક મુદ્દા | ઉલ્લેખ તેમણે ફક્ત વિવાદ પૂરતા જ લીધા. તેમનાં બૌદ્ધિક ઉપકરણોમાં ફક્ત શબ્દ-નિર્વચન અને તત્ત્વજ્ઞાન, એ બંને રહ્યાં. તેના લીધે શંકરની પરિસ્થિતિ વધુ વિકટ બની બેઠી. તેમનાં
અપરિપૂર્ણ અને અપર્યાપ્ત શબ્દનિર્વચનોએ ભૂલોનો અને અસ્પષ્ટતાઓનો–સંદિગ્ધતાઓનો વિસ્તાર વધાર્યો. તેમના તત્ત્વજ્ઞાને તેમને બંધનમાં જકડી રાખ્યા, અને પહેલેથી જ નક્કી કરી મૂકેલાં પોતાનાં મંતવ્યોના પાંજરામાં તે પુરાઈ બેઠા. વળી, શાસ્ત્રોમાંથી તેમની આગવી માન્યતાને અનુરૂપ ભાવાર્થવાળાં વાક્યો, પદો, વાક્યાંશો તારવવાની ગડમથલમાં તે ડૂબી ગયા, અને કોઈ એવાં વાક્યો, વગેરેમાં કાંઈક અગમ્ય મત–વિચારોનાં બીજનું ફુરણ–જેવું તેમને ભાસતાં જ, તે તેઓને મારી-મચડીને પણ પોતાના મંતવ્યો–માન્યતાઓના ઢાંચામાં
“વિકસાવવામાં” રાચતા રહ્યા. V શંકરનું છં. ઉપ. શાંકરભાષ્યનું–અમૂલ્ય પ્રદાન :(૧) બૃ. ઉપ.નું અધ્યયન તે ઉપરના શંકરભાષ્ય વિના પણ સ્વતંત્ર રીતે થઈ શકે છે. છતાં, બૃ.
ઉપ. શાંકરભાષ્યનું એક ઉત્તમ–વિશિષ્ટ–મૂલ્યાંકન કરી શકાય છે. આ શાંકરભાષ્યની વિવેચનપૂર્ણ એક આવૃત્તિ તૈયાર થતાં, બૃ. ઉપ.ની પ્રાચીનતમ કાર્વશાખાનો ગ્રંથ તે આવૃત્તિમાંથી મેળવી શકાય (જુઓ ઉપર I.). અહીં ઉપયોગમાં લીધેલું છં. ઉપ. શાંકરભાષ્યનું પ્રકાશન (=પૂના ૧૯૫૩) સ્વતંત્ર રીતે-કોઈના આધાર વિના–બહાર પડ્યું છે, અને તે તદ્દન અસંતોષકારક છે. જ્યાં જયાં બૃ. ઉપ. કાર્વશાખાના જુદા પાઠાન્તરો મળી આવે છે તેવાં ઘણાં સ્થળો વિષે કે શંકર તેમના આ ભાષ્યમાં તેવા પાઠાન્તરો કેવી રીતે સમજયા હતા, એ બધું આ પ્રકાશનમાંથી કાંઈ સ્પષ્ટ થતું નથી. કારણ કે, બૃ. ઉપ.