SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ 188 બંસીધર ભટ્ટ SAMBODHI શાંકરભાષ્યની હસ્તપ્રતોમાં તો બધે એકસરખા જ પાઠ મળે છે. (જુઓ ઉપર IL ૩). (૨) આ ઉપરથી એમ જણાય છે કે બૃ. ઉપ. કાવશાખાનો ગ્રંથ (હસ્તપ્રતો અને તે ઉપરના શાંકરભાષ્યનો ગ્રંથ (હસ્તપ્રતો; આ બંને ગ્રંથો કેટલાક સમય સુધી પરસ્પર જુદા જુદા વપરાશમાં રહ્યા હોય, અને ત્યાર પછી–ઘણા સમય બાદ તે બંનેને : મૂળ છં. ઉપ. કાર્વશાખાને તથા તે ઉપરના શાંકરભાષ્યને-કોઈએ એક-સાથે (ભેગા) કર્યા હોય. આ પ્રસંગે કોઈએ તે બંને ગ્રંથોમાં સ્પષ્ટ જણાઈ આવતી વિસંવાદિતાઓ દૂર કરવા પ્રયત્ન કર્યો હશે, એટલે કે, બૃ. ઉપ. કાશ્વશાખાના આધારે બૃ. ઉપ. શાંકરભાષ્યમાં સુધારા કર્યા હશે. આમ, મૂળ ગ્રંથના પાઠાન્તરો બૃ. ઉપ. શાંકરભાષ્યની હસ્તપ્રતોમાં અસ્તવ્યસ્ત–વિકૃત–થયા હોય. (જુઓ ઉપર 11. ૨-૩). આવા પ્રકારની સંદિગ્ધતાનો અંત આણવા છં. ઉપ. શાંકરભાષ્યની શક્ય એટલી બધી હસ્તપ્રતો પ્રાપ્ત કરી, તેમાંથી સર્વ પ્રતોના મૂળ આધારભૂત અને પ્રાચીન (તમ) જણાઈ આવતી કોઈ એક હસ્તપ્રત તારવી કાઢી, તેના આધારે એક બૃ. ઉપ. શાંકરભાષ્યની નવી વિવેચનપૂર્ણ–સમીક્ષાત્મક આવૃત્તિનું પ્રકાશન થવું જોઈએ. તત્ત્વજ્ઞાનના કે ધર્મશાસ્ત્રના જ્ઞાનના દષ્ટિબિંદુથી જ બૃ. ઉપ. શાંકરભાષ્યનું અધ્યયન કર્યા પહેલાં, ઉપર જણાવ્યા પ્રમાણે બૃ. ઉપ. શાંકરભાષ્યનું એક આધારભૂત પ્રકાશન થાય એ અત્યંત આવશ્યક છે (જુઓ : પરિશિષ્ટ ૨). જોકે ભાષાવ્યુત્પત્તિપૂર્વક વિવેચનવાળા “મૂળ” ગ્રંથરૂપે પ્રકાશિત થયેલા આવા શાસ્ત્રગ્રંથો વાંચવા અને સમજવા પ્રયત્ન કરવો તેના કરતાં તો, ઉપનિષદોના અનુવાદ ઉપરથી જ સહેલાઈથી) જ્ઞાનપ્રાપ્તિ કરી લેવી તે વધારે ઇચ્છવા યોગ્ય છે–એવી ધારણામાં રાચતાં કેટલાંક વર્તુળોમાં તો આવાં પ્રકાશનની સત્યતા, આવશ્યકતા વિશે હંમેશાં ઉપેક્ષા થશે, એ પણ એક નક્કર હકીકત છે ! પરિશિષ્ટ ૧ બૃ. ઉપ.નાં કેટલાંક વાક્યો પદોનાં અર્થવિવરણ કરવામાં વ્યક્ત થતા શંકરના સંદિગ્ધ-માનસને દર્શાવતાં સ્થળો (મૂળ=ઍ. ઉપ. શાંકરભાષ્ય); વિસ્તાર માટે જુઓ આ સંશોધન-લેખ : V. ૩. ૧.૧.૧ (૧૮:૧૧, ૧૯:૧૪, ૧૫:૨૧), (૭) ૧.૪.૭ (૧૪૫૯૨૬) (૨) ૧.૨.૧ (૩૩:૪), (૮) ૧.૪.૮ (૧૪૭:૧૨, ૧૮), (૩) ૧.૨.૨. (૩૩:૨૭), (૯) ૧.૪.૧૨ (૧૮૩:૬), (૪) ૧.૩.૨૦ (૮૦:૭), (૧૦) ૧.૪.૧૫ (૧૯૨:૫), (૫) ૧.૪.૧ (૯૬:૧૮), (૧૧) ૧.૫.૨૦ (૨૩૮:૨૦), (૬) ૧.૪.૩ (૧૦૪:૬), (૧૨) ૨.૧.૧૯ (૨૮૧૪૧), (૧).
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy