________________
શૈલ ગુફા–સિયોત
(તાલુકો લખપત, જિલ્લો કચ્છ.) કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ઘડુલી-ગૂનેરી રોડ ઉપર ભુજથી ૧૩૦ કિ.મી. દૂર સિયોત ગામથી ઉત્તરમાં ૫ કિ.મી. દૂર અટડા ગામ નજીક આ શૈલ ગુફાઓ આવેલી છે. આ સ્થળ ભુજથી બસ રસ્તે જોડાયેલું છે. ભુજથી ઘડૂલી ૧૧૩ કિ.મી. ડામરનો પાકો રસ્તો છે. ત્યાર બાદ કાચો રસ્તો છે.
કચ્છના ઇતિહાસમાં આ શૈલ ગુફાઓનો ઉલ્લેખ ખાપરા કોડિયાની ગુફાઓ તરીકે થયેલો છે. આ ગુફાઓ કચ્છ જિલ્લાની અગત્યની પુરાતત્ત્વીય સમૃદ્ધિ છે. ઈ. સ.ની ૩જી-૪થી સદીમાં બૌદ્ધ અને શૈવ ધર્મના ઉપાસકો દ્વારા આ ગુફાઓ કંડારવામાં આવેલી હોવાનું જણાવામાં આવે છે. આ ગુફાઓ સિંધથી કચ્છ સાથે જોડાયેલ પ્રમુખ વેપારમાર્ગ પર સ્થિત હતી.
કચ્છમાં પ્રાચીનતમ ઐતિહાસિક પુરાવશેષોમાં ભુજ તાલુકાના અંધૌ ગામેથી મળી આવેલ ઈ. સ.ની ૧લી શતાબ્દીનો શક સંવત ૧૧નો ક્ષત્રપ શિલાલેખ છે. ત્યાર બાદ ક્ષત્રપોના અન્ય શિલાલેખો પણ કચ્છમાંથી પ્રાપ્ત થયા છે. જેના ઉપરથી જણાય છે કે, કચ્છમાં ક્ષત્રપોનું શાસન તે સમયે હશે. ત્યાર બાદનો ઇતિહાસ તપાસતાં ચીની યાત્રી હ્યુ-એન-સંગે ઈ. સ.ની ૭મી શતાબ્દીમાં તેની કચ્છની મુલાકાત દરમ્યાન કચ્છમાં દશ સંઘો અને એક હજાર બૌદ્ધ સાધુઓ નિવાસ કરતા હોવાની નોંધ લીધેલી છે. તઉપરાંત એક શિવમંદિર હોવાનું પણ નોંધેલ છે.
આ ગુફામાં સને ૧૯૮૮માં હાથ ધરવામાં આવેલ ઉત્પનન દરમ્યાન કાચી માટીનાં મુદ્રાંકો મળી આવેલાં છે. જેમાં ભગવાન બુદ્ધ ભૂમિસ્પર્શ મુદ્રામાં બેઠા સ્વરૂપમાં બતાવ્યા છે. અને તેની નીચે બ્રાહ્મી લિપિમાં ધર્મસંદેશ કોતરેલો છે, કેટલીક મુદ્રાઓમાં સ્તૂપનાં અંકન થયેલ છે. ગુફાની નજીકમાં આવેલ ટિંબાઓમાંથી આઘઐતિહાસિક મૃત્તિકા, પાત્રખંડો અને પુરાવશેષો મળી આવેલા છે. આ સમગ્ર વિસ્તારનો અભ્યાસ કરતાં ઈ. સ.ની આરંભિક સદીની સંસ્કૃતિ એક સમયે આ સ્થળે પાંગરી હશે તેમ જણાય છે. આ સ્થળે એક શિવમંદિર આજે પણ હયાત છે. જે સ્થાનક કટેશ્વર તરીકે જાણીતું છે. આમ તમામ પુરાવાઓ દ્વારા જણાય છે કે, ચીની યાત્રી હ્યુ-એન-સંગ દ્વારા જે સ્થળનો ઉલ્લેખ થયેલો છે તે સ્થાન આ ગુફાઓ જ હોવી જોઈએ.
કાચી માટીમાં કાપ મારી ઉપસાવેલ મુદ્રાંકમાં બુદ્ધ જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ વણાયેલ છે. જયારે ભગવાન બુદ્ધ તપમાં ધ્યાનસ્થ હતા ત્યારે તપોભંગ કરવા માર રાક્ષસે ખૂબ જ પ્રયત્ન કરેલો, પરંતુ બુદ્ધ ચલાયમાન થયા ન હતા અને અંતે તેની ઉપર વિજય પ્રાપ્ત કરેલો. તેના સાક્ષી તરીકે બુદ્ધ ભૂમિને સ્પર્શલ તેના જમણા હાથની આંગળી વડે ભૂમિને સ્પર્શ કરતાં દર્શાવેલ છે. આ પ્રતિમાને અક્ષોભ્ય બુદ્ધ પણ કહેવામાં આવે છે તેમ જ બૌદ્ધ ધર્મમાં તાંત્રિકવાદનો ઉદ્ભવ પણ