________________
કડિયા ડુંગરની ગુફાઓ
(ઝાઝપોર તા. ઝઘડિયા જિલ્લો : ભરૂચ) સ્થળ પરિચય:
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી ઝઘડિયા નેત્રંગ તરફ જતા ઝાઝપોર સ્ટેશનની સામે જ દૂરના અંતરે લગભગ ૫૦૦ ફૂટ ઊંચાઈના ડુંગરો દેખાય છે. તેમાંનો એક “કડિયો ડુંગર” કહેવાય છે. આ ગામ ઝઘડિયાથી આશરે ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
કડિયા ડુંગર પર માણસોએ ખડકમાંથી કોતરી કાઢેલી સાતેક પ્રાચીન ગુફાઓ છે. ગીચ ઝાડીઓથી વીંટળાયેલા આ ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરેલો એક સિંહસ્તંભ છે. આ ગુફાઓ સાધુઓને રહેવા માટેના આશ્રયગૃહો એટલે કે “વિહારો” હશે તેમ જણાય છે.
ડુંગર ઉપર સૌથી ઉપરની બાજુએ આવેલ બે ગુફાઓમાંની એકમાં પ્રવેશ કરતાં જમણી બાજુની દીવાલમાં એક ઉત્કીર્ણ લેખ છે, પરંતુ કાળબળે લેખનો ભાગ ઘસાઈ ગયેલ છે. જેના કારણે એનું લખાણ ઉકેલવું મુશ્કેલ બને છે, છતાં તેમાંના ત્રણેક લીટીના અક્ષરો સ્પષ્ટપણે બ્રાહ્મીલિપિના જણાય છે. ડાબી બાજુની દીવાલમાં માત્ર રેખાઓમાં અંકિત થયેલા હાથી અને વાનરોની આકૃતિઓ છે. આગળના ભાગે વરંડા અને અંદરના ભાગમાં પાષાણમાં કોતરી કાઢેલી બેઠકોવાળા ખંડોની રચના જોતાં તે બૌદ્ધ વિહારો હશે તેમ જણાય છે. ગુફા નં. ૧ :
પ્રથમ ગુફાના અંદરના ખંડની લંબાઈ ૨૪ ફૂટ છે, પહોળાઈ ૭-૩' તથા ઊંચાઈ ૮૯' ફૂટની છે. અંદરની બેઠકો ૪-૧૦'X ૨-૩' X ૨”-00' ની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે. બે નાના સ્તંભો મૂકેલા છે, જે તદ્દન સાદા છે. વરંડાની બાજુમાં નીચેના ભાગમાં સ્પષ્ટ દેખાતી વેદિકાની ભાત ઇસુની શરૂઆતની સદીની સ્થાપત્ય શૈલીની જણાય છે. ગુફા નં. ૨ :
બીજી ગુફા પણ ઘણી જ સાદી છે. તેનો અંદરનો સમચોરસ ઓરડો ૭-૯'ના માપનો છે અને તેની પાસેનો વરંડો ૧૧'-૭'૭’૯”ની લંબાઈ પહોળાઈ ધરાવે છે અને આ ગુફામાં પ્રવેશવા માટે પગથિયાં પણ છે. આ ગુફામાં નોંધનીય તો છે તેની વરંડિકા. સપાટ છતને ટેકવી રાખનાર