SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 182 એસ.વી.જાની SAMBODHI-PURĀTATTVA હતા. સૌરાષ્ટ્રનું પ્રાચીનતમ કહી શકાય તેવું ગોપનું મંદિર જામનગર જિલ્લામાં આવેલું છે. તો ગોંડલ પાસેની ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓની આદમકદની પદ્મપાણિ બુદ્ધની પ્રતિમાઓ એ સૌરાષ્ટ્રના વિરલ પુરાવશેષ છે. ૨૨ સને ૧૯૪૧માં ડૉ. હસમુખ સાંકળિયાએ “આર્કિયોલોજી ઓવ ગુજરાત” ગ્રંથ પ્રકાશિત કર્યો. જે અંતર્ગત સૌરાષ્ટ્ર, કચ્છ અને તળગુજરાતના સ્થાપત્યકીય સ્મારકોનો તુલનાત્મક અભ્યાસ કરેલો છે. ગિરજાશંકર વલ્લભજી આચાર્યે સૌરાષ્ટ્ર-ગુજરાતના અભિલેખોનું સંકલન કરીને “ગુજરાતના ઐતિહાસિક લેખો” ત્રણ ભાગમાં ક્રમશઃ ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪૨માં પ્રસિદ્ધ કર્યા હતા. ડી. બી. ડિસ્કાલકરે ૧૯૩૮થી ૧૯૪૧ દરમ્યાન (“Inscriptions of Kathiawad”) ગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો. એ.એસ. ગઢેએ વડોદરા રાજયના (અમરેલી પ્રાંત સહિતના) કેટલાક અભિલેખોનો સંગ્રહ તૈયાર કર્યો હતો. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતું, ગુજરાત રાજ્યનું પુરાતત્ત્વ ખાતું, વડોદરાની મ. સ. યુનિવર્સિટીનો પ્રાચીન ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા વિભાગ અને પુનાની ડેક્કન કૉલેજ વગેરે સંસ્થાઓએ સૌરાષ્ટ્રમાં નીચે પ્રમાણેનાં નોંધપાત્ર ઉત્પનનો હાથ ધર્યા હતાં. ક્રમ સ્થળ વર્ષ ઉખનન કરનાર ૧. રંગપુર ૧૯૩૪ માધો સ્વરૂપ વત્સ ૨. રંગપુર ૧૯૫૩-૫૪ એસ. આર. રાવ ૩. ઈંટવા વિહાર ૧૯૪૯ ગિરજાશંકર વ. આચાર્ય ૪. સોમનાથ મંદિર ૧૯૫૦ બી. કે. થાપર ૫. વસઈ અને બેટ ૧૯૫૧ પી. પી. પંડ્યા ૬. અમરેલી ૧૯૫૨-૫૩ એસ. આર. રાવ ૭. લાખા બાવળ અને આમરા ૧૯૫૫-૫૬ બી. સુબ્બારાવ અને પી. પી. પંડ્યા ૮. નગરો ટિંબો (પ્રભાસ પાટણ) ૧૯૫૫-૫૬ પી. પી. પંડ્યા ૯. પ્રભાસ પાટણ ૧૯૫૬-૫૭ પી. પી. પંડ્યા ૧૦. રોઝડી (શ્રીનાથગઢ) ૧૯૫૭-૫૮-૫૯ પી. પી. પંડ્યા તથા મધુસૂદન ઢાંકી ૧૧. ભગા તળાવ ૧૯૫૭-૫૮ એસ. આર. રાવ રંગપુરમાં ૧૯૩૪ તથા ૧૯૫૩-૫૪માં થયેલા ઉત્પનનોમાંથી પ્રાપ્ત અવશેષોને આધારે રંગપુર સિંધુ ખીણ સંસ્કૃતિનું અગ્રસ્થાન હોવાનું પ્રમાણિત થાય છે. ત્યાંના લોકો ચાકડા ઉપર બનાવેલાં માટીનાં વાસણો અને તામ્ર ઓજારો વાપરતા હતા. ૧૯૪૯માં જૂનાગઢ પાસે ઈંટવાનાં તૂપનું ઉત્પનન કરાવ્યું હતું. આ સ્થળેથી પુષ્કળ પ્રમાણમાં પાકી ઈંટો મળતાં લોકોએ તેનું નામ
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy