________________
Vol-1, XXIX
સૌરાષ્ટ્રમાં પુરાતત્ત્વ
181
જિલ્લામાં આવેલ સિથા પાસેના ચંદ્રાસર તળાવનો વિ. સં. ૧૫૩૪ (ઈ. સ. ૧૪૭૮)નો લેખ વાંચી ત્યાર સુધીની માન્યતા “આ તળાવ વિ. સ. ૧૬૩૪માં ઝાલા રાજવી ચંદ્રસિંહજીએ બંધાવેલું”, તે ખોટી ઠરાવી હતી. આ લેખની વાચના કરીને તેમણે એવું પુરવાર કરેલું કે આ તળાવ વિ. સં. ૧૬૩૪માં નહિ પરંતુ ૧૫૩૪માં બંધાવાયું હતું. તેમ જ તળાવ બાંધનાર ચંદ્રસિંહજી નામના રાજવી નહિ, પણ દીપચંદ્ર નામનો જમીનદાર હતો.
સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્ર સહિત સંપૂર્ણ ભારતમાં પુરાતત્ત્વના ઉખનન અભ્યાસ અને સંશોધનનું કામ વેગવંતું બન્યું હતું. રાજય તથા કેન્દ્ર સરકારે આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી પુરાતત્ત્વ ક્ષેત્રે વિકાસને ગતિશીલ બનાવ્યું હતું. તેમાં પોતાની સંસ્કૃતિનો સાચો વારસો અને ઇતિહાસ જાણવાની ઉત્સુકતા પણ સહાયક પુરવાર થઈ. આપણા પ્રાચીન અવશેષો અને સ્મારકોને પાશ્ચાત્ય વિદ્વાનોની ભારત પ્રત્યેની વિશિષ્ટ ગ્રંથિને બદલે આપણા દેશના સંશોધકોની તટસ્થ દષ્ટિએ મૂલવવાની જરૂરિયાત પણ સંકળાયેલી હતી. આઝાદી પૂર્વે ભાવનગર, જૂનાગઢ, જામનગર તથા વડોદરા સંસ્થાન રાજયોને પોતાનાં પુરાતત્ત્વ ખાતાં હતાં. ૧૯૪૮માં સૌરાષ્ટ્રના સ્વતંત્ર રાજયની રચના થતાં તેનું સ્વતંત્ર પુરાતત્ત્વખાતું શરૂ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર રાજયનાં પુરાતત્ત્વ ખાતાના પ્રથમ વડા તરીકે એચ. આર. માંકડ અને પછી પી. પી. પંડ્યા નિમાયા હતા. તેમણે પુરાતત્ત્વીય ક્ષેત્રાન્વેષણ અને ઉત્પનના ક્ષેત્રે ખ્યાતિ મેળવી હતી. ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યનું દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કરાયું હતું. પછીથી ૧૯૬૦માં સ્વતંત્ર ગુજરાત રાજયની રચના થતાં સૌરાષ્ટ્ર ગુજરાત રાજયનો ભાગ બની ગયો. સ્વતંત્ર ગુજરાત રાજયના પુરાતત્ત્વ ખાતાના વડા તરીકે જે. એમ. નાણાવટી નિમાયા હતા.
સૌરાષ્ટ્ર પુરાતાત્ત્વિક દૃષ્ટિએ સમૃદ્ધ છે. એક અંદાજ પ્રમાણે હિમાલયની ઉંમર ૫૦ લાખ વર્ષ છે, પરંતુ ગિરનારની ઉંમર ૨૨ કરોડ વર્ષ ગણાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ સુસંસ્કૃત માનવીના અવશેષો પ્રભાસ-પાટણ પાસેના હીરણ નદીના ટિંબા પાસેથી મળી આવ્યા છે. સૌરાષ્ટ્રમાં રંગપુર, રોઝડી, કુતાણી, બાબરકોટ, વવાણિયા વગેરે સ્થળોના ઉત્પનનમાં અનેક સ્થળોએથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ભગવાનલાલ ઇંદ્રજી, વલ્લભજી હરિદત્ત આચાર્ય અને તેમના પુત્ર ગિરજાશંકર આચાર્ય, દુર્ગાશંકર કે. શાસ્ત્રી અને પછીથી પોરબંદરના પુરાતત્ત્વ સંશોધન મંડળના મણિભાઈ વોરા, મધુસૂદન ઢાંકી નરોત્તમ પલાણ અને તેમના સાથીઓ, ગુજરાત રાજયના પુરાતત્ત્વ ખાતાના મુકુંદ રાવલ, વાય. એમ. ચિતલવાલા, દિનકર મહેતા, વગેરેએ પુરાતત્ત્વીય સર્વેક્ષણ તથા ઉત્પનન દ્વારા સારા પ્રમાણમાં માહિતી એકત્ર કરી છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતું ગુજરાતની વડોદરાની મ. સ. યુનિવર્સિટી તથા પુનાની ડેક્કન કૉલેજ તથા સૌરાષ્ટ્ર અને ભાવનગર યુનિવર્સિટીના અનુસ્નાતક ઈતિહાસ વિભાગોએ પણ આમાં યોગદાન આપ્યું હતું.
ગોંડલ પાસેના રોઝડી (હાલનું નામ શ્રીનાથગઢ)ના ઉત્પનનમાં તો અમેરિકાની પેન્સીલવેનિયા યુનિવર્સિટીના ડૉ. ગ્રેગરી પૉસેલ અને તેના સાક્ષીઓ તથા ઇંગ્લેન્ડ, બેલ્જિયમ તથા યુરોપના અન્ય દેશોનાં સંશોધક વિદ્યાર્થીઓ પણ ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતા સાથે જોડાયા