________________
Vol-1, XXIX
સૌરાષ્ટ્રમાં પુરાતત્ત્વ
183
ઈંટવા પાડી દીધું હતું. આ સ્તૂપ ૪૫ સે.મી. × ૩૦ સે.મી. X ૭.૫ સે.મી. માપની ઈંટોથી બાંધવામાં આવ્યો હતો. આ સ્થળેથી ચટણી વાટવાનો પથ્થર, મૃત્પાત્રો, અબરખના ટુકડા, તોલમાપો, માટીનાં વાસણો જેવાં કે કુંજા, પ્યાલા, કોડિયાં, મુદ્રાંકન વગેરે પ્રાપ્ત થયાં છે. આ વિહાર રૂદ્રસેન વિહાર તરીકે પણ ઓળખાય છે. ત્યાંથી એક મુદ્રાંકન મળ્યું છે. તેમાં “મહારાજ રૂદ્રસેન વિહાર ભિક્ષુ સંઘસ્ય” લખાણ છે. તે ક્ષત્રપ રાજા રૂદ્રસેન ૧લા (૧૯૯-૨૨૨ ઈ. સ.)નું માનવામાં આવે છે. ધ્યાન રાખવાની બાબત એ છે કે અહીંથી મળેલ છે તે મુદ્રાંકન (Sealing) છે, મુદ્રા (seal) નથી. ૨૪ ઈ. સ. ૭મી સદીમાં ગિરિનગરમાં ૫૦ સંઘારામ અને ૧૦૦ દેવાલય હતાં. ઉપરાંત જૂનાગઢમાં ઉપરકોટમાં આવેલી ગુફાઓ સૌરાષ્ટ્રની જ નહિ, પરંતુ ભારતની પ્રાચીનતમ્ ગુફાઓ પૈકીની છે. * ઉપરકોટની દક્ષિણે બાવા પ્યારાની ગુફાઓ આવેલી છે. તે સૌરાષ્ટ્રની પ્રાચીનતમ્ શૈલ ઉત્કીર્ણ ગુફાઓ છે, ઉપરાંત જૂનાગઢમાં ખાપરા-કોડિયાની ગુફાઓ, માઈ ગઢેચીની-ગુફાઓ છે. ઉના તાલુકામાં સાણામાં ૬ર ગુફાઓનો સમૂહ, તળાજા (તાલધ્વજગિરિ)માં આવેલ ૩૦ ગુફાઓનો સમૂહ, ઢાંક પાસેની સિદ્ધસર ગામની ઝીંઝુડી ઝારની પાંચ બૌદ્ધ ગુફાઓ, હિંગોળગઢ પાસે આવેલ ‘ભોંયરાની ગુફા”, ઉપરાંત ઘુમલી, વિસાવદર અને સવની પાસેની ગુફાઓ સૌરાષ્ટ્રના મહત્ત્વના પુરાવશેષો છે. તેમાંથી તત્કાલીન સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક પરિસ્થિતિની વિગતો જાણી શકાય છે. ઉપલેટા પાસે આવેલ ઢાંકની શૈલ-ઉત્કીર્ણ ગુફાઓ નોંધપાત્ર છે. ડૉ. બર્જેસના મતાનુસાર સૌરાષ્ટ્રની તે એકમાત્ર ગુફા છે જેમાં ધર્મ સંપ્રદાયનાં શિલ્પો છે. તેમાં આદિનાથ, શાંતિનાથ તથા અંબિકાની પ્રતિમાઓ છે. તે રીતે તે જૈન ગુફાઓ છે. તો ગોંડલ પાસેના વીરપુર તાલુકામાં આવેલ ખંભાલીડાની ભાદર નદીના કાંઠે આવેલી બૌદ્ધ ગુફાઓ પી. પી. પંડ્યાએ ૧૯૫૯માં શોધી કાઢી હતી. તેમાંથી એક ગુફાના પ્રવેશદ્વાર ઉપર એકબાજુ પાપાણિ અવલોકિતેશ્વર અને બીજી બાજુ વૃક્ષ નીચે ઊભેલા વજપાણિનાં આદમ કદનાં શિલ્પો કંડારેલાં છે. વર્જીસ અને ફર્ગ્યુસનના મતાનુસાર સૌરાષ્ટ્રની બૌદ્ધ ગુફાઓ ભારતની બૌદ્ધ ગુફાઓમાં સૌથી પ્રાચીન છે. સૌરાષ્ટ્રમાં લગભગ ૧૪૦ ગુફાઓ છે. આ ગુફાઓની માહિતીથી સૌરાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસને અંધકારમાંથી બહાર લાવવામાં મદદ મળી છે. ૨૭
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે ઝિંઝુવાડા (જિલ્લો-સુરેન્દ્રનગર)માં કિલ્લો છે. તેના દ્વારપાલોનાં શિલ્પ ૩.૮૧ મીટર (સાડા બાર ફૂટ) ઊંચાઈનાં અને તેની દીવાલ ઉપર નગરરક્ષક દેવનાં શિલ્પ લગભગ ૧.૮૩થી ૧.૯૮ મીટરનાં (છ થી સાડા છ ફૂટનાં) છે. ઉપરાંત તેના દરવાજાઓમાં દેવદેવીઓ, અશ્વો ગજારૂઢ સ્ત્રી-પુરુષોનાં યુગલો, નર્તકો, વાદકો તથા મિથુનશિલ્પ કોતરેલાં છે. તેના ઉપરથી સૌરાષ્ટ્રના કિલ્લા સ્થાપત્ય અને શિલ્પની માહિતી મળી રહે છે. તો ડૉ. ડી. આર. ભાંડારકરને ૧૯૧૪-૧૫માં વલભીમાંથી મળેલ શિલ્પોમાં મસ્તક વિનાની કેશિનિબૂદન કૃષ્ણ અને મહિષમર્દિનીની આકૃતિઓ નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રમાં કાકાની સિંહણ સ્થળેથી એક મસ્તક મળ્યું છે. જયેન્દ્ર નાણાંવટી તથા મધુસૂદન ઢાંકી તેને ક્ષત્રપકાલનું હોવાનું દર્શાવે છે. ૨૮ પાળિયાદમાંથી બકરા ઉપર લલિતાસનમાં બેઠેલ વાયુદેવનું છૂટું શિલ્પ અને રાજુલામાંથી વણિક શ્રેષ્ઠી જેવા પહેરવેશવાળું ચતુર્ભુજ કુબેરનું શિલ્પ મળ્યું છે. ૧૯૭૦ પછીનાં વર્ષોમાં ફરીથી પ્રભાસપાટણમાં ઉત્પનન હાથ