________________
152
શોભના આર. શાહ
કારણે આને પંચમ સ્વર કહેવામાં આવે છે.
૬. ધૈવત : પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરે છે આથી તેને ધૈવત કહેવામાં આવે છે. ૭. નિષાદ્ : આમાં બધા સ્વર સમાહિત થાય છે આથી તેને નિષાદ કહેવામાં આવે છે.૩ બૌદ્ધદર્શનમાં લંકાવતારસૂત્રમાં પણ સાત સ્વરોનાં નામ પ્રાપ્ત થાય છે. સહર્ષ, ઋષભ, ગાન્ધાર, ધૈવત, નિષાદ, મધ્યમ, કૈશિક.૪
સ્વર લક્ષણ :
SAMBODHI-PURĀTATTVA
સ્વરોનાં સ્થાન ઃ
જે સ્વરની ઉત્પત્તિમાં જે સ્થાનનો ઉપયોગ મુખ્ય હોય છે તેને સ્વરનું સ્થાન કહેવામાં આવે છે. સાત સ્વરોનાં સાત સ્વર કહેવામાં આવ્યા છે.
સ્થાનાંગમાં સાત સ્વરોનાં સાત સ્થાન વર્ણિત છે.
૧. ષટ્ન નું સ્થાન : જિવાનો અગ્રભાગ, ૨. ઋષભનું સ્થાન-વક્ષ સ્થળ, ૩. ગાન્ધારનું સ્થાનકણ્ઠ, ૪. મધ્યમનું સ્થાન-જિહ્વાનો મધ્યભાગ, ૫. પંચમનું સ્થાન-નાસિકા, ૬. ધૈવતનું સ્થાનદત્ત્વ અને ઓથ્ર્યનો સંયોગ, ૭. નિષાદનું સ્થાન-મસ્તકપ સ્થાનાંગમાં ઉલ્લેખ મળે છે કે આ સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે.* નારદી શિક્ષામાં આ સાતે સ્વરોની સાર્થકતા બતાવતાં કહ્યું છે કે “જ઼ નાસા આદિ છ સ્થાનોથી ઉત્પન્ન થાય છે. ઋષભ અર્થાત્ બળદની સમાન નાદ કરનારો. ગાંધા૨ની સાર્થકતા ગંધાવહ હોવાના કારણે છે. મધ્યમની સાર્થકતા તેમાં છે કે તે ઉરસ્ જેવા મધ્યવર્તી સ્થાનમાંથી આહત થાય છે. પંચમનું ઉચ્ચારણ પાંચ સ્થાનો નાભિ આદિમાં સમ્મિલિતરૂપથી થાય છે આથી આ સંજ્ઞા સાર્થક છે.૭
૨.
સ્થાનાંગમાં સાત સ્વરોનાં લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.૮
૧. ષડ્જ સ્વરવાળી વ્યક્તિ આજીવિકા પ્રાપ્ત કરે છે. તેમનો પ્રયત્ન નિષ્ફળ થતો નથી. તેમને ગાયો, મિત્ર અને પુત્ર હોય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે.
ઋષભ સ્વરવાળી વ્યક્તિને ઐશ્વર્ય, સેનાપતિત્વ, ધન, વસ્ત્ર, ગંધ, આભૂષણ, સ્ત્રી, શયન અને આસન પ્રાપ્ત થાય છે.
૩. ગાંધાર સ્વરવાળી વ્યક્તિ ગાવામાં કુશળ, શ્રેષ્ઠ જીવિકાવાળી, કળામાં કુશળ, કવિ, વિદ્વાન અને વિભિન્ન શાસ્ત્રોના પારગામી હોય છે.
૪. મધ્યમ સ્વરવાળી વ્યક્તિ સુખેથી જીવે છે, ખાય છે, પીએ છે અને દાન આપે છે.
૫. પંચમ સ્વરવાળી વ્યક્તિ રાજા, શૂરવીર, સંગ્રહકર્તા અને અનેક ગણોની નાયક હોય છે.
૬. દૈવત સ્વરવાળી વ્યક્તિ કલહપ્રિય, પક્ષીઓને મારનાર તથા હરણો, સૂવર અને માછલીઓને